પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

प्रविष्टि तिथि: 20 JUN 2026 8:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા (Santhali Jahera) અને હો જાહેરા (Ho Jahera) ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પવિત્ર ઉપવનો (સેક્રેડ ગ્રોવ્સ) આદિવાસી સમુદાયો દ્વારા જાળવી રાખવામાં આવેલી ઊંડી આધ્યાત્મિક પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના સુમેળભર્યા સંબંધોને પ્રગટ કરે છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે આવી રીત-રિવાજો અને પરંપરાઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો એક અભિન્ન હિસ્સો છે.

પ્રધાનમંત્રીએ ભવિષ્યની પેઢીઓ માટે આ સનાતન પરંપરાઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;

રાષ્ટ્રપતિ જીની સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે ગયા હતા.

આ પવિત્ર ઉપવનોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા જે આપણા આદિવાસી સમુદાયો દ્વારા જાળવી રાખવામાં આવેલી ઊંડી આધ્યાત્મિક પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના સુમેળભર્યા સંબંધોને પ્રગટ કરે છે. આવા રીત-રિવાજો અને પરંપરાઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો એક અભિન્ન હિસ્સો છે.

અમે ભવિષ્યની પેઢીઓ માટે આ સનાતન પરંપરાઓને સાચવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. @rashtrapatibhvn”

SM/JY/JD


(रिलीज़ आईडी: 2275888) आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam