શ્રમ અને રોજગાર મંત્રાલય

કેન્દ્રીય કામદાર રાજ્યમંત્રી શ્રી સંતોષ ગંગવાર કોવીડ-19 સામે લડવા માટેના પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં તેમનો એક મહિનાનો પગાર દાન કરશે

Posted On: 27 MAR 2020 1:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય કામદાર અને રોજગાર રાજ્ય કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ ગંગવારે નિર્ણય લીધો છે કે કોવિડ-19 મહામારીના રાહત કાર્ય માટેના પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં તેઓ પોતાનો એક મહિનાનો પગાર દાનમાં આપશે. આ વાતની જાહેરાત કરતા શ્રી ગંગવારે જણાવ્યું કે, “એક અથવા બીજી રીતે આપણે કોવિડ-19 દ્વારા ફેલાયેલ રોગચાળાને નાથવા માટે આપણું યોગદાન આપી રહ્યા છીએ. મેં આ રોગચાળાને નાથવા માટે પ્રધાનમંત્રીના રાહત ભંડોળમાં મારા એક મહિનાના પગારનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.”

શ્રી ગંગવારે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સરકાર સામાન્ય નાગરિકો અને ખાસ કરીને ગરીબો અને કામદારો માટે તીવ્ર ગતિએ જરૂરી રાહતના પગલાઓ લઇ રહી છે.


GP/RP



(Release ID: 1608552) Visitor Counter : 124