આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
કેબિનેટે કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ત્રણ જિલ્લાઓને આવરી લેતા એક મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 46 કિમીનો વધારો કરશે
પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,264 કરોડ છે અને તે 2028-29 સુધીમાં પૂર્ણ થશે
प्रविष्टि तिथि:
24 JUL 2026 4:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં બલ્લારી - ગુંટકલ સેક્શનની ત્રીજી અને ચોથી લાઇનને કુલ ₹1,264 કરોડ (અંદાજે) ના ખર્ચે મંજૂરી આપી છે.
સંકલિત આયોજન અને ભાગીદારો સાથેના પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોના 03 જિલ્લાઓને આવરી લેતો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 46 કિમીનો વધારો કરશે.
પ્રસ્તાવિત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ લગભગ સાત લાખની વસ્તી ધરાવતા આશરે 99 ગામડોઓ માટે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
ક્ષમતામાં વધારો થવાથી બલ્લારી કિલ્લો, શ્રી કુમારા સ્વામી મંદિર વગેરે સહિત દેશભરના અગ્રણી પ્રવાસન સ્થળો માટે રેલ કનેક્ટિવિટી સુધરશે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ લોખંડ અયસ્ક, ડોલોમાઈટ, લાઈમસ્ટોન, આયર્ન એન્ડ સ્ટીલ, કોલસો, ખાતર, અનાજ વગેરે જેવા માલસામાનના પરિવહન માટે એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વધારવાના કામોના પરિણામે 16.22 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ) ના વધારાના ફ્રેટ ટ્રાફિકનું વહન થશે. રેલવે પરિવહનનું પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા કાર્યક્ષમ માધ્યમ હોવાને કારણે, આબોહવાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઓછો કરવામાં, ક્રૂડ ઓઇલની આયાત (1.32 કરોડ લિટર) ઘટાડવામાં અને CO2 ઉત્સર્જનમાં (6.67 કરોડ કિગ્રા) ઘટાડો કરવામાં મદદ કરશે જે 0.27 કરોડ વૃક્ષો વાવવા સમાન છે.
લાઈન ક્ષમતામાં થયેલો વધારો મોબીલીટીમાં નોંધપાત્ર સુધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલવે માટે ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ પ્રસ્તાવ કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ન્યૂ ઇન્ડિયાના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા પ્રદેશના લોકોને "આત્મનિર્ભર" બનાવશે જેથી તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો થશે.
IJ/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2288872)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam