પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી રુમેન રાદેવને બલ્ગેરિયાની સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 21 APR 2026 10:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રુમેન રાદેવ અને તેમના પક્ષ પ્રોગ્રેસિવ બલ્ગેરિયાને તાજેતરમાં પૂર્ણ થયેલી બલ્ગેરિયાની સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. "હું ભારત અને બલ્ગેરિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય સંબંધો તેમજ પ્રદેશમાં આપણા વ્યાપક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું", એમ શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શ્રી રુમેન રાદેવ અને તેમના પક્ષ પ્રોગ્રેસિવ બલ્ગેરિયાને તાજેતરમાં પૂર્ણ થયેલી બલ્ગેરિયાની સંસદીય ચૂંટણીમાં વિજય બદલ હાર્દિક અભિનંદન.

હું ભારત અને બલ્ગેરિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય સંબંધો તેમજ પ્રદેશમાં આપણા વ્યાપક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."


 

SM/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2255145) મુલાકાતી સંખ્યા : 7