પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાપાનના દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના પત્ની શ્રીમતી અકી આબે સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
08 OCT 2026 6:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જાપાનના દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના પત્ની શ્રીમતી અકી આબે સાથે મુલાકાત કરી હતી અને ભારત સાથેના તેમના સતત જોડાણ બદલ ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ શિંઝો આબેને એક પ્રિય મિત્ર અને દુરંદેશી નેતા તરીકે યાદ કર્યા જેમણે ભારત-જાપાનના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે વારાણસીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે આબે મેમોરિયલ કોરિડોરનું ઉદ્ઘાટન એ ભારત-જાપાન મૈત્રીમાં શિંઝો આબેના ચિરસ્થાયી યોગદાન માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
“જાપાનના દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના પત્ની શ્રીમતી અકી આબે સાથે મુલાકાત કરીને આનંદ થયો. ભારત સાથેના તેમના સતત જોડાણનું ઊંડું મૂલ્ય છે.
આબે સાન એક પ્રિય મિત્ર અને દુરંદેશી નેતા હતા જેમણે ભારત-જાપાન સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ગઈકાલે વારાણસીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે આબે મેમોરિયલ કોરિડોરનું ઉદ્ઘાટન એ ભારત-જાપાન મૈત્રીમાં તેમના ચિરસ્થાયી યોગદાન માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે.
@akie_official”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2320960)
મુલાકાતી સંખ્યા : 6