પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 21 OCT 2026 6:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પ T64 સ્પર્ધામાં એક ભવ્ય કૂદકા સાથે પોતાનો જ ગેમ્સ રેકોર્ડ તોડીને સફળતાપૂર્વક ગોલ્ડ મેડલ જાળવી રાખવા બદલ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

પ્રવીણ કુમારે એશિયન પેરા ગેમ્સમાં પોતાની સફળતા ચાલુ રાખી છે અને આ અસાધારણ સિદ્ધિ તેમની સાતત્યતા, રમતગમતની ઉત્કૃષ્ટતા અને ઉત્કૃષ્ટતાની અવિરત શોધને દર્શાવે છે તેમ નોંધતા, શ્રી મોદીએ દેશને ફરી એકવાર ગૌરવન્વિત કરવા બદલ પ્રવીણ કુમારને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"પ્રવીણ કુમારે એશિયન પેરા ગેમ્સમાં પોતાની સફળતા ચાલુ રાખી છે!

એક ભવ્ય કૂદકા સાથે, તેમણે પોતાનો જ ગેમ્સ રેકોર્ડ તોડીને પુરુષોની હાઈ જમ્પ T64 સ્પર્ધામાં સફળતાપૂર્વક પોતાનો ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો છે. આ અસાધારણ સિદ્ધિ તેમની સાતત્યતા, રમતગમતની ઉત્કૃષ્ટતા અને ઉત્કૃષ્ટતાની અવિરત શોધને દર્શાવે છે. દેશને ફરી એકવાર ગૌરવન્વિત કરવા બદલ પ્રવીણ કુમારને હૃદયપૂર્વકના અભિનંદન: PM @narendramodi"

SM/JD


(રીલીઝ આઈડી: 2326156) મુલાકાતી સંખ્યા : 13