માહિતી અને પ્રસારણ મંત્રાલય

“યોગાભ્યાસ નવા ભારતનો મંત્ર છે”: પ્રકાશ જાવડેકર


માહિતી અને પ્રસારણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (એવાયડીએમએસ)નું આયોજન કર્યું

સન્માન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે આપવામાં આવશે

Posted On: 08 JUN 2019 2:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, યોગનો અભ્યાસ અને પ્રચાર સ્વસ્થ અને તંદુરસ્ત જીવન, સુખાકારી અને રોગનાં નિવારણ તરફ દોરી જાય છે. યોગ દુનિયાને ભારતે આપેલી વિવિધ ભેટોમાંની એક ભેટ છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં નવા ભારતનો મંત્ર બની ગયો છે. યોગને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી છે અને હવે દર વર્ષે 21 જૂનનાં રોજ આશરે દુનિયાનાં 200 દેશો એનો અભ્યાસ કરે છે.

ભારત અને વિદેશમાં યોગની પહોંચ વધારવા મીડિયાની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે યોગનાં સંદેશને ફેલાવવા મીડિયાનાં યોગદાનને બિરદાવવા ચાલુ વર્ષથી પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (એવાયડીએમએસ)નું આયોજન કર્યું છે. મીડિયા ગૃહોને આ સન્માન નીચે મુજબની શ્રેણીઓ હેઠળ એનાયત થશેઃ

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (એવાયડીએમએસ) પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક અને (ટેલીવિઝન અને રેડિયો)માં સંકળાયેલા મીડિયા ગૃહોને એનાયત થશે.
  • ત્રણ (3) શ્રેણીઓ હેઠળ તેત્રીસ (33) સન્માન એનાયત થશે.
  • 11 સન્માન 22 ભારતીય અને અંગ્રેજી ભાષાની શ્રેણી હેઠળ બેસ્ટ મીડિયા કવરેજ ઑફ યોગા ઇન ન્યૂઝપેપર્સ એનાયત થશે.
  • 11 સન્માન 22 ભારતીય અને અંગ્રેજી ભાષાની શ્રેણી હેઠળ બેસ્ટ મીડિયા કવરેજ ઑફ યોગ ઇન ટેલીવિઝન એનાયત થશે.
  • 11 સન્માન 22 ભારતીય અને અંગ્રેજી ભાષાની શ્રેણી હેઠળ બેસ્ટ મીડિયા કવરેજ ઑફ યોગ ઇન રેડિયો એનાયત થશે.
  • સન્માનમાં સ્પેશ્યિલ મેડલ/તકતી/ટ્રોફી અને પ્રશસ્તિપત્ર સામેલ હશે.
  • એવાયડીએમએસ માટે કવરેજનો ગાળો 10 જૂનથી 25 જૂન, 2019નો રહેશે.
  • યોગને લોકપ્રિય બનાવવા માટે મીડિયાનાં યોગદાનનું મૂલ્યાંકન 6 નિર્ણાયકો કરશે.
  • સન્માનોની જાહેરાત થશે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન (એવાયડીએમએસ) સમારંભની અનુકૂળ તારીખ પાછળથી નક્કી કરવામાં આવશે. એવોર્ડ સમારંભ લગભગ જુલાઈ, 2019માં યોજાશે.

મંત્રીશ્રીની વાતચીત દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરે અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.


(Release ID: 1573855)