પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
26 MAY 2026 8:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગ સાથે મુલાકાત કરવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઈન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) અંગે ચર્ચા કરી હતી.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત અને ઓસ્ટ્રેલિયા એક મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું;
“ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગનું સ્વાગત કરીને ખૂબ જ આનંદ થયો. અમે સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઈન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. @SenatorWong”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2265634)
મુલાકાતી સંખ્યા : 15