ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લોકસભામાં પરિસીમન વિધેયક 2026, બંધારણ (131મો સુધારો) વિધેયક 2026 અને સંઘ રાજ્યક્ષેત્ર વિધિ (સુધારો) વિધેયક 2026 પરની ચર્ચામાં હસ્તક્ષેપ કર્યો
કોઈપણ રાજ્ય અને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો સાથે કોઈ અન્યાય થશે નહીં
પરિસીમન વિધેયક 2026 થી દક્ષિણના રાજ્યોને નુકસાન નહીં ફાયદો થશે
અત્યારે દક્ષિણ ભારતના 129 સાંસદ છે, આ વિધેયક પછી 195 સાંસદ હશે
અમે delimitation commission Act ની અંદર કોઈ ફેરફાર કર્યો નથી, જૂના એક્ટને full stop અને comma સાથે repeat કર્યો છે
અત્યારે થઈ રહેલી ચૂંટણીઓમાં ભલે તમિલનાડુ હોય કે બંગાળ, તેમાં આ Act ની કોઈ અસર થશે નહીં, આ 2029 પહેલા લાગુ થવાનો પ્રશ્ન જ નથી
2029 સુધી પણ જે ચૂંટણીઓ થશે તે બધી જૂની બેઠકો પર જ થશે, જૂની વ્યવસ્થામાં થશે
જનગણના બે ભાગમાં થાય છે. પહેલા ઘરોની, પછી વ્યક્તિઓની. અત્યારે પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે જેમાં ઘરોની ગણતરી થઈ રહી છે, અને ઘરોની કોઈ જાતિ હોતી નથી તેથી ફોર્મમાં જાતિનો ઓપ્શન નથી
જ્યારે વ્યક્તિઓની ગણતરી થશે ત્યારે તેમાં જાતિ જનગણનાનો પ્રશ્ન આવશે
850 બેઠકો round off figure છે, upper limit છે, Exact બેઠકો 816 હશે. અત્યારે પણ round off figure જે છે તે 543 બેઠકો નથી, 550 બેઠકોનું છે
કર્ણાટકની વર્તમાન 28 બેઠકો વધીને 42 થઈ જશે અને કુલ બેઠકોમાં રાજ્યની બેઠકોની ટકાવારી પણ વર્તમાન 5.15 ટકાની સમાન 5.14 ટકા રહેશે
આંધ્રપ્રદેશની બેઠકો 25 થી વધીને 38 થઈ જશે અને કુલ બેઠકોમાં રાજ્યની બેઠકોનો હિસ્સો 4.60 થી વધીને 4.65 ટકા થઈ જશે
તેલંગાણાની બેઠકોની સંખ્યા 17 થી વધીને 26 અને બેઠકોની ટકાવારી 3.13 થી વધીને 3.18 ટકા થઈ જશે
હું તમિલનાડુની જનતાને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમારી શક્તિ ઓછી નહીં થાય પરંતુ વધી રહી છે
તમિલનાડુની વર્તમાન બેઠકો 39 થી વધીને 59 થઈ જશે અને કુલ બેઠકોમાં રાજ્યની બેઠકોની ટકાવારી પણ 7.18 થી વધીને 7.23 ટકા થઈ જશે
કેરળની 20 બેઠકોની સંખ્યા વધીને 30 થઈ જશે અને રાજ્યની બેઠકોની ટકાવારી વર્તમાન 3.68 ની લગભગ સમાન 3.67 ટકા રહેશે
પોસ્ટેડ ઓન:
16 APR 2026 8:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લોકસભામાં પરિસીમન વિધેયક 2026, બંધારણ (131મો સુધારો) વિધેયક 2026 અને સંઘ રાજ્યક્ષેત્ર વિધિ (સુધારો) વિધેયક 2026 પરની ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કહ્યું કે એવી ભ્રાંતિ ફેલાવવામાં આવી રહી છે કે આ ત્રણ વિધેયકો પછી લોકસભામાં દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું થઈ જશે અને તેમને મોટું નુકસાન થશે.
