નીતિ આયોગ
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે


થીમ: વિકસિત ભારત @2047 માટે સર્વસમાવેશી માનવ વિકાસ

प्रविष्टि तिथि: 10 JUN 2026 1:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 જૂન, 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. વિકસિત ભારત માટે પ્રધાનમંત્રીના 'ટીમ ઇન્ડિયા' ના વિઝનને અનુરૂપ, આ વર્ષની થીમ, 'વિકસિત ભારત @2047 માટે સર્વસમાવેશી માનવ વિકાસ', ઉંમર, પ્રદેશ, લિંગ અથવા સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના પ્રત્યેક ભારતીયના કલ્યાણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આ વિઝનને સાકાર કરવા અને દેશભરના દરેક નાગરિક માટે તેને નક્કર, માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરવાના અભિગમ પર વિચાર-વિમર્શ કરશે.

આ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાર મુખ્ય સ્તંભો (કોર પિલર્સ) પર આધારિત સર્વસમાવેશી માનવ વિકાસ માળખા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરોને એકસાથે લાવશે: (i) પાયાની માનવ મૂડી અને ભવિષ્ય માટે સજ્જ કૌશલ્યો; (ii) ઉત્પાદક રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને વિકેન્દ્રિત વિકાસ; (iii) આરોગ્ય, પોષણ અને સુખાકારી; અને (iv) સૌના માટે સમાનતા અને ગૌરવ. દેશભરમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય વધારવા અને ટકાઉ રોજગારીની તકો ઊભી કરવાના ઉપાયો પર પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે.

આ ચર્ચાઓ આગળ જતા એક અમલીકરણ રોડમેપ (ઇમ્પ્લીમેન્ટેશન રોડમેપ) સામૂહિક રીતે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે શાસન, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્વર્જન્સ, ભાગીદારી અને ડેટા-આધારિત પ્રણાલીઓ સહિતના મુખ્ય સક્ષમ પરિબળોનો લાભ ઉઠાવશે, જેની સાથે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના પરિણામોને ટ્રેક કરવા માટે એક સંરચિત પદ્ધતિ હશે, જે જવાબદારી અને માપી શકાય તેવી અસર સુનિશ્ચિત કરશે. એક મુખ્ય ભાર સર્વસમાવેશી માનવ વિકાસ પરના રાષ્ટ્રીય વિઝન સાથે રાજ્યોના વિઝનને સુમેળ સાધવા પર રહેશે, જે સમાન અને ટકાઉ વિકાસ તરફ એકીકૃત અને સહયોગી અભિગમને મજબૂત બનાવશે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ 26 થી 28 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાયેલી મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદની ભલામણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન નીચેની પાંચ મુખ્ય થીમ પર ભલામણો કરવામાં આવી હતી:

(i) પ્રારંભિક બાળ શિક્ષણ: મજબૂત પાયાનું નિર્માણ
(ii) શાળાકીય શિક્ષણ: વિકાસના આધારસ્તંભ
(iii) કૌશલ્ય વિકાસ: ભવિષ્ય માટે સજ્જ કાર્યબળ
(iv) ઉચ્ચ શિક્ષણ: જ્ઞાન આધારિત અર્થતંત્ર
(v) રમતગમત અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ: વર્ગખંડની બહાર સર્વાંગી વિકાસ.

11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો/વહીવટદારો, વિશેષ આમંત્રિતો તરીકે કેન્દ્રીય મંત્રીઓ, તેમજ નીતિ આયોગના વાઇસ ચેરમેન, સભ્યો અને સીઇઓ હાજરી આપશે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2271064) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam