પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન રોબર્ટ એ. એફ. થર્મનના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 18 JUN 2026 5:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રોબર્ટ એ. એફ. થર્મના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ શ્રી થર્મનને બૌદ્ધ ધર્મના પ્રખ્યાત વિદ્વાન, ઉત્કૃષ્ટ શિક્ષક અને ભારતના આજીવન મિત્ર ગણાવ્યા. શ્રી મોદીએ કહ્યું કે તેમના કાર્ય દ્વારા, શ્રી થર્મને વિશ્વભરમાં બૌદ્ધ વિચારને લોકપ્રિય બનાવ્યો અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણનો મજબૂત સેતુ બનાવ્યો.

થોડા વર્ષો પહેલા ન્યુયોર્ક શહેરમાં શ્રી થર્મન સાથેની તેમની મુલાકાતને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ હતી.

પ્રધાનમંત્રીએ આ દુઃખની ઘડીમાં શ્રી થર્મનના પરિવાર, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. 

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું; 

પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાન, એક પ્રતિષ્ઠિત શિક્ષક અને ભારતના આજીવન મિત્ર શ્રી રોબર્ટ એ. એફ. થર્મના નિધનથી ઊંડા આઘાતમાં છું. તેમના કાર્યો દ્વારા, તેમણે વૈશ્વિક સ્તરે બૌદ્ધ વિચારોને લોકપ્રિય બનાવ્યા અને સંસ્કૃતિઓ વચ્ચે સમજણના કાયમી સેતુઓનું નિર્માણ પણ કર્યું. હું થોડા વર્ષો પહેલા ન્યૂયોર્ક સિટીમાં અમારી મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરું છું, જ્યાં અમારી વચ્ચે ઉત્તમ વાતચીત થઈ હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે.”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2274399) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Telugu , Kannada , Malayalam