ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
યુઆઈડીએઆઈની ખાસ ઝુંબેશ હેઠળ શાળાના બાળકો માટે 2 કરોડથી વધુ મિડેટરી બાયોમેટ્રિક અપડેટ્સ પૂર્ણ: દેશભરની આશરે 1.6 લાખ શાળાઓ આવરી લેવાઈ
આ પહેલના ભાગરૂપે, 5 થી 17 વર્ષની વયના બાળકો માટે MBU ની સેવા 30 સપ્ટેમ્બર 2026 સુધી મફત ઉપલબ્ધ છે
प्रविष्टि तिथि:
18 AUG 2026 2:36PM by PIB Ahmedabad
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ શાળાના બાળકો માટે મિડેટરી બાયોમેટ્રિક અપડેટ્સ (MBU) માટેના તેના દેશવ્યાપી મિશન-મોડ અભિયાનમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસિલ કરી છે, જેણે દેશભરમાં શાળાના બાળકો માટે 2 કરોડ (20 મિલિયન) થી વધુ MBU પૂર્ણ કર્યા છે.
આ પહેલ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) સાથે UIDAI ના તકનીકી એકીકરણ દ્વારા શક્ય બની છે, જે શાળાઓમાં બાળકોની MBU સ્થિતિ દર્શાવે છે.
સપ્ટેમ્બર 2025 માં શરૂ કરાયેલી આ વિશેષ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં 1.56 લાખથી વધુ શાળાઓને આવરી લેવામાં આવી છે, જેનાથી શાળા સ્તરે આયોજિત વિશેષ કેમ્પ અને UIDAI તથા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ વિભાગોના સંકલિત પ્રયાસો દ્વારા બાળકો સરળતાથી તેમના બાયોમેટ્રિક અપડેટ્સ પૂર્ણ કરી શક્યા છે. આનાથી આ સેવા સીધી શાળાઓ સુધી પહોંચી છે અને કરોડો વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા વધુ સુલભ અને અનુકૂળ બની છે.
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની નોંધણી સમયે માત્ર વસ્તી વિષયક (ડેમોગ્રાફિક) માહિતી અને ફોટોગ્રાફ લેવામાં આવે છે, જ્યારે તે ઉંમરે બાયોમેટ્રિક્સ સંપૂર્ણપણે વિકસિત ન હોવાને કારણે આંગળીઓના નિશાન અને આંખની કીકી બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી. MBU એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે બાળકનું પ્રોફાઈલ અધતન બાયોમેટ્રિક માહિતી ધરાવે છે.
જ્યારે બાળક 5 વર્ષની ઉંમરે પહોંચે અને ફરીથી 15 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે MBU કરાવવું જરૂરી છે. સમયસર અપડેટ કરવાથી બાળકના અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણ તેમજ વિવિધ સરકારી સેવાઓ અને લાભો મેળવવામાં સરળતા રહે છે.
સમયસર અપડેટને પ્રોત્સાહિત કરવા અને આ સેવાને વધુ સુલભ બનાવવા માટે, UIDAI એ 1 ઓક્ટોબર 2025 થી એક વર્ષના સમયગાળા માટે 7-15 વર્ષની વયજૂથના બાળકો માટે MBU ફી માફ કરી હતી. જ્યારે 5-7 વર્ષ અને 15-17 વર્ષની વયજૂથના બાળકો માટે MBU પહેલેથી જ મફત છે. તેથી, તાંત્રિક રીતે 5 થી 17 વર્ષની વય વચ્ચેનું MBU હવે 30 સપ્ટેમ્બર 2026 સુધી મફત છે.
MBU ન કરાવવાથી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભો મેળવતી વખતે અથવા NEET, JEE, CUET જેવી સ્પર્ધાત્મક અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં નોંધણી વખતે ચકાસણી પ્રક્રિયામાં મુશ્કેલીઓ આવી શકે છે. UIDAI માતાપિતા અને વાલીઓને તેમના બાળકો માટે આ જરૂરી બાયોમેટ્રિક અપડેટ ઝડપથી પૂર્ણ કરવા વિનંતી કરી રહ્યું છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2300816)
आगंतुक पटल : 14