માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ શિક્ષક દિવસ 2026 ના રોજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પોલિટેકનિકના 21 શિક્ષકો/ફેકલ્ટીઓને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ એનાયત કરશે
प्रविष्टि तिथि:
24 AUG 2026 3:49PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) અને પોલિટેકનિકના 21 શિક્ષકો/ફેકલ્ટીઓને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ (NAT) એનાયત કરશે.
આ વર્ષે, કેન્દ્રીય HEIs માંથી 12 શિક્ષકો/ફેકલ્ટીઓ, 3 સરકારી અને 2 ખાનગી કોલેજો સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાંથી 5, અને 2 સરકારી અને 2 ખાનગી પોલિટેકનિક સહિત પોલિટેકનિકમાંથી 4 શિક્ષકોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
NAT, 2026 માટે નામાંકનો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ - @www.awards.gov.in દ્વારા ઓનલાઇન મોડમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાં 'જન ભાગીદારી'ના ભાગરૂપે સ્વ-નામાંકન, સંસ્થાકીય અને સહકર્મી (peer) નામાંકન માટેની જોગવાઈઓ શામેલ હતી. 26 મે થી 20 જુલાઈ 2026 સુધી નામાંકનો આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ દ્રષ્ટાંતરૂપ શિક્ષકો/ફેકલ્ટી સભ્યોને એનાયત કરવામાં આવે છે અને પસંદગી તેમની કામગીરી પર આધારિત છે, જેનું મૂલ્યાંકન શિક્ષણ-શિક્ષણની અસરકારકતા, આઉટરીચ પ્રવૃત્તિઓ, સંશોધન અને ઇનોવેશન, અને પ્રાયોજિત સંશોધન/ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ/કન્સલ્ટન્સી ટીચિંગ સહિતના વિવિધ પરિમાણો સામે કરવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાની પ્રક્રિયા સામેલ છે:
(i) નામાંકિત વ્યક્તિઓના પ્રારંભિક શોર્ટલિસ્ટિંગ માટે પ્રિલિમિનરી સર્ચ-કમ સ્ક્રીનીંગ કમિટી દ્વારા મૂલ્યાંકન અને
(ii) જયૂરીની એક સમિતિ દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા નામાંકિતોમાંથી એવોર્ડ વિજેતાઓની પસંદગી.
વર્ષ 2023 માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ હેઠળ HEIs અને પોલિટેકનિક માટે એવોર્ડની બે શ્રેણીઓ શરૂ કરવામાં આવે. ત્યાં સુધી આ એવોર્ડ માત્ર શાળાના શિક્ષકોને જ આપવામાં આવતા હતા. શિક્ષણ ઇકોસિસ્ટમમાં ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિ કેળવવા માટે પુરસ્કારો અને માન્યતાઓ જેવા પ્રોત્સાહનો આપવા જોઈએ તેવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પરિકલ્પના સાથે સુસંગત થવા માટે આ એવોર્ડનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો.
એવોર્ડ વિજેતાઓની યાદી આ સાથે સામેલ છે.
રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ - 2026 - ઉચ્ચ શિક્ષણ વિભાગ
|
ક્રમ
|
નામ
|
સંસ્થા
|
વિષય/શાખા
|
જાતિ
|
|
1.
|
પ્રો. અવલોકિતા અગ્રવાલ
|
IIT રૂરકી, ઉત્તરાખંડ
|
સસ્ટેનેબલ આર્કિટેક્ચર એન્ડ બિલ્ટ એન્વાયર્નમેન્ટ
|
મહિલા
|
|
2.
|
પ્રો. કીર્તિ ચંદ્ર સાહૂ
|
IIT હૈદરાબાદ, તેલંગાણા
|
કેમિકલ એન્જિનિયરિંગ
|
પુરુષ
|
|
3.
|
પ્રો. વિનય ચામોલા
|
BITS પિલાની, રાજસ્થાન
|
ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
|
પુરુષ
|
|
4.
|
ડૉ. શ્રીકાંત ગોલ્લાપુડી
|
IIT ભુવનેશ્વર, ઓડિશા
|
મેટલર્જી અને મટિરીયલ્સ સાયન્સ
|
પુરુષ
|
|
5.
|
ડૉ. મિથુન રાધાકૃષ્ણ
|
IIT ગાંધીનગર, ગુજરાત
|
કેમિકલ એન્જિનિયરિંગ
|
પુરુષ
|
|
6.
|
પ્રો. સૌરવ દત્તા
|
IISER ભોપાલ, મધ્યપ્રદેશ
|
પ્લાન્ટ સાયન્સિસ
|
પુરુષ
|
|
7.
|
પ્રો. વિક્રમ વિશાલ
|
IIT બોમ્બે, મહારાષ્ટ્ર
|
અર્થ સાયન્સિસ
|
પુરુષ
|
|
8.
|
પ્રો. સરવૈયા જયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ
|
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત
|
ફોરેન્સિક ફાર્મસી અને ફૂડ ફોરેન્સિક્સ
|
પુરુષ
|
|
9.
|
પ્રો. શંકર પ્રસાદ રથ
|
IIT કાનપુર, ઉત્તર પ્રદેશ
|
કેમિકલ સાયન્સિસ
|
પુરુષ
|
|
10.
|
ડૉ. મનીષા નિગમ
|
હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, શ્રીનગર, ઉત્તરાખંડ
|
બાયોકેમિસ્ટ્રી
|
મહિલા
|
|
11.
|
ડૉ. અમર મોહનરાવ ટાકસાંડે
|
જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ (JNMC), વર્ધા, મહારાષ્ટ્ર
|
મેડિસિન્સ- પિડિયાટ્રિક્સ
|
પુરુષ
|
|
12.
|
ડૉ. અરૂણ બાબુ
|
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS), મંગલાગિરી, આંધ્રપ્રદેશ
|
મેડિસિન્સ- પિડિયાટ્રિક્સ
|
પુરુષ
|
|
13.
|
ડૉ. પુખરામબમ લીલાવતી દેવી
|
ડાન્સ એન્ડ મ્યુઝિક વિભાગ, મણિપુર યુનિવર્સિટી, ઇમ્ફાલ, મણિપુર
|
મણિપુરી ડાન્સ
|
મહિલા
|
|
14.
|
પ્રો. ડૉ. આશુતોષ મોહન
|
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), વારાણસી
|
મેનેજમેન્ટ
|
પુરુષ
|
|
15.
|
પ્રો. અંકુરન દત્તા
|
ગુવાહાટી યુનિવર્સિટી, ગુવાહાટી, અસમ
|
માસ કોમ્યુનિકેશન
|
પુરુષ
|
|
16.
|
સુશ્રી શિવાની વી.
|
કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટી, બેંગલોર
|
સંસ્કૃત
|
મહિલા
|
|
17.
|
પ્રો. રાજીવ ચૌધરી
|
પં. રવિશંકર શુક્લ યુનિવર્સિટી, રાયપુર, છત્તીસગઢ
|
ફિઝિકલ એજ્યુકેશન, યોગ એજ્યુકેશન
|
પુરુષ
|
|
18.
|
ડૉ. વિશ્વનાથ એચ. એસ.
|
એમ.ઈ.આઈ. પોલિટેકનિક, બેંગલોર, કર્ણાટક
|
સિવિલ એન્જિનિયરિંગ
|
પુરુષ
|
|
19.
|
ડૉ. શશિકલા એસ.
|
પીએસજી પોલિટેકનિક કોલેજ, કોઈમ્બતુર, તમિલનાડુ
|
ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
|
મહિલા
|
|
20.
|
ડૉ. કન્નન રાથિનમ
|
શક્તિ પોલિટેકનિક કોલેજ (સરકારી સહાયક), ઈરોડ, તમિલનાડુ
|
ફિઝિક્સ
|
પુરુષ
|
|
21.
|
ડૉ. સંદીપન પ્રહલાદ નરોટે
|
ગવર્નમેન્ટ પોલિટેકનિક, સોલાપુર, મહારાષ્ટ્ર
|
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન
|
પુરુષ
|
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2302719)
आगंतुक पटल : 19