પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી હરદીપ સિંહ પુરીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી; ભારતની ઊર્જા વૈવિધ્યકરણ વ્યૂહરચનામાં વેનેઝુએલાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો


ભૂ-રાજકીય વિક્ષેપો વચ્ચે એપ્રિલ–મે 2026માં ભારતના અગ્રણી ક્રૂડ ઓઈલ સપ્લાયર્સમાં સામેલ વેનેઝુએલા, મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ દર્શાવે છે

प्रविष्टि तिथि: 05 JUN 2026 10:32AM by PIB Ahmedabad

  

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ 04 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓના ચેરપર્સન સાથે બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ મહામહિમ સુશ્રી ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે સ્થાયી ઊર્જા ભાગીદારી બનાવવા માટેની તકો અંગે ચર્ચા કરી હતી.

બેઠક દરમિયાન, મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને વેનેઝુએલા બંને દેશો વચ્ચેના લાંબા સમયના સૌહાર્દપૂર્ણ સંબંધોમાં રહેલી એક કુદરતી ભાગીદારી ધરાવે છે. તેમણે વેનેઝુએલાના ઊર્જા પુનઃનિર્માણ માટે ભારતના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓ વેનેઝુએલામાં પોતાની હાજરીને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. ભારતની ઊર્જા વૈવિધ્યકરણ વ્યૂહરચનામાં વેનેઝુએલાની મુખ્ય ભૂમિકાને સ્વીકારતા, તેમણે વેનેઝુએલા સાથેના ઊર્જા વ્યાપારને વધુ ગાઢ બનાવવાની ભારતની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. ભારતને વેનેઝુએલાના એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્વીકારીને, કાર્યકારી રાષ્ટ્રપતિએ વેનેઝુએલાના સુધારેલા ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સક્રિયપણે ભાગ લેવા માટે ભારતીય કંપનીઓને આવકારી હતી. તેમણે ઊર્જા ક્ષેત્રે ભારત અને વેનેઝુએલા વચ્ચે અસ્તિત્વ ધરાવતી પૂરકતા પર પ્રકાશ પાડ્યો હતો અને વિસ્તૃત સહયોગ માટેની તકો શોધવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળને વેનેઝુએલાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

પૃષ્ઠભૂમિ

વિશ્વમાં સૌથી મોટો ઓઈલ અનામત જથ્થો ધરાવતું વેનેઝુએલા, ભારતને ક્રૂડ ઓઈલ પૂરું પાડનાર પરંપરાગત સપ્લાયર છે. ભારતનું અત્યાધુનિક રિફાઇનિંગ ક્ષેત્ર વેનેઝુએલાના હેવી ક્રૂડને પ્રોસેસ કરવા માટે વિશિષ્ટ રીતે સજ્જ છે. ભૂ-રાજકીય અને સપ્લાયના વિક્ષેપોએ ગલ્ફ (ખાડી દેશો)માંથી ક્રૂડ ઓઈલની આયાતને અસર કરી હોવાથી, ભારત તેના ઊર્જા વૈવિધ્યકરણ માટે એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વેનેઝુએલા સાથે જોડાઈ રહ્યું છે. વેનેઝુએલા એપ્રિલ અને મે 2026માં ભારતમાં સૌથી મોટા ક્રૂડ ઓઈલ સપ્લાયર્સમાંનું એક છે, જે ભવિષ્યની સંભાવનાઓનું પ્રતિબિંબ છે. ભારતની સરેરાશ માસિક આયાત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 64.027 TMT હતી જે વધીને નાણાકીય વર્ષ 2026-27 ના એપ્રિલ-મે માં 1,047.148 TMT થઈ ગઈ છે.

ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ 2008થી વેનેઝુએલાના અપસ્ટ્રીમ ક્ષેત્રમાં સ્થાપિત હાજરી ધરાવે છે, જે તેમની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓરિનોકો બેલ્ટમાં આવેલા સેન ક્રિસ્ટોબલ અને પેટ્રોકારોબોબો-1 પ્રોજેક્ટ્સમાં વેનેઝુએલાના ઓઈલ ક્ષેત્રમાં ભારતનું કુલ રોકાણ આશરે USD 1 બિલિયન જેટલું છે.

 

SM/BS/GP/JT

  

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2269177) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Tamil , Telugu , Kannada , Malayalam