મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત દ્વારા ફેની નદીમાંથી પાછા ખેંચવામાં આવેલ 1.82 કયુસેક પાણીના સંદર્ભમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 06 NOV 2019 8:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મંત્રીમંડળે ભારત દ્વારા ફેની નદીમાંથી પાછા ખેંચવામાં આવેલ 1.82 કયુસેક પાણીના સંદર્ભમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમજૂતી કરારોને તેમની પૂર્વવર્તી મંજૂરી આપી આપવામાં આવી હતી. ભારતે ત્રિપુરા રાજ્યના સબ્રૂમ નગરમાં પીવાના પાણીની પૂરવઠા યોજના માટે આ પાણી પાછું ખેંચ્યું હતું.

લાભ:

વર્તમાન સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફેની નદી પર પાણીના વિભાજન અંગેના કોઈ કરાર નથી. સબ્રૂમ નગરને વર્તમાન સમયમાં મળી રહેલ પીવાના પાણીનો પૂરવઠો અપૂરતો છે. આ પ્રદેશમાં ભૂગર્ભ જળમાં મોટા પ્રમાણમાં લોહ તત્વ છે. આ યોજનાનું અમલીકરણ થતા સબ્રૂમ નગરની 7000થી વધુ લોકોની વસતીને ફાયદો થશે.

 

DS/RP



(Release ID: 1590704) Visitor Counter : 113