કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની ઘટનાની નોંધ લીધી


શ્રી ચૌહાણે અધિકારીઓને કરા પડવા અને ભારે વરસાદથી થયેલા પાકના નુકસાનની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યા

ખેડૂત ભાઈઓ અને બહેનોએ ચિંતા કરવાની જરૂર નથી; આ સંકટની ઘડીમાં મોદી સરકાર આપણા ખેડૂતો સાથે ઉભી છે: શ્રી ચૌહાણ

પોસ્ટેડ ઓન: 05 APR 2026 12:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની ઘટનાની નોંધ લીધી છે. શ્રી ચૌહાણે કૃષિ મંત્રાલયના અધિકારીઓને કરા પડવાથી થયેલા પાકના નુકસાનની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓને સંબંધિત રાજ્યોના અધિકારીઓનો સંપર્ક કરવા અને માહિતી એકત્રિત કરવા નિર્દેશ આપ્યો છે. શ્રી ચૌહાણે તેમના ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપી હતી કે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મોદી સરકાર આ સંકટની ઘડીમાં તેમની સાથે ઉભી છે.

શ્રી ચૌહાણ આજે સંબંધિત રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે કરા અને ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના મુદ્દા પર ચર્ચા કરશે.

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2249115) મુલાકાતી સંખ્યા : 25