ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહીદ દિવસ પર યાદ કર્યા અને કૃતજ્ઞ રાષ્ટ્ર વતી તેમને શ્રદ્ધાંજલિ આપી


ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રણેતા હતા, જેમણે પોતાના વિચારો અને કાર્યો દ્વારા યુવાનોને પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે લડવા માટે પ્રેરણા આપી હતી

માતૃભૂમિની સ્વતંત્રતા માટે ફાંસીના માંચડા પર ચડનાર આ નાયકોની વીરતાપૂર્ણ ગાથાને યાદ કરવાથી આપણું રોમેરોમ રાષ્ટ્રભક્તિથી ભરાય જાય છે

પોસ્ટેડ ઓન: 23 MAR 2026 11:56AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના 'શહીદ દિવસ' પર યાદ કર્યા અને કૃતજ્ઞ રાષ્ટ્ર વતી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ભારતીય સ્વતંત્રતા ચળવળના એવા પ્રણેતા હતા, જેમણે પોતાના વિચારો અને કાર્યો બંનેથી યુવાનોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે પ્રેરણા આપી. આ નાયકોની બહાદુરીનો પડઘો સમગ્ર બ્રિટિશ શાસનને ભયભીત કરી ગયો. માતૃભૂમિની સ્વતંત્રતા માટે ફાંસી માંચડે ચડનાર આ નાયકોની શૌર્યગાથાને યાદ કરીને આપણા રોમેરોમમાં રાષ્ટ્રભક્તિ ભરાય જાય છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના 'શહીદ દિવસ' પર યાદ કરીને હું કૃતજ્ઞ રાષ્ટ્ર વતી તેમને શ્રદ્ધાંજલિ આપું છું."

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2243753) મુલાકાતી સંખ્યા : 9