સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ: કોવિડ-19 સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વીમા યોજના

Posted On: 29 MAR 2020 5:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ: કોવિડ-19 સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વીમા યોજનાશરૂ કરવા માટે નીચે દર્શાવેલી શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે.

  1. આમાં નેવું (90) દિવસ સુધી અંદાજે 22.12 લાખ જાહેર સ્વાસ્થ્ય સંભાળ પ્રદાતાઓને રૂપિયા 50 લાખનું વીમા કવચ આપવામાં આવશે જેમાં કોવિડ-19થી અસરગ્રસ્ત દર્દીઓના સીધા સંપર્કમાં આવતા અને તેમની સંભાળ લેતા સામુદાયિક કામદારો અને જેમને આવા દર્દીઓના કારણે ચેપ લાગવાનું જોખમ હોય તેમને સમાવી લેવામાં આવ્યા છે. તેમાં કોવિડ-19 બીમારીને નિયંત્રણમાં લેતી વખતે થતા આકસ્મિક મૃત્યુની સ્થિતિને પણ આવરી લેવામાં આવી છે.
  2. હાલમાં ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય/ કેન્દ્ર સરકારની હોસ્પિટલો/ કેન્દ્ર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્વાયત્ત હોસ્પિટલો, AIIMS અને INI/ કેન્દ્રીય મંત્રાલયની હોસ્પિટલો દ્વારા જરૂરિયાત અનુસાર રાખવામાં આવેલા ખાનગી હોસ્પિટલના સ્ટાફ/ નિવૃત્ત/ સ્વયંસેવકો/ સ્થાનિક શહેરી એકમો/ કોન્ટ્રાક્ટ/ દૈનિક વેતન/ હંગામી/ આઉટસોર્સ કરેલા સ્ટાફને પણ કોવિડ-19 સંબંધિત જવાબદારીઓમાં સમાવી લેવામાં આવ્યા છે. આ કેસોને પણ આવરી લેવામાં આવશે જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓને આધિન રહેશે.
  3. યોજના અંતર્ગત આપવામાં આવતો વીમો લાભાર્થી દ્વારા લેવામાં આવેલા કોઇપણ અન્ય વીમા કવચથી ઉપર અને તે સિવાય રહેશે.

 

GP/DS



(Release ID: 1609051) Visitor Counter : 305