પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત દ્વારા 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકમાં લોક-કેન્દ્રિત, અમલીકરણ-લક્ષી પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આહ્વાન કરવામાં આવ્યું


બ્રિક્સ (BRICS) જ્ઞાનના આદાન-પ્રદાન, ટેકનોલોજી સહયોગ અને મજબૂત સંસ્થાકીય ભાગીદારી દ્વારા સહયોગને ક્ષમતામાં રૂપાંતરિત કરી શકે છે: શ્રી ભૂપેન્દ્ર યાદવ

સમુદાયોને પાછળ છોડ્યા વિના મજબૂતીનું નિર્માણ કરવું, જવાબદારી સાથે નવીનતાને આગળ ધપાવવી અને વિકાસના કેન્દ્રમાં ટકાઉપણાંને રાખવું મહત્વપૂર્ણ છે: કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

સંયુક્ત મંત્રી સ્તરીય નિવેદનને સર્વાનુમતે સ્વીકારવા અને ચાર નોલેજ કોમ્પેન્ડિયમ્સના લોન્ચિંગ સાથે 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક સંપન્ન થઈ

प्रविष्टि तिथि: 18 AUG 2026 3:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હી ખાતે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ આયોજિત 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિ મંડળોના વડાઓનું સ્વાગત કર્યું હતું.

 

પોતાનું મુખ્ય સંબોધમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે ભારતની અધ્યક્ષતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગ્લોબલ સાઉથની ચિંતાઓને એજન્ડામાં અગ્રસ્થાને રાખવા અને લોક-કેન્દ્રિત અભિગમ તથા "માનવતા પ્રથમ" ની ભાવના સાથે બ્રિક્સને “બિલ્ડિંગ રિસિલિયન્સ એન્ડ ઇનોવેશન ફોર કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી” તરીકે પુનઃવ્યાખ્યાયિત કરવાના વિઝનથી પ્રેરિત છે.

શ્રી યાદવે આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાનું નુકસાન, પ્રદૂષણ અને આપત્તિના જોખમોના વધતા વૈશ્વિક પર્યાવરણીય પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જંગલની આગ અટકાવવા, સજ્જતા, પ્રારંભિક ચેતવણી, પ્રતિભાવ અને આગ પછીના પુનઃસ્થાપન પર વધુ મજબૂત બ્રિક્સ સહયોગ માટે આહ્વાન કર્યું હતું, સાથે જ ક્લાઈમેટ ફાઇનાન્સ, અનુકૂલન (એડેપ્ટેશન) અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભારતના અભિગમ પર ભાર મૂકતા મંત્રીશ્રીએ મિશન લાઈફ (Mission LiFE) અને 'એક પેડ મા કે નામ' નું ઉદાહરણ આપતા કહ્યું કે "પર્યાવરણીય પુનઃસ્થાપના અને માનવ વિકાસ એકસાથે આગળ વધી શકે છે". તેમણે પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને એકસાથે લાવવા આહ્વાન કર્યું જેથી ઉકેલો વૈજ્ઞાનિક રીતે મજબૂત, સ્થાનિક રીતે સુસંગત અને સામાજિક રીતે સર્વસમાવેશી હોય. મંત્રીશ્રીએ જણાવ્યું કે 2031-2035 માટે ભારતનું નવું નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રિબ્યુશન (NDC) સમાવેશી વિકાસ અને ઊર્જા સુરક્ષાને ટેકો આપતી વખતે આબોહવા પ્રવૃત્તિઓને આગળ ધપાવવાની કટિબદ્ધતાને દર્શાવે છે.

મંત્રીશ્રીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાની ચાર પ્રાથમિકતાઓ રેખાંકિત કરી:

  • ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું
  • વનીકરણ, દાવાનળ વ્યવસ્થાપન અને આપત્તિ મજબૂતી
  • સર્ક્યુલર ઇકોનોમી
  • અનુકૂલન (એડેપ્ટેશન)

તેમણે કહ્યું કે પર્યાવરણીય પ્રવૃત્તિઓ લોક-કેન્દ્રિત, ટકાઉ, અમલીકરણ અથવા ક્રિયા-લક્ષી અને વિકાસશીલ દેશોની વાસ્તવિકતાઓને પ્રતિસાદ આપનારી હોવી જોઈએ. શ્રી યાદવે ઉમેર્યું કે બ્રિક્સ જ્ઞાન નેટવર્ક્સ, તકનીકી આદાન-પ્રદાન, તાલીમ, ટેકનોલોજી સહયોગ અને મજબૂત સંસ્થાકીય ભાગીદારી દ્વારા "સહયોગને સામૂહિક અને સહકારી ક્ષમતામાં રૂપાંતરિત" કરી શકે છે.

12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક સંયુક્ત મંત્રી સ્તરીય નિવેદન (JMS) ને સર્વાનુમતે સ્વીકારવા અને ચાર નોલેજ કોમ્પેન્ડિયમના લોન્ચ સાથે સંપન્ન થઈ હતી. JMS માં નીચે મુજબના ચાર પરિણામ દસ્તાવેજો (Outcome Documents) શામેલ છે:

  • ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) - ટકાઉ જીવનશૈલીમાં જ્ઞાનના આદાન-પ્રદાન, સંશોધન અને નવીનતાને આગળ ધપાવવા માટે બ્રિક્સ સંસ્થાઓનું નેટવર્ક
  • રણનીકરણ સામે લડવા, ટકાઉ જમીન સંચાલન અને ઇકોસિસ્ટમ મજબૂતી માટે સંકલિત લેન્ડસ્કેપ સંચાલન માટેના બ્રિક્સ સિદ્ધાંતો
  • સમગ્ર બ્રિક્સમાં વન અગ્નિ સજ્જતા અને પ્રતિભાવ માટે સામાન્ય સમજણ
  • પરંપરાગત જ્ઞાન પર આધારિત લોક-કેન્દ્રિત અને સમુદાય-આધારિત અનુકૂલન દ્વારા આબોહવા મજબૂતી આગળ ધપાવવા માટેના બ્રિક્સ સિદ્ધાંતો

આ બેઠક દરમિયાન પેનલ ચર્ચાઓ અને સાઇડ ઇવેન્ટ્સ પણ યોજાઈ હતી:

  • આબોહવા પરિવર્તન પર બ્રિક્સ ઉચ્ચ-સ્તરીય સંવાદ - લોક-કેન્દ્રિત, સમુદાય-આધારિત અનુકૂલન: પરંપરાગત જ્ઞાન અને સ્થાનિક પદ્ધતિઓને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાંકળીને આબોહવા અનુકૂલનને આગળ વધારવું.
  • સંકલિત લેન્ડસ્કેપ-આધારિત ગ્રીનિંગ - મજબૂત લેન્ડસ્કેપ્સ અને ટકાઉ વિકાસ માટે બ્રિક્સ અનુભવોનું આદાન-પ્રદાન: સફળ લેન્ડસ્કેપ પુનઃસ્થાપના પહેલોનું પ્રદર્શન કરવું.

આ પ્રસંગે MoEFCC દ્વારા ડિજિટલ અને ઇન્ટરેક્ટિવ મિશન લાઈફ પેવેલિયન ઊભું કરવામાં આવ્યું હતું, જેણે ઇમર્સિવ ગેમિંગ અને ટેકનોલોજી દ્વારા ભારતના પ્રયાસોનો 360-ડિગ્રી અનુભવ પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત, ભારતીય કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2300848) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam , English , Urdu , Bengali , Bengali-TR , Telugu