મંત્રીમંડળ

મંત્રીમંડળની બેઠકમાં ભારત અને સ્વીડન વચ્ચે ધ્રુવીય વિજ્ઞાનમાં સહયોગ અંગેના સમજૂતી પત્રને મંજૂરી

प्रविष्टि तिथि: 08 JAN 2020 3:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES), ભારત અને શિક્ષણ અને સંશોધન મંત્રાલય, સ્વીડન વચ્ચેના ધ્રુવીય વિજ્ઞાનમાં સહયોગ અંગેના કરાર વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. 2 ડિસેમ્બર 2019 ના રોજ સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારત અને સ્વીડન બંનેએ એન્ટાર્કટિક સંધિ અને પર્યાવરણીય સંરક્ષણ પર એન્ટાર્કટિક સંધિના પ્રોટોકોલ માટે હસ્તાક્ષર કર્યા છે. આર્કટિક કાઉન્સિલમાં આઠ "આર્ક્ટિક સ્ટેટ્સ" માંથી સ્વીડન એક સભ્ય રાજ્ય છે જ્યારે આર્કટિક કાઉન્સિલમાં ભારતની સ્થિતિ નિરીક્ષક તરીકેની છે. આર્કટિક અને એન્ટાર્કટિક બંનેમાં, સ્વીડને ધ્રુવીય ક્ષેત્રોમાં એક ઉત્સાહી વૈજ્ઞાનિક કાર્યક્રમો કર્યા છે. તે જ રીતે, ભારતે બંને ધ્રુવીય પ્રદેશોમાં તેમજ દરિયાઇ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સંશોધન કાર્યક્રમો ચાલુ રાખ્યા છે.

ભારત અને સ્વીડન વચ્ચેના સહયોગથી ધ્રુવીય વિજ્ઞાનમાં બંને દેશો, ઉપલબ્ધ  કુશળતાની વહેંચણી કરવામાં મદદ મળશે.

 

NP/GP/BT/DS


(रिलीज़ आईडी: 1598756) आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam