મંત્રીમંડળ  
                
                
                
                
                
                
                    
                    
                        મંત્રીમંડળે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી
                    
                    
                        
                    
                
                
                    प्रविष्टि तिथि:
                12 JUN 2019 8:08PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં સમજૂતી કરારોને મંજૂરી આપી. આ સમજૂતી કરાર પરજૂન 13-14, 2019થીએસસીઓની સમાંતરે હસ્તાક્ષર કરવામાં આવશે.
 
લાભ:
	- કાયદાકીય મેટ્રોલોજીને લગતા દસ્તાવેજો અને માહિતીનું આદાન-પ્રદાન
 
	- કાયદાકીય મેટ્રોલોજીના વિષય સાથે સંકળાયેલ અધિકારીઓ અને બિન અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું
 
	- કાયદાકીય મેટ્રોલોજીના ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ માટે અધિકારીઓ, નિષ્ણાતો અને વ્યાવસાયિકોનું આદાન-પ્રદાન
 
	- પારસ્પરિક હિતના ક્ષેત્રમાં જરૂર મુજબ સેમિનારો, કાર્યશાળાઓ, બેઠકો, અટેચમેન્ટ લર્નિંગ પ્રોગ્રામ વગેરેમાં ભાગીદારી
 
	- પ્રિ પેકેજ્ડ સામાનમાટેનીજરૂરિયાત વિકસાવવીઅને પ્રિ પેકેજ્ડ સામાનનીરાજ્ય મેટ્રોલોજીકલ દેખરેખ હાથ ધરવી
 
	- પ્રિ પેકેજ્ડ સામાન ઉપર નિયમો કાયદા કાનૂનોના દરજ્જાની સમીક્ષા કરવી
 
	- ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે પારસ્પરિક સમજુતીમાં મેટ્રોલોજીકલ દેખરેખ હાથ ધરવા માટે અનુભવનું આદાન-પ્રદાન
 
 
 
J.Khunt/RP
                
                
                
                
                
                (रिलीज़ आईडी: 1574165)
                	आगंतुक पटल  : 262