નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાએ 50 લાખથી વધુ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનનો સીમાચિહ્નરેકોર્ડ હાસિલ કર્યો
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના દર છ દિવસે એક લાખ લાભાર્થી પરિવારોને જોડે છે
જુલાઈ 2026માં યોજના હેઠળ સૌથી વધુ માસિક રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન નોંધાયા
લગભગ 19 લાખ પરિવારો હવે ઝીરો એજ્યુકેશન/વીજળી બિલ મેળવી રહ્યા છે; અત્યાર સુધીમાં 14.8 GW રૂફટોપ સોલર ક્ષમતા કાર્યરત કરવામાં આવી
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ 25,000 થી વધુ કેન્દ્ર સરકારના ભવનો સોલરાઇઝ્ડ કરાયા
प्रविष्टि तिथि:
04 AUG 2026 2:26PM by PIB Ahmedabad
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાએ દેશભરમાં 50.06 લાખથી વધુ પરિવારો હવે રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનથી લાભાનવિત થવાની સાથે એક સીમાચિહ્નરેકોર્ડ પાર કર્યો છે.
તેના લોન્ચિંગના માત્ર બે વર્ષથી વધુ સમયગાળામાં પ્રાપ્ત કરાયેલી આ સિદ્ધિ અગાઉના દસ વર્ષો દરમિયાન નોંધાયેલા 7.94 લાખ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનની સરખામણીમાં નોંધપાત્ર ઝડપ દર્શાવે છે. તે ₹75,021 કરોડના ખર્ચ સાથે વિશ્વના સૌથી મોટા રૂફટોપ સોલર પ્રોગ્રામના ઝડપી અમલીકરણને પ્રતિબિંબિત કરે છે. પીએમ સૂર્ય ઘર: મફત બીજલી યોજના એ નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય હેઠળ ભારત સરકારની ફ્લેગશિપ રૂફટોપ સોલર યોજના છે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આ યોજના આજે દર છ દિવસે 1 લાખ પરિવારોને લાભ પહોંચાડી રહી છે, જે તેને વિશ્વમાં ગમે ત્યાં સૌથી ઝડપથી વિકસતા ક્લીન એનર્જી પ્રોગ્રામ્સમાંથી એક બનાવે છે. ઇન્સ્ટોલેશનની ગતિ છેલ્લા નવ મહિનામાં 3.2 ગણી વધી છે, જે ઓક્ટોબર 2025માં પ્રતિદિન 5,038 ઇન્સ્ટોલેશનથી વધીને જુલાઈ 2026માં પ્રતિદિન લગભગ 16,328 ઇન્સ્ટોલેશન થઈ ગઈ છે.
માત્ર જુલાઈ 2026માં જ 5.06 લાખ પરિવારો લાભ થયો હોવાનું નોંધાયુ છે, જે યોજના શરૂ થયા પછીનો સૌથી વધુ માસિક આંકડો છે.
આ ગતિને સમર્થન આપવા માટે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓને સીધા રૂ. 28,024 કરોડની સબસિડી મુક્ત કરવામાં આવી છે. પરિણામે, લગભગ 19 લાખ પરિવારો હવે ઝીરો વીજળી બિલ મેળવી રહ્યા છે, જેનાથી પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થયો છે. નાણાકીય વર્ષ 2024-25માં 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળીના વેચાણ દ્વારા રૂ. 421 કરોડ કમાયા છે, જે ગ્રીડમાં પાછી વીજળી નિકાસ કરતા પરિવારો માટે પ્રતિ વર્ષ પરિવાર દીઠ આશરે રૂ. 3,500ની વધારાની આવકમાં પરિણમે છે.
યુટિલિટી લેડ એગ્રીગેશન મોડેલ હેઠળ, 4 રાજ્યોમાં PMAY, BPL અને SC/ST પરિવારો માટે 1.6 લાખ ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યા છે, અને 12 રાજ્યોમાં આ મોડેલ રોલઆઉટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ મોડેલ ઓછી આવક ધરાવતા પરિવારોને રૂફટોપ સોલર મેળવવા માટે સક્ષમ બનાવી રહ્યું છે અને સાથે રાજ્યોને તેમના ટેરિફ સબસિડી બોજને ઘટાડવામાં મદદ કરી રહ્યું છે. રેપો રેટ પ્લસ 50 બેસિસ પોઈન્ટ્સ પર બેન્ચમાર્ક કરાયેલી 5.75 ટકાના રાહત દરે લોન 21.87 લાખ અરજદારો માટે મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 17.5 લાખ ઇન્સ્ટોલેશન લોન ફાઇનાન્સિંગ દ્વારા પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે, જેમાં જન સમર્થ એકીકરણ પેપરલેસ લોન પ્રોસેસિંગને સક્ષમ બનાવે છે.
