વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

માલસામાનની ડિલીવરી, ઉત્પાદન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ડિલીવરી પર દેખરેખ રાખવા માટે DPIIT દ્વારા કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો

Posted On: 26 MAR 2020 10:24AM by PIB Ahmedabad

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગ (DPIIT) દ્વારા, 25.3.2020 થી 14.4.2020 સુધીના લૉકડાઉનના સમયગાળા દરમિયાન સામાન્ય લોકો સુધી માલસામાનની ડિલીવરી, ઉત્પાદન, જીવનજરૂરી ચીજવસ્તુઓની ડિલીવરી અને વિવિધ હિતધારકોને પડતી મુશ્કેલીઓ પર દેખરેખ રાખવા માટે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. કોઇપણ ઉત્પાદન એકમ, ટ્રાન્સપોર્ટર, વિતરક, જથ્થાબંધ વિક્રેતા અથવા ઇ-કોમર્સ કંપનીને માલસામાનના પરિવહન અને વિતરણ તેમજ સંસાધનોની ગતિશિલતામાં પાયાના સ્તરે કોઇપણ મુશ્કેલી પડે તે તેઓ નીચે દર્શાવેલા ટેલિફોન નંબર/ઇમેઇલ પર વિભાગને જાણ કરી શકે છે:

ટેલિફોન: + 91 11 23062487

ઇમેઇલ: controlroom-dpiit[at]gov[dot]in

ઉપરોક્ત ટેલિફોન નંબર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. વિવિધ હિતધારકો દ્વારા જાણ કરવામાં આવેલી સમસ્યાઓ અંગે વિભાગ દ્વારા સંબંધિત રાજ્ય સરકાર, જિલ્લા અને પોલીસ અધિકારીઓને તેમજ અન્ય સંબંધિત એજન્સીઓને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

RP


(Release ID: 1608339) Visitor Counter : 256