પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત 2.0’ની 10મી આવૃત્તિને સંબોધન કર્યું


નાગરિકોને ઘરમાં સ્વસ્થ અને સલામત રહેવા અપીલ કરી

Posted On: 29 MAR 2020 2:07PM by PIB Ahmedabad

મન કી બાતની 10મી આવૃત્તિને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19 સામેની લડાઈ માટે આકરાં નિર્ણયો લેવા બદલ માફી માંગી હતી તો સાથે સાથે રોગચાળાનો સફળતાપૂર્વક સામનો કરવા વધારે આકરાં નિર્ણયો લેવા પર ભાર પણ મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ભારતની જનતાને સલામત રાખવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સંયુક્તપણે ભારત કોવિડ-19ને પરાસ્ત કરશે.

તેમણે ચેતવણી આપી હતી કે, લૉકડાઉનથી લોકો અને તેમના પરિવારો સલામત રહેશે તથા જે લોકો આઇસોલેશનમાં રહેવાના નિયમનું પાલન કરતાં નથી તેમને મુશ્કેલી પડશે.

આજે મન કી બાતમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનને કારણે લોકોને, ખાસ કરીને ગરીબોને હાડમારીનો સામનો કરવો પડે છે. બદલ તેમણે નાગરિકોની ક્ષમા માંગી હતી. સાથે સાથે તેમણે લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ભારત જેવા 130 કરોડની વસ્તી ધરાવતા વિશાળ દેશમાં કોરોના સામેની લડાઈને સફળતાપૂર્વક લડવા માટે અન્ય કોઈ વિકલ્પ પણ નથી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રકારનાં કડક પગલાં લેવાની ફરજ પડી હતી, કારણ કે જીવન કે મરણ જેવી સ્થિતિ આવી પડી છે. માટે તેમણે દુનિયાનાં અન્ય દેશોમાં કોરોનાને કારણે ઊભી થયેલી સ્થિતિનો વિચાર કરવા અપીલ કરી હતી.

તેમણે એવમ એવમ વિકાર, અપી તરુન્હા સાધ્યતે સુખમ લોકોક્તિ ટાંકી હતી, જેનો અર્થ થાય છે, રોગ અને એની અસરોને ઉગતાં ડામી દેવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે રોગની સારવાર શક્ય હોય, ત્યારે એનાથી બચવું અતિ મુશ્કેલ હોય છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાવાયરસે આખી દુનિયાને કેદ કરી દીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્ઞાન, વિજ્ઞાન, ધનિક અને ગરીબ, સક્ષમ અને નબળાં એમ તમામ માટે એકસરખો પડકાર છે. વાયરસ કોઈ દેશ પૂરતો મર્યાદિત નથી. વળી એને ધર્મ કે સિઝનનો ભેદ પણ નડતો નથી.

વાયરસ સંપૂર્ણ માનવજાતિના અસ્તિત્વ માટે પડકારરૂપ બની ગયો હોવાથી પ્રધાનમંત્રીએ માનવજાતને એક થઈને જોખમનો સામનો કરવા કટિબદ્ધ થવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, લૉકડાઉન થઈને તમે અન્ય લોકોને મદદ કરતાં નથી, પણ તમારી જાતને બચાવો છે. તેમણે આગામી થોડા દિવસો માટે લોકોને પોતાનું અને પોતાનાં પરિવારજનોનું રક્ષણ કરવા અને લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાંક લોકો લૉકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, કારણ કે તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજવાનો પ્રયાસ કરતાં નથી. તેમણે પ્રકારનાં લોકોને લૉકડાઉનનાં નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી, નહીં તો કોરોનાવાયરસથી આપણી જાતને બચાવવામાં મુશ્કેલી પડશે એવી ચેતવણી આપી હતી. માટે તેમણે અન્ય એક ઉક્તિ ટાંકીને કહ્યું હતું કે, આરોગ્યમ પરમ ભાગ્યમ, સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ. એનો અર્થ થાય છે, સારું સ્વાસ્થ્ય સદભાગ્ય છે, દુનિયામાં ખુશ રહેવાની એકમાત્ર રીતે સ્વસ્થ રહેવાની છે.

GP/DS


(Release ID: 1609007) Visitor Counter : 271