MIFF banner

19મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) માટે મીડિયા એક્રેડિટેશન પ્રક્રિયા શરૂ થઈ


મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026 એ મીડિયા ડેલિગેટ રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી

મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તેની 19મી આવૃત્તિ માટે મીડિયા ડેલિગેટ રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે 15 થી 21 જૂન, 2026 દરમિયાન ગોપાલરાવ દેશમુખ માર્ગ, મુંબઈ ખાતે આવેલા NFDC–ફિલ્મ્સ ડિવિઝન પરિસરમાં યોજાશે.

નોન-ફીચર સિનેમાને સમર્પિત દક્ષિણ એશિયાના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ તરીકે ઓળખાતો MIFF, વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, વાર્તાકારો અને સર્જનાત્મક અવાજોને એક મંચ પર લાવે છે. વર્ષની આવૃત્તિ સમકાલીન સિનેમાના બદલાતા લેન્ડસ્કેપને પ્રતિબિંબિત કરતી ડોક્યુમેન્ટ્રી, શોર્ટ ફિક્શન, એનિમેશન અને પ્રાયોગિક (એક્સપેરિમેન્ટલ) ફિલ્મોની વૈવિધ્યસભર અને આકર્ષક પસંદગી રજૂ કરશે.

ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ સ્ટોરીટેલિંગ અને સર્જનાત્મક અભિવ્યક્તિના કેન્દ્ર તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે MIFF વિવિધ અવાજોને પ્રદર્શિત કરવા, કલાત્મક સંવાદોને પ્રોત્સાહિત કરવા અને આગામી પેઢીના ફિલ્મ નિર્માતાઓ તેમજ કન્ટેન્ટ ક્રિએટર્સને પ્રોત્સાહિત કરવામાં મીડિયાના મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારે છે. ફેસ્ટિવલ એક એવા સર્વસમાવેશી પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે જે સિનેમેટિક ઉત્કૃષ્ટતા, સર્જનાત્મક સહયોગ અને વિવિધ સંસ્કૃતિઓ તેમજ સમુદાયોની આકર્ષક વાર્તાઓની ઉજવણીને પ્રોત્સાહન આપે છે.

રજીસ્ટ્રેશનની વિગતો

મીડિયા રજીસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયું છે અને તે 7 જૂન, 2026 સુધી ચાલુ રહેશે. મીડિયા ડેલિગેટ્સ માટે રજીસ્ટ્રેશન તદ્દન મફત છે. મીડિયા પ્રતિનિધિઓ https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx ની મુલાકાત લઈને અથવા નીચે આપેલા QR કોડને સ્કેન કરીને મીડિયા ડેલિગેટ્સ તરીકે નોંધણી કરાવી શકે છે.

19મા MIFF 2026 વિશે નોન-ફીચર સિનેમાને સમર્પિત દક્ષિણ એશિયાના સૌથી જૂના અને સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ તરીકે ઓળખાતો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) લાંબા સમયથી ડોક્યુમેન્ટ્રી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મ નિર્માણની જીવંત ઉજવણી તરીકે જાણીતો છે. વર્ષ 1990 માં સ્થપાયેલ અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત, MIFF એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે વિકસિત થયો છે જે વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને સિનેમા પ્રેમીઓને આકર્ષિત કરે છે.

MIFF ની 19મી આવૃત્તિ એક ગહન અને સમૃદ્ધ સિનેમેટિક અનુભવનું વચન આપે છે, જેમાં ઉદ્યોગ-કેન્દ્રિત પહેલોની આકર્ષક શ્રેણી સાથે પ્રશંસા પામેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મોની વિચારપૂર્વકની લાઇનઅપ દર્શાવવામાં આવશે. મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) ની 19મી આવૃત્તિના કોમ્પિટિટિવ સેક્શન (સ્પર્ધાત્મક વિભાગ) ને ભારત સહિત 47 દેશોમાંથી 1,459 ફિલ્મોની એન્ટ્રીઓ મળી છે. ફેસ્ટિવલ 42 થી વધુ ભારતીય ભાષાઓ અને ભારત બહારની 30 થી વધુ ભાષાઓમાં ફિલ્મો પ્રદર્શિત કરે છે, જે તેની વૈશ્વિક પહોંચ અને સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. વિશ્વભરના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓની કૃતિઓ ધરાવતો ફેસ્ટિવલ કેટલીક શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી, ટૂંકી સાહિત્યિક ફિલ્મો (શોર્ટ ફિક્શન ફિલ્મ્સ), એનિમેશન, નવોદિત દિગ્દર્શકોની ફિલ્મો અને વિદ્યાર્થીઓની ફિલ્મો રજૂ કરશે. સ્ક્રિનિંગની સાથે, ડૉક બજાર (Doc Bazaar) ની બીજી આવૃત્તિ, સમૃદ્ધ માસ્ટરક્લાસ અને IDPA દ્વારા ઓપન ફોરમ ફેસ્ટિવલમાં સિનેમેટિક અને સર્જનાત્મક આદાનપ્રદાનને વધુ વેગ આપશે.

MIFF 2026 માં સ્ટોરીટેલિંગની વાઇબ્રન્ટ દુનિયાનો ભાગ બનો જ્યાં શક્તિશાળી સિનેમા, સર્જનાત્મક પ્રતિભાઓ અને પ્રેરણાદાયી અવાજો સાથે મળી ડોક્યુમેન્ટ્રી, એનિમેશન અને શોર્ટ ફિક્શન ફિલ્મ નિર્માણની અવિસ્મરણીય ઉજવણી સાકાર થશે.

19મા MIFF માટેની મીડિયા એક્રેડિટેશન પોલિસી નીચેની લિંક દ્વારા મેળવી શકાશે.

IJ.BS/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2264344   |   Visitor Counter: 128