મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાત વર્ગોમાં પેટા વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે બંધારણની કલમ 340 હેઠળ બનાવવામાં આવેલા પંચના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપી

Posted On: 22 JAN 2020 3:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે અન્ય પછાત વર્ગના પેટા-વર્ગીકરણના મુદ્દાન તપાસ માટે પંચની મુદત 31.7.2020 સુધી એટલે કે વધુ છ મહિના માટે લંબાવવા માટે મંજૂરી આપી હતી.

મંત્રીમંડળે પંચની હાલની શરતોમાં નીચે મુજબની શરતો જોડવા માટે પણ મંજૂરી આપી છે, "iv"માં ઓબીસીની કેન્દ્રય યાદીમાં વિવિધ પ્રવેશોનો અભ્યાસ કરવા અને કોઈપણ પુનરાવર્તનો, અસ્પષ્ટતાઓ, અસંગતતાઓ અને જોડણી અથવા પ્રતિલેખનની ભૂલો સુધારવા વિવિધ એન્ટ્રીનો અભ્યાસ કરવા માટે મંત્રીમંડળે મંજૂરી આપી છે.

અસર:

જેઓ કેન્દ્ર સરકારના હોદ્દાઓ પર નિમણૂક માટે અને કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ઓબીસી માટેની અનામત યોજનાનો મોટો ફાયદો મેળવી શક્યા નથી તેવા ઓબીસીની હાલની યાદીમાં સામેલ સમુદાયો, પંચની ભલામણોના અમલ પછી લાભ મેળવી શકશે. પંચ આવા હાંસિયામાં રહી ગયેલા સમુદાયોના લાભ માટે ઓબીસીની કેન્દ્રય યાદીમાં લાભો માટે ભલામણ કરશે.

આર્થિક અસરો:

સામેલ ખર્ચમાં પંચની સ્થાપના અને વહીવટી કામકાજ સંબંધિત ખર્ચ છે, જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે.

લાભો:

એવી જાતિઓ/સમુદાયો સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ કે જેઓ એસ..બી.સીની યાદીમાં સામેલ છે પરંતુ જેઓ કેન્દ્ર સરકારના હોદ્દઓ અને કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ઓબીસી અનામતની હાલની યોજનાનો લાભ મેળવી શકતા નથી તેમને લાભ મળશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યો:

પંચની મુદત વધારવાના આદેશો અને સંદર્ભોની શરતોમાં વધારો કરવા સંબંધિત આદેશો રાષ્ટ્રપતિ દ્વારા કરેલા આદેશના રૂપમાં માનનીય રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી ગેઝેટમાં સુચિત કરવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

2 ઓક્ટોબર, 2017ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરીથી બંધારણની કલમ 340 હેઠળ કરવામાં આવી હતી. ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રીમતી જી. રોહિણીની અધ્યક્ષતામાં 11 ઓક્ટોબર 2017ના રોજ પંચની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો કે જેઓએ ઓબીસીમાં પેટા વિભાગ કર્યો છે અને રાજ્ય પછાત વર્ગ પંચની રચના કરી તેમની સાથે તેમણે વિચારવિમર્શ શરૂ કર્યો હતો. પંચે એવું મંતવ્ય આપ્યું હતું કે, તેમને પોતાનો અહેવાલ આપવા માટે વધુ સમય જોઇએ કારણ કે ઓબીસીની હાલની કેન્દ્રય યાદીમાં પુનરાવર્તનો, અસ્પષ્ટતાઓ, અસંગતતાઓ અને જોડણીની ભૂલો અથવા પ્રતિલેખન વગેરેની ભૂલો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. આથી, પંચે વધુ છ મહિના સુધીનો સમય માગીને 31 જુલાઇ 2020 સુધી તેમની મુદત લંબાવવા માટે અનુરોધ કર્યો હતો તેમજ તેમની વર્તમાન સંદર્ભોની શરતોમાં વધારો કરવાની માગ કરી હતી.

NP/DS/RP

 



(Release ID: 1600186) Visitor Counter : 193