પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ હાથી દિવસ 2026 પર ભારતે હાથી સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો


હાથીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો અર્થ આપણા જંગલો, જૈવવિવિધતા અને પર્યાવરણીય વારસાને સુરક્ષિત કરવાનો છે: શ્રી ભૂપેન્દ્ર યાદવ

प्रविष्टि तिथि: 12 AUG 2026 11:19AM by PIB Ahmedabad

વિશ્વ હાથી દિવસ 2026ના અવસરે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે હાથીઓ અને માનવજાતના સહઅસ્તિત્વપૂર્ણ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, મંત્રીશ્રીએ નોંધ્યું હતું કે ભારત 14 રાજ્યોમાં 33  હાથી અનામત ક્ષેત્રો અને 150 વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલા એલિફન્ટ કોરિડોર ધરાવે છે. શ્રી યાદવે જણાવ્યું હતું કે અદ્યતન વસ્તી મોનિટરિંગ અને મજબૂત પગલાં માનવ-હાથી સંઘર્ષને ઘટાડશે અને હાથી સંરક્ષણને મજબૂત બનાવશે.


 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે આપણે હાથીઓના ભવિષ્યને સુરક્ષિત કરીએ છીએ, ત્યારે આપણે આપણા જંગલો, જૈવવિવિધતા અને નિવસનતંત્રીય વારસાને સુરક્ષિત કરીએ છીએ". મંત્રીશ્રીએ આવનારી પેઢીઓ સુધી હાથીઓ ભારતના જંગલો અને કુદરતી વિસ્તારોમાં મુક્તપણે ફરી શકે તે માટે જરૂરી પગલાં લેવાનું આહ્વાન કર્યું હતું.

આ અવસરે, સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે ભારત પૃથ્વી પરના સૌથી સમૃદ્ધ અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સમાંથી એકનું ઘર છે. શ્રી સિંહે કહ્યું કે વિશ્વના લગભગ 60 ટકા જંગલી એશિયાઈ હાથીઓ ભારતમાં રહે છે, જે તેમને દેશના નિવસનતંત્રીય વારસાનું જીવંત પ્રતીક બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના હાથી અભયારણ્યો વન્યજીવ સંરક્ષણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.


 

શ્રી કીર્તિ વર્ધન સિંહે ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ તરીકે હાથીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. શ્રી સિંહે કહ્યું કે જેમ જેમ હાથીઓ દૂર સુધી વિસ્તરે છે, તેમ તેઓ લાંબા અંતર સુધી બીજ ફેલાવે છે, જે નવા છોડને જન્મ આપે છે અને હાથીનું દરેક પગલું કુદરતને સંતુલનમાં રાખવામાં મદદ કરે છે. તેમણે આ સૌમ્ય ગજરાજના રક્ષણ અને સંરક્ષણ માટે સહુને એક થવા માટે આહ્વાન કર્યું હતું.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2298059) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam