પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 સામેની લડાઇમાં સામાજિક અંતર સૌથી અસરકારક રીત હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું; દેશવાસીઓને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરવા માટે અપીલ કરી


મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે, કોવિડ-19 સામેની લડાઇમાં ભારત વિજયી થશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહામારીને નિયંત્રણમાં લેવા કેટલાક આકરા નિર્ણયો લેવા જરૂરી છે; કોરોના વાયરસનો ખાતમો બોલાવવા માટે એકજૂથ થવા વૈશ્વિક સમુદાયને અપીલ કરી

બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓ અને ડૉક્ટરો સાથે પ્રધાનમંત્રીએ વાર્તાલાપ કર્યો; તેમના નિર્ધાર અને મક્કમતાની પ્રશંસા કરી

લોકોએ આઇસોલેશન અને સેલ્ફ- ક્વૉરેન્ટાઇનમાં હોય તેમના પ્રત્યે સહાનુભૂતિ અને સહકાર દર્શાવવા જોઇએ: પ્રધાનમંત્રીએ કહ્યું

Posted On: 29 MAR 2020 4:02PM by PIB Ahmedabad

 “કોરોના વાયરસ સામે લડી રહેલા સંખ્યાબંધ યોદ્ધાઓ માત્ર તેમના ઘરમાં બંધ નથી પરંતુ તેમના ઘરની બહાર છે. તેઓ આપણા અગ્ર હરોળના યોદ્ધાઓ છેખાસ કરીને આપણા ભાઇઓ અને બહેનો જેઓ નર્સો, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ તરીકે તેમની ફરજ નિભાવી રહ્યા છે. તેમની સેવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમનો આવો જુસ્સો જળવાઇ રહે તે માટે પ્રોત્સાહિત કરવા માટે તેમનામાંથી કેટલાકની સાથે મેં વાત કરી હતી. તેમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા મને પણ મારો જુસ્સો ટકાવી રાખવામાં મદદ કરે છે.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સામેની લડાઇમાં સામાજિક અંતર એકમાત્ર સૌથી અસરકારક ઉપાય છે અને લૉકડાઉન સાથે તેનું પાલન કરીને, લોકો પોતાની જાતને સુરક્ષિત રાખી શકે છે.

મન કી બાત 2.0ની 10મી આવૃત્તિમાં પોતાના વિચારો રજૂ કરતા શ્રી મોદીએ આજે જણાવ્યું હતું કે, “આવનારા ઘણા દિવસ સુધી દરેક વ્યક્તિએ પોતાની જાતને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવાના છે અને તેમણે લક્ષમણ રેખાનું ચુસ્ત પાલન કરવાનું છે. દરેક ભારતીયનો મક્કમ નિર્ધાર અને સંયમ કટોકટીનો સામનો કરવામાં મદદરૂપ થશે.”

સમગ્ર માનવજાતનો નાશ કરવાનું જોખમ ઉભું કરનારા વાયરસનો ખાતમો કરવા માટે એકજૂથ થવા માટે શ્રી મોદીએ વૈશ્વિક સમુદાયને અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “કોરોના વાયરસે આખી દુનિયાને કેદ કરી દીધી છે. જ્ઞાન, વિજ્ઞાન, તવંગર અને ગરીબો, બળવાન અને નબળા એમ તમામ પ્રકારના લોકોને તે પડકાર ફેંકી રહ્યો છે. તે કોઇપણ દેશની સીમાઓ સુધી મર્યાદિત નથી અને તે કોઇ ધર્મ કે મોસમ વચ્ચે પણ ભેદ રાખતો નથી. વાયરસે, એક રીતે, સમગ્ર માનવજાતનો નાશ કરવા માટે વ્યાપક ભરડો લીધો છે. અને કારણે , વાયરસનો ખાતમો કરવા માટે સમગ્ર માનવજાતે એકજૂથ થઇને તેમની સામે બેઠા થવું પડશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 130 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે, લૉકડાઉન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇ એ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઇ છે અને આથી જ આવા કેટલાક આકરા પગલાં લેવા પડ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે આખી દુનિયા જે પ્રકારે જઇ રહી છે તે જોતા, આ એકમાત્ર ઉપાય બચ્યો હતો. તેમણે કહ્યું કે, લોકોની સલામતી સુનિશ્ચિત કરવી પડશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉન દરમિયાન જેઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ પોતાના જીવ સાથે રમી રહ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જેઓ લૉકડાઉનના નિયમનું પાલન નથી કરતા તેમણે સમજી લેવું જોઇએ કે, આવી સ્થિતિમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી હાલાકીમાંથી આપણી જાતને બચાવવાનું મુશ્કેલ થઇ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આખી દુનિયામાં, ઘણા લોકો ખોટી ભ્રમણાઓમાં રહ્યા હતા અને હવે તેઓ પસ્તાવો કરી રહ્યા છે. કોરોના વાયરસ સામેની લડાઇ અભૂતપૂર્વ અને પડકારજનક હોવાથી, સમય દરમિયાન લેવાતા નિર્ણયો દુનિયાના ઇતિહાસમાં ક્યારેય સાંભળ્યા હોય તેવા છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ભારતીયો દ્વારા લેવામાં આવતા પગલાં અને તેમના દ્વારા કરવામાં આવતા પ્રયાસો, આ મહામારી સામે ભારતનો વિજય સુનિશ્ચિત કરશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ગરીબો પ્રત્યે હંમેશા આપણી સહાનુભૂતિ ઘણી વધારે રહી છે. આપણી માનવતા એમાં વસેલી છે કે, આપણે ક્યાંય પણ ગરીબ અથવા ભૂખ્યાને જોઇએ તો સંકટની ક્ષણમાં પહેલાં તેમને ભોજન આપીએ.”

તેમણે કહ્યું કે, આપણે તેમની જરૂરિયાતોનો વિચાર કરવો જોઇએ અને ભારત આવું કરી શકે છે કારણ કે તો આપણા મૂલ્ય અને સંસ્કૃતિનો એક હિસ્સો છે. પ્રધાનમંત્રીએ એક લોકોક્તિનો ઉલ્લેખ કર્યો હતો કે, બીમારી અને તેના લક્ષણોને શરૂઆતમાં ડામી દેવા જોઇએ. જોકે, તે અસાધ્ય અવસ્થાએ પહોંચી જાય ત્યારે તેની સારવાર કરવી અત્યંત મુશ્કેલ થઇ જાય છે. તેમણે કહ્યું કે, દરેક ભારતીયો હાલમાં કામ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસે સમગ્ર દુનિયાને કેદ કરી દીધી છે અને તમામ ખંડોમાં જ્ઞાન, વિજ્ઞાન, તવંગર અને ગરીબો, બળવાન અને નબળા એમ તમામ પ્રકારના લોકોને તે પડકાર ફેંકી રહ્યો છે. કારણે , મન કી બાતના એપિસોડમાં તેમણે મુદ્દાને સમાવ્યો છે.

શ્રી મોદીએ તમામ દેશવાસીઓની દિલથી માફી માંગી હતી અને કહ્યું હતું કે, તેમના દિલની દૃઢ લાગણી સાથે તેમને લાગી રહ્યું છે કે લોકો તેમને માફ કરશે કારણ કે તેમણે લીધેલા કેટલાક નિર્ણયોના પરિણામે લોકોને મુશ્કેલીઓ પડશે. તેમણે વંચિત ભાઇઓ અને બહેનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેઓ સંપૂર્ણપણે સમજી શકે છે કે તેઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. બીજી એક લોકોક્તિ ટાંકતા તેમણે કહ્યું હતું કે, તંદુરસ્તી સૌથી મોટું સદભાગ્ય છે અને એકમાત્ર સ્વાસ્થ્ય એવી રીત છે જેનાથી દુનિયામાં ખુશીઓ લાવી શકાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુદ્ધમાં એવા ઘણા યોદ્ધાઓ છે જેઓ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે, તેઓ પોતાના ઘરમાં બંધ રહીને નહીં પરંતુ તેમના ઘરની બહાર રહીને લડી રહ્યા છે.

તેમણે કહ્યું કે, “ આપણા અગ્ર હરોળના યોદ્ધાઓ છે ખાસ કરીને આપણા ભાઇએ અને બહેનો જેઓ નર્સો, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ તરીકે તેમની ફરજ નિભાવી રહ્યા છે અને કોરોના વાયરસને હરાવ્યો છે.”

પ્રધાનમંત્રીએ કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં સંકળાયેલા તેમાંથી કેટલાક લોકો સાથે ફોન પર વાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો અને બદલામાં તેમની સાથે વાત કરીને તેનો પોતાનો જુસ્સો પણ વધ્યો હોવાનું તેમજ તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ તમામ લોકો વર્તમાન હાલાકીનો પીછો કરવા માટે શક્ય હોય એટલી હદે જવા માટે મનથી મક્કમ છે.”

તેમણે ઉમેર્યું કે, “તેઓ આપણને જે કંઇ કહે છે તે માત્ર સાંભળવાનું નથી પરંતુ સાચી લાગણીથી આપણા જીવનમાં તેનો અમલ પણ કરવાનો છે.”

પ્રધાનમંત્રીએ નર્સો અને અન્ય તબીબી સ્ટાફના નિઃસ્વાર્થ ભાવનાની પ્રશંસા પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “ભારત આટલા મોટાપાયે યુદ્ધમાં લડવા માટે સક્ષમ થયું છે તે માત્ર ડૉક્ટરો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ, આશા કામદારો, ANM કામદારો, સફાઇ કામદારો જેવા અગ્ર હરોળમાં લડી રહેલા આપણા યોદ્ધાઓના જુસ્સા અને નિર્ધારના કારણે  શક્ય બન્યું છે. દેશ તેમના સ્વાસ્થ્ય માટે પણ ચિંતિત છે આથી સરકારે લોકોને રૂપિયા 50 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવાની અને ક્ષેત્રના તેમના સહકર્મીઓને રૂપિયા 20 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. તેઓ પોતાના ખૂબ આત્મવિશ્વાસ સાથે દેશનું નેતૃત્વ કરી શકે છે.”

તેમણે નાના દુકાનદારો, ડ્રાઇવરો અને કામદારોની પણ પ્રશંસા કરી હતી જેઓ સ્થિતિમાં પણ નિરંતર કામ કરી રહ્યા છે જેથી દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં ક્યાંય વિક્ષેપ આવે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, બેંકિંગ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો પણ લડાઇમાં અગ્ર હરોળમાં છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો -કોમર્સ કંપનીઓમાં ડિલિવરી કરનારા તરીકે જોડાયેલા છે અને કસોટીના સમયમાં કરિયાણાની ડિલિવરી કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ એવા પણ તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જેમના કારણે લોકો ઘરે બેસીને અવિરત ટેલિવિઝન જોઇ શકે છે અને સરળતાથી ડિજિટલ ચુકવણી કરી શકે છે. તેમણે તમામ લોકોને સલામતીના પગલાંનું પાલન કરવાની, પોતાની અને પોતાના પરિવારના સભ્યોની સંભાળ લેવાની વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ સમજવાની જરૂર છે કે, વર્તમાન સંજોગોમાં આપણે સામાજિક અંતર જાળવવું જરૂરી છે, માનવતા અથવા લાગણીનું અંતર રાખવાનું નથી.

તેમણે કહ્યું કે, ક્વૉરેન્ટાઇનમાં રહેલા કેટલાક લોકો સાથે કલંકિત જેવો વ્યવહાર થતો હોવાનું જોઇને તેમને ખૂબ દુઃખ થયું છે. અન્ય લોકોને ચેપ લાગે તે માટે પોતાની જાતને ક્વૉરેન્ટાઇનમાં રાખીને રહેતા લોકોની તેમણે પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડાઇમાં સામાજિક અંતર સૌથી અસરકારક રીત છે. તેમણે ફરીવાર દેશવાસીઓને અપીલ કરી હતી કે, લડાઇ જીતવા માટે સૌ ઘરમાં રહે, કાળજી રાખે અને સલામત રહે.

 

GP/DS



(Release ID: 1609048) Visitor Counter : 284