પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મેરઠ, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


પોસ્ટેડ ઓન: 22 FEB 2026 6:53PM by PIB Ahmedabad

ભારત માતાની જય.

ભારત માતાની જય.

ભારત માતાની જય.

ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પંકજ ચૌધરીજી, જયંત ચૌધરીજી, ઉત્તર પ્રદેશના ઉપ-મુખ્યમંત્રી બ્રજેશ પાઠકજી, યુપી સરકારના મંત્રીગણ, સંસદમાં મારા સાથીઓ, ધારાસભ્યગણ, અને વિશાળ સંખ્યામાં આવેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો!

બાબા ઔઘડનાથની પવિત્ર ધરતી પર, મેરઠની ક્રાંતિધરા પર, આજે વિકસિત ઉત્તર પ્રદેશ, વિકસિત ભારત, આના માટે નવી ક્રાંતિને ઊર્જા મળી રહી છે. આજે પહેલીવાર, એક મંચ પરથી નમો ભારત રેપિડ રેલ અને મેટ્રો સેવાનો, એક દિવસે શુભારંભ થઈ રહ્યો છે. વિકસિત ભારતની કનેક્ટિવિટી કેવી હશે, તેની એક શાનદાર ઝાંખી છે. શહેરની અંદર પરિવહન માટે મેટ્રો, અને ટ્વિન સિટીઝના વિઝનને ગતિ આપવા માટે નમો ભારત જેવી આધુનિક ટ્રેન, મને સંતોષ છે કે કામ ઉત્તર પ્રદેશમાં થયું છે.

ભૌગોલિક અંતરોને ઘટાડવા અને શહેરી પરિવહનને વેગ આપવા માટે નમો ભારત રેપિડ રેલ કેવી રીતે કાર્ય કરે છે તેની સમજણ નીચે મુજબ છે:

ભાઈઓ અને બહેનો,

આજનો કાર્યક્રમ, ભાજપની ડબલ એન્જિન સરકારની કાર્ય-સંસ્કૃતિને પણ દર્શાવે છે. અને આપણી કાર્ય સંસ્કૃતિ શું છે? આપણી કાર્ય સંસ્કૃતિ છે કે જે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવે, તેને પૂરું કરવા માટે, દિવસ રાત એક કરી દેવામાં આવે. અને તેથી હવે પરિયોજનાઓ પહેલાની જેમ લટકતી કે ભટકતી નથી. નમો ભારત કે મેટ્રો સેવા, બંનેનું ખાતમુહૂર્ત કરવાનો અવસર આપ સૌએ મને આપ્યો હતો. અને આજે મને આના લોકાર્પણનું પણ સૌભાગ્ય મળ્યું છે.

સાથીઓ,

થોડીવાર પહેલા મેં મેરઠ મેટ્રોમાં સફર કરી છે. દરમિયાન મારી સ્કૂલ-કોલેજના અનેક યુવાનો સાથે અને અન્ય મુસાફરો સાથે વાતચીત થઈ છે. સૌનું કહેવું હતું, કે આટલા શાનદાર કામની તેમણે કલ્પના પણ નહોતી કરી. અને તમામ લોકો તે જૂના દિવસોને યાદ કરી રહ્યા હતા. અને ખાસ કરીને બહેનો-દીકરીઓએ મને જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા સુધી સાંજ પડતા , આખા રૂટમાં સન્નાટો છવાઈ જતો હતો. અહીં ડર અને ભયનો માહોલ હતો. હવે એક તરફ કાયદો-વ્યવસ્થા પણ સુધરી છે અને બીજી તરફ, લોકોને સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરીનું માધ્યમ પણ મળ્યું છે.

અને સાથીઓ,

મને ખુશી છે કે નમો ભારત રેપિડ રેલથી, નારી-શક્તિના સામર્થ્યનું પ્રતીક પણ બની છે. આમાં ટ્રેન ઓપરેટર, સ્ટેશન કંટ્રોલ સ્ટાફ, આવા મોટાભાગના કામમાં આપણી દીકરીઓ કાર્યરત છે, દીકરીઓ નેતૃત્વ કરી રહી છે. હું આપ સૌને, ઉત્તર પ્રદેશને, અને દિલ્હી વાસીઓને દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ સેવા અને મેરઠ મેટ્રો માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

મેરઠની ધરતી સાથે મારો પણ એક વિશેષ નાતો રહ્યો છે. જ્યારે 2014ની ચૂંટણી થઈ, 2019ની ચૂંટણી થઈ અને 2024ની લોકસભા ચૂંટણી થઈ, ત્યારે મેરઠથી મારી ચૂંટણી સભાઓની શરૂઆત થઈ. મેરઠના આપ લોકોએ, અહીંના ખેડૂતોએ, ઉદ્યમીઓએ, લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા શ્રમિકોએ, કારીગરોએ, દુકાનદારોએ, મને હંમેશા ખૂબ આશીર્વાદ આપ્યા છે.

અને સાથીઓ,

મેં ત્યારે પણ કોંગ્રેસ અને સપા-બસપાને કહ્યું હતું કે તમારી ઝેરીલી રાજનીતિ છોડો અને આવો, વિકાસના મુદ્દે મુકાબલો કરીને જોઈએ.

સાથીઓ,

પક્ષોએ તો પોતાની ઝેરીલી રાજનીતિ બદલી, પરંતુ ભાજપે વિકાસ અને પોતાની નીતિ રીતિ, પોતાની દાનતમાં જો એક વાતને સર્વોપરી રાખી, તો તે છે વિકાસ, દેશનો વિકાસ. આનું એક ઉદાહરણ આપણી મેટ્રો પણ છે, મેરઠ મેટ્રો પણ છે.

સાથીઓ,

2014 પહેલા ભારતમાં મેટ્રોનો વિસ્તાર, ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યો હતો. હાલત એવી હતી કે કોંગ્રેસ સરકારના સમયમાં દેશના માત્ર 5 શહેરોમાં મેટ્રો ચાલી શકી હતી. જ્યારે આજે ભાજપ સરકારમાં દેશના 25 થી વધુ શહેરોમાં મેટ્રો ચાલવા લાગી છે. આજે ભારત, મેટ્રોની બાબતમાં દુનિયાનું ત્રીજું મોટું નેટવર્ક બની ચૂક્યું છે. યુપીમાં મેરઠ સિવાય પણ ઘણા બધા શહેરોમાં મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

વીતેલા 11 વર્ષોમાં દેશના ડઝનબંધ શહેરો સુધી મેટ્રો પહોંચી, કારણ કે ભાજપ સરકાર દેશની જનતાને સુવિધા આપવા માંગે છે, દેશવાસીઓને હાઈ-સ્પીડ, જામ અને પ્રદૂષણથી મુક્ત સુવિધા, આવી દરેક પ્રકારની વ્યવસ્થા આપવા માંગે છે. તેથી, આજે નમો ભારત જેવી આધુનિક સેમી-હાઈસ્પીડ ટ્રેન ચાલી રહી છે, વંદે ભારત ટ્રેન ચાલી રહી છે.

સાથીઓ,

કોંગ્રેસ-સપાની જ્યારે દિલ્હીમાં સરકાર હતી, ત્યારે બધું સંભવ નહોતું. કારણ કે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ કૌભાંડોમાં ખોવાઈ જતા હતા. મેટ્રો જેવી અને તેનાથી જોડાયેલી મોટાભાગની ટેકનોલોજી પણ આપણે વિદેશથી આયાત કરવી પડતી હતી. આપણે કૌભાંડો પણ બંધ કર્યા, અને દેશને આત્મનિર્ભરતાના રસ્તે પણ આગળ વધાર્યો. કારણ કે ભાજપની પ્રાથમિકતા, દેશનો વિકાસ છે, દેશવાસીઓની સુવિધા અને સમૃદ્ધિ છે. આપ અહીં જુઓ, મેરઠ વાસીઓનું, પશ્ચિમ યુપી વાસીઓનું જીવન કેવી રીતે બદલાવાનું છે. સરાય કાલે ખાં, આનંદ વિહાર, ગાઝિયાબાદ અને મેરઠ, સ્ટેશનો પર ભારતીય રેલવે, મેટ્રો અને બસ સ્ટેન્ડને પરસ્પર જોડવામાં આવ્યા છે. દેશમાં પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે એક સ્ટેશન, એક ટ્રેક પર નમો ભારત અને મેટ્રો રેલ ચાલશે. એટલે કે એક પ્લેટફોર્મ પરથી તમે શહેરની અંદર પણ મુસાફરી કરી શકશો, અને તે સ્ટેશનથી સીધા દિલ્હી પણ આવી-જઈ શકો છો. આનાથી મેરઠના આપના જેવા હજારો સાથીઓને ફાયદો થશે, જેઓ અભ્યાસ માટે, નોકરી માટે, અન્ય કામકાજ માટે, દરરોજ દિલ્હી આવે-જાય છે. જે લોકો દિલ્હીમાં નોકરી કરે છે અને જેમનું ઘર મેરઠમાં છે, તેમના માટે હવે દિલ્હીમાં ભાડાના ઘરમાં રહેવાની મજબૂરી પણ ખતમ થઈ છે.

સાથીઓ,

આજે ભાજપની ડબલ એન્જિન સરકાર, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે આટલા બધા પૈસા ખર્ચ કરી રહી છે, તેનાથી આપના પૈસા પણ બચે છે અને યુવાનોને રોજગાર પણ મળે છે. અહીં પશ્ચિમ યુપીમાં જુઓ, કેવી રીતે નવા-નવા એક્સપ્રેસવે બની રહ્યા છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બની રહ્યા છે, જેવરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે, પ્રોજેક્ટ જ્યારે બને છે ત્યારે પણ રોજગાર મળે છે, અને પછી નવા ઉદ્યોગો લાગે છે, નવા વ્યવસાયો આવે છે, તેનાથી પણ રોજગાર પેદા થાય છે.

સાથીઓ,

ઉત્તર પ્રદેશની ધરતી તો શ્રમની ધરતી છે, સર્જનની ધરતી છે. અહીંના ખેડૂતો હોય, પશુપાલકો હોય, નાના-લઘુ ઉદ્યમીઓ હોય, વણકર-શિલ્પકારો હોય, તમામ વિરાસત અને વિકાસના મંત્રને સાકાર કરી રહ્યા છે. એવામાં જ્યારે ભારતનું સામર્થ્ય વધે છે, ત્યારે ઉત્તર પ્રદેશના તમામ સાથીઓને પણ ફાયદો થાય છે.

સાથીઓ,

આપ આજકાલ જોઈ રહ્યા છો કે દુનિયા પ્રત્યે અને દુનિયાના લોકોના મનમાં ભારત પ્રત્યે કેટલી શ્રદ્ધા છે, લોકો કેટલા આશાવાદી છે. દુનિયાના અનેક વિકસિત દેશો, આજે ભારત સાથે વ્યાપારી કરારો કરી રહ્યા છે. એક સમય હતો, જ્યારે કોંગ્રેસની સરકાર ઈચ્છવા છતાં વિકસિત દેશો સાથે કરારો કરી શકતી નહોતી. કારણ કે ત્યારે કૌભાંડો માટે બદનામ કોંગ્રેસ સરકાર સાથે કરારો કરવામાં દુનિયાને હિચકિચાટ થતી હતી. પરંતુ આજે વિકસિત દેશો, ભારત સાથે જોડાવા માટે ઉત્સુક છે. કારણ કે તેમને ભારતના વિકાસમાં પોતાનું ભવિષ્ય દેખાય છે, તેમને ભારતની યુવાશક્તિમાં આશા દેખાય છે. આજે દુનિયાને લાગે છે, કે ભારત તે તાકાત છે, જે એકવીસમી સદીના પડકારોનું સમાધાન આપી શકે છે.

સાથીઓ,

વીતેલા વર્ષોમાં ભાજપની સરકારે જે વૈશ્વિક કરારો કર્યા છે, તેનાથી લઘુ અને કુટીર ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને પણ ઘણો ફાયદો થશે. આનો ફાયદો, મેરઠના સ્પોર્ટ્સનો સામાન બનાવનારાઓને થશે, મેરઠની કાતર, ખુર્જાની ક્રોકરી, મુરાદાબાદનું પીત્તળ, બાગપતનો હોમ ફર્નિશિંગ ઉદ્યોગ, સહારનપુરનું લાકડાનું નકશીકામ, લેધર, ટેક્સટાઇલ, જ્વેલરી સાથે જોડાયેલા ઉદ્યોગો, આવા દરેક લઘુ અને કુટીર ઉદ્યોગોને કરારોનો બહુ મોટો લાભ મળવાનો છે. ભાજપની પ્રાથમિકતા, દેશના નાના-મોટા શહેરોના સામર્થ્યને, દુનિયાના ખૂણે-ખૂણે સુધી લઈ જવાની છે, યુપીના અલગ-અલગ જિલ્લાઓની ઓળખ વધારવાની છે.

સાથીઓ,

આપણું મેરઠ અને આખો વિસ્તાર, લઘુ ઉદ્યોગોનો, MSMEs નો બહુ મોટો સેન્ટર છે. વર્ષે જે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે, તેમાં આપણે લઘુ ઉદ્યોગો માટે 10 હજાર કરોડ રૂપિયાના વિશેષ ફંડની જાહેરાત કરી છે. આનાથી યુપીના MSMEs ને લોન મળવી ખૂબ સરળ બની જશે. બજેટમાં આપણે કાપડ ઉદ્યોગ માટે, વણકર સમાજ માટે, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાની જાહેરાત કરી છે. આનાથી ખાદી, હેન્ડલૂમ, હસ્તશિલ્પને વિશ્વ બજાર સુધી પહોંચાડવામાં મદદ મળશે.

સાથીઓ,

પહેલા નાના કારીગરો માત્ર 10 લાખ રૂપિયા સુધીનો સામાન કુરિયરથી મોકલી શકતા હતા. હવે મર્યાદા પૂરી રીતે હટાવી દેવામાં આવી છે. આનાથી મેરઠ સહિત, યુપીના તમામ વણકર, અને અન્ય નાના ઉદ્યમીઓ, ઓનલાઇન એપ દ્વારા, અમેરિકા કે યુરોપના ગ્રાહકોને પણ પોતાના પ્રોડક્ટ સરળતાથી મોકલી શકશે.

સાથીઓ,

મેરઠ-હાપુર અને આસપાસના ક્ષેત્રે, ચૌધરી ચરણ સિંહ જીના વિઝનને શરૂઆતના દિવસોથી જોયું છે. અમારી સરકારનું સૌભાગ્ય રહ્યું, કે અમને ચૌધરી ચરણ સિંહ જીને ભારત રત્ન આપવાનું સૌભાગ્ય મળ્યું. ભાજપની ડબલ એન્જિન સરકાર, તેમના વિઝન પર ચાલતા ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે. માટે ફૂડ-પ્રોસેસિંગ પર ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિના પૈસા પણ નાના ખેડૂતોને ખૂબ કામ આવી રહ્યા છે. અત્યાર સુધી યુપીના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ, લગભગ 95 હજાર કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. આમાં મેરઠના ખેડૂતોને પણ લગભગ 800 કરોડ રૂપિયા મળ્યા છે.

ભાઈઓ અને બહેનો,

એક તરફ આજે દેશવાસીઓ, ભારતને વિકસિત બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ દેશમાં કેટલાક રાજકીય પક્ષો છે, જે ભારતની સફળતાને પચાવી શકતા નથી. હમણાં આપે જોયું, ભારતમાં દુનિયાનું સૌથી મોટું AI સંમેલન થયું. દુનિયાભરના 80 થી વધુ દેશોમાંથી પ્રતિનિધિઓ દિલ્હી આવ્યા. દુનિયાના આશરે 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવ્યા, લાખો લોકો હિન્દુસ્તાનના ખૂણે-ખૂણેથી દિલ્હીમાં એકઠા થયા હતા. દુનિયાના વિકાસશીલ દેશોમાં આવું સંમેલન આજ સુધી ક્યારેય નથી થયું. હું જરા મેરઠના લોકોને પૂછવા માંગુ છું, જે એઆઈ સંમેલન થયું, તમને ગર્વ થયો કે નહીં? પૂરી તાકાતથી જણાવો, તમને ગર્વ થયો કે નહીં? તમારું માથું ઊંચું થયું કે નહીં? તમારી છાતી ગજગજ ફૂલી કે નહીં, કામ ભારત માટે થયું કે નહીં? ભારતના યુવાનો માટે થયું કે નહીં? ભારતના ભાગ્યને બદલવા માટે થયું છે કે નહીં? 21મી સદીમાં લીડરશિપ લેવા માટે થયું છે કે નહીં? આખો દેશ ગર્વથી ભરાઈ ગયો. પરંતુ કોંગ્રેસ અને તેના ઇકોસિસ્ટમે શું કર્યું?

