પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
20 JUN 2026 8:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સાહસ, સરળતા, નમ્રતા અને જનસેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા અંકિત તેમની સફર દેશભરના લોકોને પ્રેરણા આપતી રહે છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે જાહેર જીવનમાં તેમના ઘણા વર્ષોના કાર્યકાળ દરમિયાનૌ, રાષ્ટ્રપતિએ ઉત્કૃષ્ટ રીતે રાષ્ટ્રની સેવા કરી છે અને તેઓ ખાસ કરીને વંચિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના કલ્યાણ માટે ઉત્સાહી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતના વિકાસ પ્રત્યે તેમનું અડગ સમર્પણ ખૂબ જ પ્રેરણાદાયી છે.
શ્રી મોદીએ રાષ્ટ્રની સેવામાં તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી અને કહ્યું કે તેઓ આજે મોડા ઓડિશામાં એક કાર્યક્રમમાં તેમને મળવા માટે ઉત્સુક છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. સાહસ, સરળતા, નમ્રતા અને જનસેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા અંકિત તેમની સફર દેશભરના લોકોને પ્રેરણા આપતી રહે છે.
જાહેર જીવનમાં તેમના ઘણા વર્ષો દરમિયાન, તેમણે ઉત્કૃષ્ટ રીતે રાષ્ટ્રની સેવા કરી છે, ખાસ કરીને વંચિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના કલ્યાણ માટે ઉત્સાહી રહ્યા છે. ભારતના વિકાસ પ્રત્યે તેમનું અડગ સમર્પણ ખૂબ જ પ્રેરણાદાયી છે.
ભગવાન તેમને રાષ્ટ્રની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન આપે. હું આજે ઓડિશામાં એક કાર્યક્રમમાં તેમને મળવા માટે આતુર છું.
@rashtrapatibhvn"
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2275569)
आगंतुक पटल : 11