પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા સાથે વાતચીત કરી

પોસ્ટેડ ઓન: 02 MAR 2026 9:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા મહામહિમ કિંગ અબ્દુલ્લા II સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રદેશમાં બદલાતી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જોર્ડનના લોકોની શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ આ મુશ્કેલ ઘડીમાં જોર્ડનમાં ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ મહામહિમનો આભાર પણ માન્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;

"જોર્ડનના રાજા મહામહિમ કિંગ અબ્દુલ્લા II સાથે વાત કરી. પ્રદેશમાં બદલાતી પરિસ્થિતિ અંગે અમે ઊંડી ચિંતા વ્યક્ત કરી. અમે જોર્ડનના લોકોની શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે અમારા સમર્થનની પુનઃપુષ્ટિ કરીએ છીએ. આ મુશ્કેલ ઘડીમાં જોર્ડનમાં ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ મેં તેમનો આભાર માન્યો."

 

SM/BS/GP/JD


(રીલીઝ આઈડી: 2234796) મુલાકાતી સંખ્યા : 92