રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ ભારત-રોમાનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું


'વિકસિત ભારત 2047' ના લક્ષ્ય તરફની આપણી યાત્રા આંતરરાષ્ટ્રીય ભાગીદારી, રોકાણ અને ટેકનોલોજી સહયોગ માટે અપાર તકો રજૂ કરે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રોમાનિયન કંપનીઓએ ભારતની વિકાસયાત્રામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

प्रविष्टि तिथि: 24 JUL 2026 2:58PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (24 જુલાઈ, 2026) બુકારેસ્ટ ખાતે રોમાનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી નિકુશોર ડાન, રોમાનિયા સરકારના સભ્યો, ભારત અને રોમાનિયાના વ્યાપારી નેતાઓ તેમજ ભારત અને રોમાનિયાના ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભારત-રોમાનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું.

પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, યુરોપના વ્યૂહાત્મક સ્થાન પર આવેલું રોમાનિયા, ઉચ્ચ કૌશલ્ય ધરાવતું માનવબળ, અદ્યતન ઔદ્યોગિક ક્ષમતાઓ અને યુરોપિયન યુનિયન સાથેનું મજબૂત એકીકરણ ધરાવતું હોવાથી ભારત માટે સ્વાભાવિક અને મૂલ્યવાન ભાગીદાર છે. તેમણે કહ્યું કે રોમાનિયા માત્ર રોકાણ માટેનું મહત્વપૂર્ણ ગંતવ્ય નહીં, પરંતુ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ માટેનું મહત્વપૂર્ણ દ્વાર પણ છે. તેમણે જણાવ્યું હતું કે ફોરમમાં ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળની મોટી સહભાગિતા રોમાનિયા જે તકો પૂરી પાડે છે તેમાં ભારતીય ઉદ્યોગોના વધતા વિશ્વાસ અને રોમાનિયન વ્યવસાયો સાથે સ્થાયી ભાગીદારી બનાવવાની તેમની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વેપાર અને આર્થિક સહયોગ સમકાલીન ભાગીદારીના કેન્દ્રમાં છે. આશરે બે અબજ લોકોના સંયુક્ત બજાર અને લગભગ 25 ટ્રિલિયન ડોલરના આર્થિક કદ સાથે, ભારત-EU FTA વિશ્વની સૌથી મહત્વપૂર્ણ આર્થિક ભાગીદારીઓમાંની એક છે અને તેનો ઉદ્દેશ્ય વેપાર સંકલનને મજબૂત કરવાનો, રોકાણના પ્રવાહને વધારવાનો તથા સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન બનાવવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે FTA નું વહેલું અને અસરકારક અમલીકરણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તે વ્યવસાયો માટે એક અનુમાનિત વાતાવરણ પૂરું પાડશે, વેલ્યુ ચેઇન સંકલનને પ્રોત્સાહન આપશે અને બંને પક્ષોના MSMEs, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ માટે નવી તકો ઊભી કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્યા અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આપણું "વિકસિત ભારત 2047" નું વિઝન આપણી આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. યાત્રા આંતરરાષ્ટ્રીય ભાગીદારી, રોકાણ અને ટેકનોલોજી સહયોગ માટે અપાર તકો રજૂ કરે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સરળ કરવેરા અને પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) દ્વારા પારદર્શક, અનુમાનિત અને રોકાણકાર-સાનુકૂળ વ્યાપારિક વાતાવરણ ઊભું કરવા માટે ભારત પહેલ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને રોમાનિયા વચ્ચે ઊર્જા સુરક્ષા અને ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત સંક્રમણ) માં સહયોગ માટે અપાર અવકાશ છે. કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ ઉદ્યોગમાં રોમાનિયાની ક્ષમતાઓને જોતાં, ક્ષેત્રમાં પણ સહયોગની શક્યતાઓ છે. ભારતનું વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમૃદ્ધ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને માહિતી ટેકનોલોજીમાં નેતૃત્વ રોમાનિયાની સોફ્ટવેર એન્જિનિયરિંગ, સાયબર-સિક્યુરિટી, સંશોધન અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રની શક્તિઓ માટે પૂરક બની શકે છે. બંને દેશોની કંપનીઓ માટે પોર્ટ્સ, રેલવે, હાઇવે, લોજિસ્ટિક્સ પાર્ક્સ અને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સહિતના પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં સહયોગ કરવાની તકો પણ રહેલી છે. આપણે ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગમાં પણ સહયોગ ગાઢ બનાવી શકીએ છીએ.

રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને રોમાનિયાના વ્યાપારી સમુદાયો ઉભરતી તકોને ઝડપી લેશે અને તેને સફળ વ્યાપારી ભાગીદારીમાં પરિવર્તિત કરશે. તેમણે રોમાનિયન કંપનીઓને ભારતની વિકાસયાત્રામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આપણા વ્યવસાયો મજબૂત સપ્લાય ચેઇન બનાવી શકે છે, રોજગારી ઊભી કરી શકે છે, નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે અને આપણા લોકો માટે સતત સમૃદ્ધિનું સર્જન કરી શકે છે.

રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃપા કરીને અહીં ક્લિક કરો

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2288826) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR