માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટેના નિયમનકારી માળખાને સરળ બનાવવા ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન્સ (ટેલિવિઝન, રેડિયો અને સંકળાયેલ સેવાઓ) નિયમો, 2026 જાહેર કરાયા


બ્રોડકાસ્ટર્સ માટે અનુપાલનને સુવ્યવસ્થિત કરવા અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા માટે એક જ સિંગલ રૂલ બુક પ્રસ્તાવિત

ડ્રાફ્ટ રૂલ્સ હાલના લાયસન્સધારકોને સ્વૈચ્છિક સ્થળાંતરનો વિકલ્પ પસંદ કરવાની અથવા માઇગ્રેશન સુધી હાલના લાયસન્સ/પરવાનગીઓ હેઠળ ચાલુ રાખવાની સુગમતા પૂરી પાડે છે

प्रविष्टि तिथि: 22 JUL 2026 3:53PM by PIB Ahmedabad

નવા અમલમાં આવેલા ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023ના માળખામાં ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે સરકારે ડ્રાફ્ટ ટેલિકોમ્યુનિકેશન્સ (ટેલિવિઝન, રેડિયો અને સંકળાયેલ સેવાઓ) રૂલ્સ, 2026 બહાર પાડ્યા છે. આ નિયમોના સમૂહમાં નીચેની માર્ગદર્શિકાઓને સાંકળી લેવામાં આવી છે:

  • ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની નીતિ વિષયક માર્ગદર્શિકા;
  • ભારતમાં ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) બ્રોડકાસ્ટિંગ સેવાઓ પૂરી પાડવા માટે લાયસન્સ મેળવવાની માર્ગદર્શિકા;
  • ભારતમાં હેડએન્ડ-ઇન-ધ-સ્કાય (HITS) બ્રોડકાસ્ટિંગ સેવાઓ પૂરી પાડવા માટેની માર્ગદર્શિકા;
  • ખાનગી એજન્સીઓ દ્વારા એફએમ રેડિયો બ્રોડકાસ્ટિંગ સેવાઓના વિસ્તરણ પરની નીતિ વિષયક માર્ગદર્શિકા (ફેઝ III);
  • ભારતમાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો સ્થાપવા માટેની સુધારેલી નીતિ વિષયક માર્ગદર્શિકા; અને
  • ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (IPTV) સેવાઓની જોગવાઈ માટેની માર્ગદર્શિકા.

નિયમોના આ સમૂહ સાથે, ઉદ્યોગ પાસે હવે એકીકૃત અને નોંધપાત્ર રીતે સરળ બનાવેલી રૂલ બુક હશે. આ નિયમો ટેલિવિઝન અને રેડિયો બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવાની સાથે હાલની સિસ્ટમને સુમેળભરી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ડ્રાફ્ટ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ (https://www.mib.gov.in/) પર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં 27 જુલાઈ 2026 સુધીમાં ઇનપુટ્સ, ટિપ્પણીઓ અથવા સૂચનો મંગાવવામાં આવ્યા છે.

નવા નિયમનકારી માળખામાં ઉદ્યોગના પરિવર્તનને ટેકો આપવા માટે, ડ્રાફ્ટ નિયમો હાલના લાયસન્સ/પરવાનગીના નવા ઓથોરાઇઝેશન ફ્રેમવર્કમાં સ્વૈચ્છિક સ્થળાંતર અથવા માઇગ્રેશન થાય ત્યાં સુધી હાલના લાયસન્સ/પરવાનગી ચાલુ રાખવાની જોગવાઈ કરે છે.

ડ્રાફ્ટ નિયમોમાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના દૂરના અને ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર દેશમાં કોમ્યુનિટી રેડિયો સેવાઓ સહિત ટેલિવિઝન અને રેડિયો સેવાઓની ઉપલબ્ધતામાં સુધારો કરવાની જોગવાઈઓ સામેલ છે.

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ અને શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા પૂછાયેલા એક તારાંકિત પ્રશ્નના જવાબમાં આપી હતી.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2287688) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Kannada , Malayalam