પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એફઆઈએચ હોકી વિમેન્સ નેશન્સ કપ જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 21 JUN 2026 5:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એફઆઈએચ હોકી વિમેન્સ નેશન્સ કપ (FIH Hockey Women’s Nations Cup) માં વિજેતા તરીકે ઉભરી આવવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રદર્શન કર્યું હતું.

શ્રી મોદીએ ટીમને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ જીત અન્ય ઘણા લોકોને હોકી રમવા માટે પ્રેરિત કરશે.

એક્સ (X) પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું;

ભારતીય હોકી ખેલાડીઓ ગૌરવ અને આનંદ લાવે છે!

એફઆઈએચ હોકી વિમેન્સ નેશન્સ કપમાં વિજેતા બનવા બદલ મહિલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રદર્શન કર્યું હતું. ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ જીત અન્ય ઘણા લોકોને હોકી રમવા માટે પ્રેરિત કરે.

@TheHockeyIndia”

SM/BS/JD


(रिलीज़ आईडी: 2276232) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Odia , Tamil , Malayalam