ગૃહ મંત્રીએ કહ્યું કે પરિસીમન વિધેયક 2026 થી દક્ષિણના રાજ્યોને નુકસાન નહીં પરંતુ ફાયદો થશે. તેમણે કહ્યું કે 50% વૃદ્ધિ મોડેલ પછી લોકસભાની વર્તમાન 543 બેઠકોની સંખ્યા 816 થઈ જવાથી દક્ષિણના તમામ રાજ્યોની બેઠકોની સંખ્યા વધી જશે. ગૃહ મંત્રીએ કહ્યું કે લોકસભામાં દક્ષિણના રાજ્યોની વર્તમાન 129 બેઠકોની સંખ્યા વધીને 195 થઈ જશે અને સદનની કુલ બેઠકોમાં દક્ષિણના રાજ્યોની બેઠકોની ટકાવારી પણ વર્તમાન લગભગ 24 ટકાની સમાન રહેશે.
શ્રી અમિત શાહે કહ્યું કે 543 સભ્યોવાળા આ સદનમાં વર્તમાનમાં કર્ણાટકથી 28 સભ્યો છે, જે કુલ સંખ્યાના લગભગ 5.15 ટકા છે. સૂચિત વિધેયકોના પસાર થયા અને બંધારણ સુધારા પછી કર્ણાટકની બેઠકોની સંખ્યા 28 થી વધીને 42 થઈ જશે. આ સ્થિતિમાં 816 સભ્યોવાળી લોકસભામાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ લગભગ 5.14 ટકા રહેશે. આથી કર્ણાટકને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં.
ગૃહ મંત્રીએ કહ્યું કે વર્તમાનમાં આંધ્રપ્રદેશની 25 બેઠકો છે અને 543 સભ્યોવાળા સદનમાં તેનું પ્રતિનિધિત્વ લગભગ 4.60 ટકા છે. સૂચિત પરિવર્તન પછી લગભગ 50 ટકા વૃદ્ધિ સાથે બેઠકોની સંખ્યા વધીને 38 થઈ જશે અને આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ વધીને લગભગ 4.65 ટકા થઈ જશે. જ્યારે તેલંગાણામાં વર્તમાનમાં 17 બેઠકો છે અને વર્તમાન લોકસભામાં તેનું પ્રતિનિધિત્વ લગભગ 3.13 ટકા છે. સૂચિત વૃદ્ધિ પછી બેઠકોની સંખ્યા વધીને 26 થઈ જશે અને પ્રતિનિધિત્વ લગભગ 3.18 ટકા સુધી પહોંચી જશે.
શ્રી અમિત શાહે કહ્યું કે તેઓ તમિલનાડુની જનતાને આશ્વસ્ત કરવા માંગે છે કે તેમની શક્તિ ઓછી નહીં થાય પરંતુ વધી રહી છે. તમિલનાડુમાં પ્રતિનિધિત્વ ઓછું નહીં થાય, પરંતુ વધશે. વર્તમાનમાં તમિલનાડુથી 39 સભ્યો ચૂંટાઈને આવે છે, જે 543 સભ્યોવાળા સદનના લગભગ 7.18 ટકા છે. સૂચિત 50 ટકા વૃદ્ધિ પછી બેઠકોની સંખ્યા વધીને લગભગ 59 થઈ જશે અને 816 સભ્યોવાળા નવા સદનમાં તેનું પ્રતિનિધિત્વ લગભગ 7.23 ટકા થઈ જશે. આથી સ્પષ્ટ છે કે આ રાજ્યોના પ્રતિનિધિત્વમાં કોઈ કમી નહીં આવે, પરંતુ વૃદ્ધિ જ થશે.
ગૃહ મંત્રીએ કહ્યું કે કેરળમાં વર્તમાનમાં 20 લોકસભા સાંસદો છે, જે 543 સભ્યોવાળા સદનમાં લગભગ 3.68 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂચિત વૃદ્ધિ પછી આ સંખ્યા 20 થી વધીને 30 થઈ જશે અને પ્રતિનિધિત્વ લગભગ 3.67 ટકા રહેશે.
શ્રી અમિત શાહે કહ્યું કે જો સમગ્ર રીતે દક્ષિણ ભારતના પ્રતિનિધિત્વને જોવામાં આવે, તો વર્તમાનમાં 543 સભ્યોના સદનમાં 129 સાંસદો દક્ષિણી રાજ્યોમાંથી આવે છે, જે લગભગ 23.76 ટકા છે. સૂચિત 50 ટકા વૃદ્ધિ પછી આ સંખ્યા 129 થી વધીને 195 થઈ જશે અને 816 સભ્યોના સદનમાં તેમનું પ્રતિનિધિત્વ લગભગ 23.87 ટકા, એટલે કે લગભગ 24 ટકા થઈ જશે. આનાથી સ્પષ્ટ છે કે દક્ષિણી રાજ્યોની કુલ પ્રતિનિધિત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે.
ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે એ પણ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે જાતિ જનગણના કરાવવાનો નિર્ણય લીધો છે અને આગામી જનગણનામાં જાતિ સંબંધિત આંકડાઓ પણ સંકલિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જનગણના બે તબક્કામાં સંપન્ન થાય છે—પહેલા તબક્કામાં તમામ મકાનો/રહેણાંક એકમોનું સૂચિકરણ કરવામાં આવે છે, અને બીજા તબક્કામાં તેમાં રહેનારા વ્યક્તિઓની ગણતરી કરવામાં આવે છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વ્યક્તિઓના આંકડા સંકલિત કરતી વખતે જ જાતિ સંબંધિત જાણકારી પણ નોંધવામાં આવશે.
શ્રી અમિત શાહે કહ્યું કે સરકારે પરિસીમન આયોગ અધિનિયમ (Delimitation Commission Act) માં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ અગાઉની જોગવાઈઓને જ યથાવત રાખી છે. તેમણે કહ્યું કે જો ભૂતકાળમાં આ અધિનિયમનો ઉપયોગ કોઈ પ્રકારની હેરાફેરી માટે કરવામાં આવ્યો હશે, તો તેના પર તેઓ ટિપ્પણી કરી શકતા નથી, પરંતુ વર્તમાન સરકારે એવો કોઈ પ્રયાસ કર્યો નથી. ગૃહ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે પરિસીમન આયોગનો રિપોર્ટ ત્યારે જ લાગુ થશે, જ્યારે સંસદ તેને અનુમોદિત કરશે અને રાષ્ટ્રપતિ મહોદયાની સ્વીકૃતિ પ્રાપ્ત થશે. તેથી આ પ્રક્રિયા 2029 પહેલા લાગુ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વર્ષ 2029 સુધી થનારી તમામ ચૂંટણીઓ વર્તમાન વ્યવસ્થા અને વર્તમાન મતવિસ્તારોના આધારે જ સંપન્ન થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે લોકશાહીમાં સત્તાનું નિર્ધારણ નાગરિકોના મત અને તેમની વિચારધારાથી થાય છે, નહીં કે માત્ર રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા. તેમણે કહ્યું કે 130 કરોડ લોકોના જનમતમાં કોઈ પણ હેરાફેરી કરી શકતું નથી. જો એવું શક્ય હોત, તો ભૂતકાળમાં સત્તા પરિવર્તન ન થયા હોત. તેમણે એમ પણ કહ્યું કે કટોકટી (ઇમરજન્સી) દરમિયાન પણ જનમતને કાયમી ધોરણે પ્રભાવિત કરી શકાયો ન હતો, અને જનતાએ લોકશાહી રીતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. શ્રી શાહે ભાર દઈને કહ્યું કે દેશમાં લોકશાહીને સમાપ્ત કરવાની કોઈનામાં પણ ક્ષમતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો, જનતાએ તેને નકારી કાઢ્યો છે.
543 બેઠકોથી 816 બેઠકો (50% વૃદ્ધિ મોડેલ)
|
ક્રમ
|
રાજ્ય
|
કુલ બેઠક 543 બેઠકોની સંખ્યા
|
અત્યારની સ્થિતિ 543 ના ટકા
|
50% નો વધારો (લગભગ)
|
નવી સ્થિતિ 816 ના ટકા મુજબ
|
|
1.
|
કર્ણાટક
|
28
|
5.15%
|
42
|
5.14%
|
|
2.
|
આંધ્રપ્રદેશ
|
25
|
4.60%
|
38
|
4.65%
|
|
3.
|
તેલંગાણા
|
17
|
3.13%
|
26
|
3.18%
|
|
4.
|
તમિલનાડુ
|
39
|
7.18%
|
59
|
7.23%
|
|
5.
|
કેરળ
|
20
|
3.68%
|
30
|
3.67%
|
| |
કુલ
|
129
|
23.76 (લગભગ 24%)
|
195
|
23.87 (લગભગ 24%)
|
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2252757)
મુલાકાતી સંખ્યા : 42
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada