ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
Aadhaar App 31 મિલિયનથી વધુ ડાઉનલોડ વટાવી ગઈ, જે રહેવાસીઓ માટે વધતી ઉપયોગિતા દર્શાવે છે
નવી Aadhaar Appનો ઉપયોગ કરીને આશરે 40 લાખ લોકોએ મોબાઈલ નંબર અપડેટ કર્યો
Aadhaar Appની મદદથી અંદાજે 8.5 લાખ લોકોએ સરનામું અપડેટ કર્યું
प्रविष्टि तिथि:
22 JUN 2026 3:29PM by PIB Ahmedabad
સમગ્ર ભારતમાં લોકોમાં Aadhaar Appનો વ્યાપક સ્વીકાર જોવા મળી રહ્યો છે, જેને લોન્ચ થયાના 5 મહિનાથી પણ ઓછા સમયમાં 31 મિલિયનથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે. આ વધતો સ્વીકાર આંગળીના ટેરવે સેવાઓ મેળવવા માટે રહેવાસીઓનો આ એપ પર વધતો જતો ભરોસો દર્શાવે છે.
સરળ જીવનશૈલી (ease of living) ને સારી બનાવવા માટે ડિઝાઇન કરાયેલી નવી Aadhaar App લોકોને તેમના સ્માર્ટફોન પરથી સીધા જ મોબાઈલ નંબર અપડેટ અને એડ્રેસ (સરનામું) અપડેટ સહિતની વિવિધ સેવાઓ સરળતાથી મેળવવાની મંજૂરી આપે છે.
અત્યાર સુધીમાં, લગભગ 4 મિલિયન (40 લાખ) લોકોએ નવી Aadhaar Appનો ઉપયોગ કરીને તેમના મોબાઈલ નંબર અપડેટ કર્યા છે. આ સાથે જ, આશરે 850,000 લોકોએ તેમના સરનામા અપડેટ કરવા માટે આ એપનો ઉપયોગ કર્યો છે.
Aadhaar App આધાર નંબર ધારકો (ANH) ને તેમની ઓળખ બતાવવા, શેર કરવા અને ચકાસવા માટે એક અનુકૂળ અને પ્રાઇવસી-ફર્સ્ટ (ગોપનીયતાને પ્રાથમિકતા આપતી) રીત પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ એપમાં લોકો માટે અનેક ઉપયોગી ફીચર્સ છે જેમાં સિંગલ ક્લિકમાં બાયોમેટ્રિક લોક/અનલોક, હાજરીની સાબિતી માટે ફેસ વેરિફિકેશન, ઓથેન્ટિકેશન હિસ્ટ્રી અને ફિઝિકલ વિઝિટિંગ કાર્ડને બદલે કોન્ટેક્ટ સરળતાથી શેર કરવા માટે QR-આધારિત એડિટેબલ કોન્ટેક્ટ કાર્ડનો સમાવેશ થાય છે. તે ઈ-આધાર (e-Aadhaar) ડાઉનલોડ કરવાની પણ મંજૂરી આપે છે અને આધાર સેવા કેન્દ્રો (ASKs) ની મુલાકાત લેવા માટે ઓનલાઈન સરળ એપોઈન્ટમેન્ટ બુકિંગની સુવિધા આપે છે.
Aadhaar App વાસ્તવિક જીવનના અનેક ઉપયોગોને સપોર્ટ કરે છે. આમાં ઓફલાઈન વેરિફિકેશન સીકિંગ એન્ટિટી (OVSE) ના QR કોડ સ્કેનિંગ દ્વારા હોટેલ ચેક-ઇનનો સમાવેશ થાય છે. તે હોસ્પિટલમાં એડમિશન, વિઝિટર મેનેજમેન્ટ, ઇવેન્ટ એન્ટ્રીઝ, ગિગ વર્કર્સ અને સર્વિસ પાર્ટનર્સની ઓળખની ચકાસણી જેવા ઘણા ઉપયોગોને સરળ બનાવે છે.
નવી Aadhaar App એન્ડ્રોઇડ (Android) અને એપલ (Apple iOS) બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. લોકો તેને અહીંથી ડાઉનલોડ કરી શકે છે:
· એન્ડ્રોઇડ: https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan&hl=en_IN
· iOS: https://apps.apple.com/in/app/aadhaar/id6744029871
SM/BS/JD
(रिलीज़ आईडी: 2276681)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Kannada