પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિવર્તનના 12 વર્ષ: પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો
प्रविष्टि तिथि:
15 AUG 2026 1:18PM by PIB Ahmedabad
પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્પાદન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સુવિધાઓ, ઊર્જા સુરક્ષા, યુવા સશક્તિકરણ, નવીનતા, સામાજિક સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની રૂપરેખા આપતા છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં આવેલા પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો નીચે મુજબ છે:
- ઉત્પાદન: વ્યાપ અને આત્મનિર્ભરતા
છેલ્લા 12 વર્ષોમાં:
સંરક્ષણ ઉત્પાદનમાં લગભગ 4 ગણો વધારો થયો છે.
ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનમાં લગભગ 5 ગણો વધારો થયો છે.
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં લગભગ 7 ગણો વધારો થયો છે.
આધુનિક રેલવે કોચના ઉત્પાદનમાં 21 ગણો વધારો થયો છે.
મોબાઈલ ફોનના ઉત્પાદનમાં 35 ગણો વધારો થયો છે.
- ડિજિટલ ઇન્ડિયા અને ઇનોવેશન
પ્રધાનમંત્રીએ ભારતના ડિજિટલ અને ઇનોવેશન નિવસનતંત્રના ઝડપી વિસ્તાર પર પ્રકાશ પાડ્યો:
ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં (consumers) લગભગ 4 ગણો વધારો થયો છે.
પેટન્ટ મંજૂરીઓમાં (grants) 4 ગણો વધારો થયો છે.
ડિજિટલ વ્યવહારોમાં (transactions) લગભગ 100 ગણો વધારો થયો છે.
ભારતે નોંધપાત્ર રીતે મોટું ડિજિટલ અને ઇનોવેશન નિવસનતંત્ર બનાવ્યું છે.
- મૂળભૂત સુવિધાઓની ઝડપી પહોંચ
પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકો સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાની ઝડપી ગતિ પર પ્રકાશ પાડ્યો:
નળથી જળ જોડાણો (Tap-water connections) વાર્ષિક સરેરાશ લગભગ 15 ગણી ઝડપી ગતિએ પૂરા પાડવામાં આવ્યા છે.
LPG જોડાણો વાર્ષિક સરેરાશ લગભગ 6 ગણી ઝડપી ગતિએ પૂરા પાડવામાં આવ્યા છે.
ગરીબો માટે શૌચાલયોનું નિર્માણ વાર્ષિક સરેરાશ લગભગ 4 ગણી ઝડપી ગતિએ કરવામાં આવ્યું છે.
ગરીબો માટે પાકા મકાનો વાર્ષિક સરેરાશ લગભગ 3 ગણી ઝડપી ગતિએ પૂરા પાડવામાં આવ્યા છે.
સેંકડો જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ કરવામાં આવ્યા છે.
મેટ્રો સિસ્ટમ સહિતનું આધુનિક જાહેર પરિવહન વધુ કેટલાક શહેરો સુધી પહોંચ્યું છે.
- સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ
પ્રધાનમંત્રીએ દેશમાં સેમિકન્ડક્ટર ક્ષમતાઓના નિર્માણમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો:
ભારતમાં અગાઉ કોઈ મોટો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નહોતો.
હવે ભારતમાં એક સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે.
ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
ભારતે ચિપ્સની નિકાસ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
- ક્રિટિકલ મિનરલ્સની સુરક્ષા
ઉભરતી તકનીકો માટે ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) ના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં ભારતની ક્ષમતાઓને મજબૂત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાંનો ઉલ્લેખ કર્યો:
નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કરવામાં આવ્યું છે.
બજેટમાં ક્રિટિકલ મિનરલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે.
ક્રિટિકલ મિનરલ્સના પુરવઠા માટે અનેક દેશો સાથે કરારો કરવામાં આવ્યા છે.
- ઊર્જા સુરક્ષાને મજબૂત કરવી
પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે ઊર્જા સુરક્ષા એ એક આવશ્યક શરત છે, ખાસ કરીને જ્યારે ચિપ્સ, AI અને ડેટા સેન્ટર્સ જેવી ટેકનોલોજી માટે પુષ્કળ પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે.
અણુ ઊર્જાની ભૂમિકાને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો:
શાંતિ (SHANTI) એક્ટ અણુ ઊર્જા ક્ષેત્રે એક મોટો સુધારો છે.
ભારતે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પાર કર્યો છે.
અણુ બળતણમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં આ ટેકનોલોજીની મોટી ભૂમિકા ભજવવાની ક્ષમતા છે.
- તેલ અને ગેસ સંશોધન (Exploration) નો વિસ્તાર
પ્રધાનમંત્રીએ ઓફશોર એક્સપ્લોરેશન પ્રત્યે ભારતના અભિગમમાં આવેલા ફેરફાર પર પ્રકાશ પાડ્યો:
ભારતનો લગભગ 99% ઓફશોર વિસ્તાર અગાઉ 'નો-ગો એરિયા' (No-Go Area) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.
હવે અભિગમ 'નો-ગો એરિયા' થી બદલીને 'ગો અહેડ એરિયા' (Go Ahead Area) કરવામાં આવ્યો છે.
અગાઉ પ્રતિબંધિત વિસ્તારોને સંશોધન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
આનાથી તેલ અને ગેસના નવીન અનામતો (reserves) ની શોધની શક્યતાઓ ઊભી થઈ છે.
- ઊર્જા વૈવિધ્યકરણ (Diversification)
પ્રધાનમંત્રીએ ઊર્જાના વિવિધ સ્ત્રોતોમાં ઝડપી વિસ્તાર પર પ્રકાશ પાડ્યો.
સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન
2014: 70 થી ઓછા શહેરોમાં ઉપલબ્ધ.
આજે: લગભગ 700 શહેરોમાં ઉપલબ્ધ.
પાઇપ્ડ કુકિંગ ગેસ
2014: લગભગ 20-22 લાખ ઘરો.
આજે: લગભગ 1.75 કરોડ ઘરો.
સોલર એનર્જી
2014: લગભગ 2 GW.
આજે: લગભગ 160 GW.
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના
આ યોજના 50 લાખથી વધુ ઘરો સુધી પહોંચી ગઈ છે.
લાખો પરિવારોને ઓછા અથવા શૂન્ય વીજ બિલ દ્વારા લાભ થઈ રહ્યો છે.
પરિવારો વધારાની વીજળી વેચીને કમાણી પણ કરી શકે છે.
પરિવાર દીઠ લગભગ ₹80,000 સુધીની સહાય ઉપલબ્ધ છે.
- રેલવે: ઇલેક્ટ્રિફિકેશન અને ભાવિ ઇંધણ
પ્રધાનમંત્રીએ ભારતીય રેલવેના રૂપાંતરણ પર પ્રકાશ પાડ્યો:
2014 માં, લગભગ 90 વર્ષ પછી પણ, રેલવે નેટવર્કના માત્ર 30% ભાગનું જ ઇલેક્ટ્રિફિકેશન થયું હતું.
આજે, ભારતીય રેલવે લગભગ સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધી ગઈ છે.
ભારતે તેની પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા હાઇડ્રોજન ટ્રેન પર કામ શરૂ કરી દીધું છે.
તેને વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન તરીકે વિકસાવવામાં આવી રહી છે.
- વૈશ્વિક કટોકટી દરમિયાન ભારતની દૃઢતા
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 10-12 વર્ષોમાં નિર્માણ પામેલી ક્ષમતાઓનું પરીક્ષણ આ દરમિયાન થયું હતું:
કોવિડ-19 મહામારી.
રશિયા-યુક્રેન યુદ્ધ.
પશ્ચિમ એશિયામાં સંઘર્ષો.
- ખેડૂતો માટે પોસાય તેવા ભાવે ખાતર
મોંઘા વૈશ્વિક ખાતરના ભાવથી ખેડૂતોને બચાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે:
યૂરિયા: આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણ દીઠ અંદાજે ₹3,000; ભારતીય ખેડૂતોને તે ₹300 થી ઓછા ભાવે મળે છે.
DAP: આંતરરાષ્ટ્રીય સ્તરે ₹5,000 થી વધુ; ભારતીય ખેડૂતોને તે ₹1,350 માં મળે છે.
- વેપાર અને નિકાસની તકો
પ્રધાનમંત્રીએ ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો માટે ઉભી થઈ રહેલી નવી તકો પર પ્રકાશ પાડ્યો:
2014 થી, ભારતે લગભગ 40 દેશો સાથે FTA (મુક્ત વેપાર કરાર) કર્યા છે.
કૃષિ, મત્સ્યઉદ્યોગ, MSME, ટેક્સટાઇલ અને અન્ય નિકાસ ક્ષેત્રો માટે નવી તકો ખુલી છે.
- વિકસિત ભારતના કેન્દ્રમાં યુવા શક્તિ
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં ભારતના યુવાનોની મોટી ભૂમિકા છે અને તેમના માટે ખુલેલા નવા માર્ગો પર પ્રકાશ પાડ્યો હતો:
સ્ટાર્ટઅપ ઇન્ડિયા: નવીનતા અને ઉદ્યોગસાહસિકતા માટેના નવા માર્ગો.
₹1 લાખ કરોડનું રિસર્ચ ફંડ: યુવા સંશોધકો માટે નવી તકો.
ડિજિટલ ઇન્ડિયા: પોસાય તેવા ડેટા દ્વારા સશક્તિકરણ.
સ્કિલ ઇન્ડિયા: રાષ્ટ્રીય કૌશલ્ય નિવસનતંત્ર.
સ્પેસ સેક્ટર: ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.
નેશનલ ડ્રોન પોલિસી: યુવા સાહસિકો અને નવતર વિચારકો માટે નવી તકો.
ખેલો ઇન્ડિયા: મજબૂત રમતગમત નિવસનતંત્ર.
- શિક્ષણ અને ઇનોવેશન
પ્રધાનમંત્રીએ શૈક્ષણિક અને નવીનતાની તકોના વિસ્તાર પર પ્રકાશ પાડ્યો:
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020: 35 વર્ષના અંતરાલ પછી રજૂ કરવામાં આવી.
યુનિવર્સિટીઓ: 2004-2014 દરમિયાન 350 થી ઓછી હતી; તેના પછીના દાયકામાં આશરે 650 નવી યુનિવર્સિટીઓ ઉમેરાઈ.
મેડિકલ કોલેજો: 2014 પહેલા 400 થી ઓછી હતી; આજે આશરે 850 છે.
શાળાઓમાં 10,000 થી વધુ અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપવામાં આવી છે.
નાની ઉંમરથી જ ટેકનોલોજી અને ઇનોવેશન માનસિકતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- સ્ટાર્ટઅપ્સ, સ્પેસ અને AI
પ્રધાનમંત્રીએ ભારતની વધતી જતી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડ્યો:
એક ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપે મેડ-ઇન-ઇન્ડિયા રોકેટ લોન્ચ કર્યું છે.
ભારતમાં હવે લગભગ 2.5 લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે.
AI યુવા ભારતીયો માટે નવી તકો ઊભી કરી રહ્યું છે.
ભારતે આ વર્ષે AI ઈમ્પેક્ટ સમિટનું આયોજન કર્યું હતું.
- નવા ક્ષેત્રો અને નવી તકો
બાયોઇકોનોમી
2014: લગભગ ₹60,000 કરોડ.
આજે: લગભગ ₹20 લાખ કરોડ.
આ વિસ્તાર નવી રોજગારી અને ઉદ્યોગસાહસિક તકો ઊભી કરી રહ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનો
છેલ્લા દાયકાના અંત સુધી: વાર્ષિક આશરે 1.5 લાખ EV વેચાયા હતા.
ગયા વર્ષે: આશરે 25 લાખ EV વેચાયા.
એવિએશન (નાગરિક ઉડ્ડયન)
નવા એરપોર્ટ અને હવાઈ માર્ગો રોજગારી ઊભી કરી રહ્યા છે.
MRO નવી તકો ખોલી રહ્યું છે.
ભારત મેડ-ઇન-ઇન્ડિયા એરક્રાફ્ટ ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે.
મેડ-ઇન-ઇન્ડિયા C-295 ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે તેની ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
- સ્વામિત્વ (SVAMITVA) દ્વારા ગ્રામીણ સશક્તિકરણ
પ્રધાનમંત્રીએ સ્વામિત્વ પહેલની અસર પર પ્રકાશ પાડ્યો:
લગભગ 3.25 કરોડ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે ₹140 લાખ કરોડની આર્થિક ક્ષમતા અનાવૃત (unlocked) થઈ છે.
મિલકતના રેકોર્ડ ગ્રામજનોને તેમની મિલકત સામે બેંક લોન મેળવવા માટે સક્ષમ બનાવી રહ્યા છે.
ગ્રામીણ રોજગાર, સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટેના નવા માર્ગો ખુલી ગયા છે.
- સંરક્ષણ નિકાસમાં વૃદ્ધિ
પ્રધાનમંત્રીએ ભારતના સંરક્ષણ નિકાસના વિસ્તાર પર પ્રકાશ પાડ્યો:
સંરક્ષણ નિકાસમાં 50 ગણાથી વધુનો વધારો થયો છે.
ભારતીય સંરક્ષણ સાધનો હવે લગભગ 100 દેશોમાં નિકાસ થાય છે.
- મહિલા નેતૃત્વ હેઠળનો વિકાસ: લખપતિ દીદી
ભારતના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા:
3 કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે.
સામાન્ય, દલિત, પછાત અને આદિવાસી પરિવારોની મહિલાઓ લખપતિ દીદી બની છે.
- સામાજિક સુરક્ષાનો વિસ્તાર
પ્રધાનમંત્રીએ સામાજિક સુરક્ષા કવરેજના વિસ્તાર પર પ્રકાશ પાડ્યો:
2014 પહેલાં, આશરે 25 કરોડ લોકો સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
આજે, લગભગ 100 કરોડ ભારતીયો કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
- આયુષ્માન ભારત
પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત દ્વારા પરિવારોને મળેલી નાણાકીય રાહત પર પ્રકાશ પાડ્યો:
લાભાર્થી પરિવારોએ તબીબી ખર્ચમાં અંદાજે ₹2 લાખ કરોડનો બચાવ કર્યો છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2299872)
आगंतुक पटल : 16