પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગની વૈશ્વિક લોકપ્રિયતા પર ભાર મૂક્યો

प्रविष्टि तिथि: 03 JUN 2026 10:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોંધ્યું હતું કે સમગ્ર વિશ્વમાં યોગ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સાથે તેમણે આવતીકાલે, 4 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2026 (1st World Yogasana Sports Championship 2026) ના પ્રારંભ પર વિશેષ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ મંચ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યો છે, જે યોગાસન માટેના વૈશ્વિક રમતગમતના રોડમેપ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ આવતીકાલે સાંજે આશરે 6:40 વાગ્યે ટેક્નોલોજી (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે આ નવતર કાર્યક્રમનું આયોજન કરનારાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા અને તમામ સહભાગીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:

"સમગ્ર વિશ્વમાં યોગ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે! આવતીકાલે, 4 જૂનના રોજ, એક ખૂબ જ વિશેષ સ્પર્ધા, પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2026 અમદાવાદમાં શરૂ થઈ રહી છે. આ મંચ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યો છે. યોગાસન માટેના વૈશ્વિક રમતગમતના રોડમેપ પર આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હું પણ આવતીકાલે સાંજે આશરે 6:40 વાગ્યે ટેક્નોલોજીના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાઈશ. આવા નવતર કાર્યક્રમનું આયોજન કરનારાઓને મારા અભિનંદન અને ભાગ લેનારા તમામને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

@yogasanabharat

@worldyogasana"


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2268745) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Kannada , Malayalam