મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને મ્યાનમાર વચ્ચે ગેરકાયદે માનવ તસ્કરીના નિવારણ માટે દ્વિપક્ષીય સહકાર મુદ્દે MoUને મંજૂરી આપી

Posted On: 27 NOV 2019 11:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની મંત્રીમંડળે ભારત અને મ્યાનમાર વચ્ચે ગેરકાયદે માનવ તસ્કરીના નિવારણ; ગેરકાયદે હેરફેર પીડિતના બચાવ, સ્વદેશ પ્રત્યાર્પણ અને તેના પુનઃએકીકરણને લગતા દ્વિપક્ષીય સહકારના સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપી છે.

MoUના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છેઃ

  • બંને દેશો વચ્ચે મૈત્રીના જોડાણને વધારે મજબૂત બનાવવું અને માણસોની ગેરકાયદે હેરફેર અથવા તો તસ્કરી નિવારણ, બચાવ, પીડિતને શોધી કાઢવા અને તેમને સ્વદેશમાં પ્રત્યાર્પિત કરવાના મુદ્દે દ્વિપક્ષીય સહકાર વધારવો.
  • તમામ પ્રકારની માનવ તસ્કરી કે હેરફેરને નિવારવા અને હેરફેરના પીડિતની સુરક્ષા અને તેમને સહાયતા કરવાનો પારસ્પરિક સહકાર વધુ મજબૂત બનાવવો.
  • આવી રીતે ગેરકાયદે હેરફેર કરનારા તત્વો અને બંને દેશોમાં રહેલી સંગઠિત અપરાધોની સિન્ડિકેટ વિરુદ્ધની તપાસને ઝડપી બનાવી તેમને સજા થાય તે સુનિશ્ચિત કરવું.
  • માનવ તસ્કરી નિવારવા માટે ઇમિગ્રેશન અને સરહદી નિયંત્રણ સહકારને મજબૂત બનાવવો અને સાથે જ સંબંધિત મંત્રાલયો તેમજ સંગઠનો સાથે રણનીતિઓને અમલમાં મુકવી.
  • માણસોની ગેરકાયદે તસ્કરી નિવારવા માટે વર્કિંગ ગ્રૂપ્સ/ટાસ્ક ફોર્સની સ્થાપના કરવી
  • માણસોની ગેરકાયદે તસ્કરીમાં પ્રવૃત ગુનેગારો અને આવી ગેરકાયદેસર હેરફેરના પીડિતોનો ડેટા તૈયાર કરવો અને તેનું સુરક્ષિત અને ગુપ્ત રીતે આદાનપ્રદાન કરવું તેમજ ભારત અને મ્યાનમારના નિર્ધારિત ફોકલ પોઇન્ટ્સ પર માહિતીને ઉપલબ્ધ કરાવવી.
  • બંને દેશોની સંબંધિત એજન્સીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ
  • ગેરકાયદે માનવ તસ્કરીના પીડિતોનો બચાવ, તેમને શોધી કાઢવા, તેમના દેશ પ્રત્યાર્પિત કરવા અને તેમના પુનઃએકીકરણ માટે આદર્શ સંચાલન પ્રક્રિયા તૈયાર કરી તેનો સ્વીકાર કરવો.

પૃષ્ઠભૂમિ:

માણસોની ગેરકાયદે તસ્કરીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના પરિણામો અને અસર હોય છે. માણસોની તસ્કરીની જટીલ પ્રક્રિયા છે, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો મુકાબલો કરીને તેનું નિરાકરણ લાવવા માટે બહુઆયામી રણનીતિની માંગી લે છે. તે વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન હોવાની બાબતને ધ્યાનમાં લેતા માણસોની ગેરકાયદે હેરફેરને નિયંત્રણમાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને સહયોગ અત્યંત જરૂરી છે.

ભારત અને મ્યાનમારની સરહદ નિયંત્રણ એજન્સીઓ વચ્ચે સંવાદની સીધી ચેનલ પ્રસ્થાપિત થવા બંને દેશો વચ્ચે સહકાર મજબૂત બનીએ, આ સંવાદથી માણસોની તસ્કરીની સમસ્યાનો પ્રતિકાર કરવાની દિશામાં મદદ મળશે, ઉપરાંત સરહદ પાર ક્ષેત્રિય સહકારને પ્રોત્સાહન આપવામાં એક અસરકારક સાધન સાબિત થઈ શકે છે.

 

DK/DS/GP/RP


(Release ID: 1593756) Visitor Counter : 257