પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત દેશ ‘નેશન વોન્ટ્સ ટૂ નો’ માંથી ‘નેશન ફર્સ્ટ’માં પરિવર્તિત થયો છેઃ પ્રધાનમંત્રી
જ્યારે દેશ સર્વોપરી બને છે, ત્યારે રાષ્ટ્ર મોટા નિર્ણયો લે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ રિપબ્લિક સમિટ 2019માં મુખ્ય સંબોધન કર્યું
Posted On:
26 NOV 2019 9:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિપબ્લિક સમિટમાં કીનોટ સંબોધન કર્યું હતું. ચાલુ વર્ષની સમિટની થીમ “ઇન્ડિયાસ મોમેન્ટ, નેશન ફર્સ્ટ” છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ‘નેશન વોન્ટ ટૂ નો’ (ભારત જાણવા ઇચ્છે છે)માંથી ;નેશન ફર્સ્ટ’ (રાષ્ટ્રહિત સર્વોપરી)માં પરિવર્તિત થઈ ગયો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, દાયકાઓથી જે સમસ્યાઓનું સમાધાન થયું નહોતું એનું હવે સમાધાન થઈ ગયું છે. આવું બે કારણોસર થયું છે – 130 કરોડ લોકો માને છે કે હવે ભારતનો સમય આવી ગયો છે (ઇન્ડિયાસ મોમેન્ટ) અને ભારત માટે રાષ્ટ્રનાં હિતો (નેશન ફર્સ્ટ) સર્વોપરી છે.
કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવા પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આતંકવાદ માટે જવાબદાર મોટા પરિબળને દૂર કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કલમ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હતી. આ કલમ ભારતીય બંધારણમાં કામચલાઉ જોગવાઈ હતી, પણ "કેટલાંક પરિવારો"ને કારણે એને કાયમી ગણવામાં આવતી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રનું હિત સર્વોપરી થઈ જાય છે, ત્યારે દેશ મોટો નિર્ણય લે છે. જ્યારે દેશ એ નિર્ણયને સ્વીકારે છે, ત્યારે એ પ્રગતિનાં પંથે અગ્રેસર થાય છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, લોકો સર્વોચ્ચ અદાલતમાં ગયા છે, જેથી આધારને કાયદેસર માન્યતા મળી ન શકે. આ લોકોએ આધાર કાર્ડની વ્યવસ્થાને બદનામ કરવા તમામ શક્તિ કામે લગાડી છે. પણ આધાર કાર્ડ તેમનાં અંગે સાચી જાણકારી આપવામાં ઘણી મદદ કરે છે. એનાથી ખોટા હાથોમાં જતાં આશરે રૂ. 1.5 લાખ કરોડની બચત થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે લગભગ આટલી રકમ ખોટા હાથોમાં જતી હતી અને કોઈ એને અટકાવતું નહોતું. અમે વ્યવસ્થામાં રહેલા આ મોટા છીંડાને દૂર કર્યું છે, કારણ કે અમારા માટે ભારતનું હિત સર્વોપરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જીએસટીનો દેશમાં અગાઉ ક્યારેય અમલ થઈ શક્યો ન હોત. અત્યારે સામાન્ય નાગરિકો સાથે સંબંધિત 99 ટકા ચીજવસ્તુઓ પર લાગતો કરવેરો અગાઉ કરતાં લગભગ અડધો થઈ ગયો છે. એક સમયે રેફ્રિજરેટર્સ – મિક્સર્સ, જ્યુશર્સ, વેક્યુમ ક્લીનર્સ, ગીઝર્સ, મોબાઇલ ફોન, વોશિંગ મશીન, ઘડિયાળ – આ તમામ ચીજવસ્તુઓ પર 31 ટકાથી વધારે કરવેરો ઉઘરાવવામાં આવતો હતો. અત્યારે આ તમામ ચીજવસ્તુઓ પર આશરે 10થી 12 ટકા કરવેરો લેવામાં આવે છે.
દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોને કાયદેસર બનાવવાનાં મંત્રીમંડળનાં નિર્ણય પર તેમણે કહ્યું હતું કે, દાયકાઓથી લાખો પરિવારો આ વસાહતોમાં અનિશ્ચિત જીવન જીવતા હતા. લોકો અહીં પરસેવાની કમાણીમાંથી ઘર ખરીદતા હતા, પણ આ ઘર તેમની સંપૂર્ણ માલિકીનું થઈ શકતું નહોતું. આ સમસ્યા જળવાઈ રહી હતી. અમારી સરકારે એનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો અને અત્યારે 50 લાખથી વધારે દિલ્હીવાસીઓને તેમનાં ઘરની નિશ્ચિતતા/આશા/વિશ્વાસ મળ્યો છે અને તેઓ વધારે સારું જીવન જીવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, નિશ્ચિતતાથી મધ્યમ વર્ગને લાભ થશે અને તેમને પોતાનું ઘરનું ઘર ખરીદવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં કામગીરી અભૂતપૂર્વ ઝડપથી અને મોટા પાયે હાથ ધરવામાં આવે છે. 60 મહિનાનાં ગાળામાં આશરે 60 કરોડ ભારતીયોને શૌચાલયની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. જ્યારે આ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન અને એનો અમલ થઈ શકશે, ત્યારે દેશનું હિત સર્વોપરી થશે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તમે તમારો સ્વાર્થ છોડો છો, ત્યારે દરેકને સાથસહકાર આપો છો – દરેકનાં વિકાસને ટેકો આપો છો અને દરેકનો વિશ્વાસ જીતો છો. આ જ અમારી સરકારની નીતિ અને રાજકારણનો પાયો છે. આ વિચારસરણીએ વિકાસ માટેની દોટમાં ભારતને હરણફાળ ભરવામાં મદદ કરી છે અને દેશનાં 112 આકાંક્ષી જિલ્લાઓને વિકાસનાં માર્ગે અગ્રેસર કરવા નવા અભિગમ સાથે કેવી રીતે કામ કરવું એ શીખવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે દેશવાસીઓની અંદર રાષ્ટ્રનું હિત સર્વોપરી હોવાનો જુસ્સો જગાવ્યો છે, જેનાં પરિણામે બેંકિંગ વ્યવસ્થામાં ગરીબોને સામેલ કરવા 37 કરોડથી વધારે બેંક ખાતાઓ ખુલ્યાં છે. આ જુસ્સાને કારણે જ આપણે જળસુરક્ષા અભિયાન શરૂ કર્યું હતું. આગામી સમયમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ આ અભિયાન પર થશે એટલે દેશનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી શકશે અને પાણી ઘેર ઘેર પહોંચી શકશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશ પોતાની આવક વધારવાનો આશય ધરાવે છે એટલે આપણે દેશના અર્થતંત્રનું કદ 5 ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, તેઓ દેશ સર્વોપરીનાં જુસ્સા સાથે કામ કરવામાં માને છે અને એટલે જ અમને દરેક નિર્ણયનું ઉચિત પરિણામ મળે છે અન દેશ તમામ લક્ષ્યાંકો પાર પાડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, નવા ભારતની નવી સંભવિતતાઓ, નવી તકો પર વિસ્તૃત ચર્ચા થશે.
DK/DS/GP/RP
(Release ID: 1593688)
Visitor Counter : 288