આ યોજનાએ એક વ્યાપક વેન્ડર અને રોજગાર ઇકોસિસ્ટમ પણ બનાવી છે, જેમાં 34,219 નોંધાયેલા વેન્ડર્સ છે, જેમાંથી 29,469 સક્રિય છે, જે દેશભરમાં કાર્યરત છે. રૂફટોપ સોલર વેલ્યુ ચેઇનને સપોર્ટ કરતા ક્ષમતા વર્ધક કાર્યક્રમો હેઠળ 2.32 લાખથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. સંચિત રીતે, યોજના હેઠળ અત્યાર સુધીમાં 14.8 GW રૂફટોપ સોલર ક્ષમતા કાર્યરત કરવામાં આવી છે.
આ યોજના અરજીથી લઈને સબસિડી રિલીઝ સુધી 100 ટકા ઓનલાઈન, એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રક્રિયા પર ચાલે છે, જેમાં ગ્રાહકો પાસેથી કોઈ ભૌતિક કાગળ કે ઓફિસ મુલાકાતની જરૂર નથી. આ પેપરલેસ લોન માટે જન સમર્થ એકીકરણ, 15 દિવસની અંદર સબસિડી મુક્ત કરવા માટે PFMS એકીકરણ, સીમલેસ પ્રોસેસિંગ માટે 80 થી વધુ ડિસ્કોમ્સ સાથે API એકીકરણ, નેશનલ પોર્ટલ દ્વારા ડિજિટલ નેટ મીટરિંગ એગ્રીમેન્ટ અને ગ્રાહકોને દેખાતી સ્ટાર રેટિંગ ઓફર કરતી વેન્ડર રેટિંગ ફ્રેમવર્ક દ્વારા સક્ષમ કરવામાં આવ્યું છે. DCR પોર્ટલ સાથેનું એકીકરણ સ્થાનિક સામગ્રી પાલનને સુનિશ્ચિત કરે છે.
સોલર કરવાની સરળતાના મોરચે, 10 kW સુધીના રૂફટોપ સોલર માટે ડીમ્ડ મંજૂરી અને ફિઝિબિલિટી વેવર રજૂ કરવામાં આવ્યું છે, અને 32 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ રૂફટોપ સોલર માટે અરજી અને નેટ મીટરિંગ શુલ્ક નાબૂદ કર્યા છે. ડિસ્કોમ્સને પ્રોત્સાહન તરીકે રૂ. 3,807.6 કરોડ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આશરે રૂ. 104 કરોડ મુક્ત કરવામાં આવ્યા છે. 46 શહેરોમાં સિટી એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, અને વેન્ડર જવાબદારી ફ્રેમવર્ક હેઠળ આશરે 23,000 થર્ડ પાર્ટી ક્વોલિટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રાલયોએ 1,418 MW ની ક્ષમતા ધરાવતી લગભગ 41,542 શક્ય સરકારી ઇમારતોની ઓળખ કરી છે, જેમાંથી 872 MW ધરાવતી 25,255 ઇમારતો પહેલેથી જ સોલરાઇઝ્ડ કરવામાં આવી છે. રાજ્યોએ 4,400 MW ની ક્ષમતા ધરાવતી લગભગ 3,20,000 શક્ય સરકારી ઇમારતોની ઓળખ કરી છે, જેમાંથી 1,450 MW ધરાવતી 81,329 ઇમારતો પહેલેથી જ સોલરાઇઝ્ડ કરાઇ છે. એકંદરે, અત્યાર સુધીમાં 1.06 લાખ સરકારી ભવનો સોલરાઇઝ્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સોલરાઇઝેશન પ્રોજેક્ટ્સમાં ચુકવણીના જોખમને ઘટાડીને અને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરીને RESCO બિડર્સને પ્રોત્સાહિત કરવા માટે પેમેન્ટ સિક્યોરિટી મેકેનિઝમ પણ રજૂ કરવામાં આવ્યું છે.
50 લાખથી વધુ પરિવારો હવે લાભ મેળવી રહ્યા છે અને ઇન્સ્ટોલેશન સતત ઝડપી બની રહ્યા છે, ત્યારે પીએમ સૂર્ય ઘર: મફત બીજલી યોજના ભારતીય પરિવારો માટે ઊર્જા સુરક્ષા અને ઊર્જા સ્વાયત્તતાના જોડિયા લક્ષ્યોને આગળ ધપાવવાની સાથે વિકેન્દ્રિત, નાગરિક સંચાલિત ક્લીન એનર્જી અપનાવવામાં વૈશ્વિક લીડર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરી રહી છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2294219)
आगंतुक पटल : 25