વહાણવટા મંત્રાલય

શિપિંગ લાઇન્સને બંદર પર આયાત અને નિકાસના જહાજો પર કન્ટેઇનર ડિટેન્શન ચાર્જ ન લાદવાની સૂચના

Posted On: 29 MAR 2020 2:09PM by PIB Ahmedabad

જહાજ મંત્રાલયે 22 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 (બંને દિવસ સહિત) સુધીના સમયગાળા માટે આયાત અને નિકાસ માટેની શિપમેન્ટ પર કોઈ પણ કન્ટેઇનરને અટકાયતમાં રાખવાનો ચાર્જ લેવા શિપિંગ લાઇન્સને સલાહ આપી છે, જે ફ્રી ટાઇમ ગોઠવણથી પર છે, જેના પર અત્યારે સંમતિ સાધવામાં આવી છે. વળી આને કોઈ પણ કરારબદ્ધ શરતોના ભાગરૂપે ગણવામાં આવશે. એડવાઇઝરી ભારતીય બંદરો પર ઉચિત સપ્લાય જાળવવા માટે ઇશ્યૂ કરવામાં આવી છે. સમયગાળા દરમિયાન શિપિંગ લાઇન્સને નવા કે વધારાનાં કોઈ ચાર્જ નાંખવાની સલાહ પણ આપવામાં આવી છે. નિર્ણય કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમા રાખીને લેવામાં આવ્યો છે, જે સમયગાળા પૂરતો મર્યાદિત છે.

કોવિડ-19 રોગચાળાને કારણે દેશમાં 25 માર્ચ, 2020થી લૉકડાઉનની જાહેરાત થયા પછી ડાઉનસ્ટ્રીમ સેવાઓમાં થોડો વિક્ષેપ ઊભો થયો છે, જેથી વિવિધ બંદર પર ચીજવસ્તુઓ ઉતારવાના કામમાં થોડો વિલંબ થયો છે. પરિણામે કેટલાંક કાર્ગોના માલિકોએ તેમની કામગીરી મોકૂફ રાખી છે અથવા ચીજવસ્તુઓ/કાર્ગોનું પરિવહન કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે તેમજ તેમને પેપરવર્ક પૂર્ણ કરવામાં પણ સમસ્યા ઊભી થઈ છે, જેથી કોઈ પણ પ્રકારની ચૂક વિના તેમના કન્ટેનર્સ અટકી પડ્યાં છે. એડવાઇઝરીથી દેશમાં પુરવઠાની સાંકળને જાળવી રાખવામાં અને વેપારવાણિજ્યને સરળતાપૂર્વક જાળવી રાખવામાં મદદ મળશે.

GP/DS



(Release ID: 1609006) Visitor Counter : 163