સાથીઓ,

કોંગ્રેસે ભારતના એક વૈશ્વિક આયોજનને, પોતાની ગંદી અને નગ્ન રાજનીતિનો અખાડો બનાવી દીધો. સમારોહ સ્થળ પર વિદેશી અતિથિઓની સામે કોંગ્રેસના નેતાઓ કપડાં ઉતારીને પહોંચી ગયા, હું કોંગ્રેસવાળાઓને પૂછું છું, દેશ તો જાણે છે કે તમે પહેલાથી નગ્ન છો, પછી કપડાં ઉતારવાની જરૂર શું પડી. કોંગ્રેસના નેતાઓએ ત્યાં જે કંઈ કર્યું, તે દર્શાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી, વૈચારિક રીતે કેટલી દેવાળિયા બની ગઈ છે, કેટલી દરિદ્ર બની ગઈ છે.

સાથીઓ,

કોઈ કલ્પના નથી કરી શકતું, અમે તો તે લોકો છીએ, જે ગામમાં કોઈના ત્યાં લગ્ન-પ્રસંગ હોય, તો આખું ગામ તેને સફળ બનાવવામાં જોરશોરથી જોડાઈ જાય છે. જેથી મહેમાનો, ગામની એક સારી છબી લઈને જાય. કોંગ્રેસ તો પોતાના દેશને બદનામ કરવામાં લાગેલી છે.

સાથીઓ,

કોંગ્રેસના નેતાઓને મોદીથી નફરત છે, લોકો મારી કબર ખોદવા માંગે છે, મારી માતાને ગાળો આપવાથી પણ તેમને કોઈ પરહેજ નથી, તેમને ભાજપથી વિરોધ છે, તેમને એનડીએથી વિરોધ છે, ઠીક છે તમારી રાજનીતિમાં આજ કરવું જરૂરી છે, ચાલો ભાઈ સમજી શકીએ છીએ, અમે આને પણ સહન કરી લઈશું. પરંતુ કોંગ્રેસે યાદ રાખવું જોઈતું હતું, કે AI ગ્લોબલ સમિટ, ભાજપનો સમારોહ નહોતો અને તો તે સમયે ભાજપનો કોઈ નેતા ત્યાં હાજર હતો, દેશનો કાર્યક્રમ હતો, દેશના સન્માનનો કાર્યક્રમ હતો, દેશના લોકોના પરસેવાથી બનેલો હતો, પરંતુ કોંગ્રેસે પરમદિવસે તમામ મર્યાદાઓ તોડી નાખી. અને આખો દેશ, કોંગ્રેસની નીતિ રીતિ પર થૂ-થૂ કરી રહ્યો છે. પરંતુ દુર્ભાગ્ય જુઓ, આટલી જૂની પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજે છે, બેશરમી સાથે દેશની બેઈજ્જતી કરનારાઓના જયકારા કરી રહ્યા છે. અને મામલો કોંગ્રેસની હરકતોનો સતત ચાલી રહ્યો છે. પાર્લામેન્ટમાં શું કર્યું, પાર્લામેન્ટમાં પોતે પરફોર્મ કરી શકતા નથી, તો પોતાના સાથી પક્ષોને પણ બોલવાનો મોકો આપતા નથી, પાર્લામેન્ટને ચાલવા દેતા નથી. અને તેનું સૌથી મોટું નુકસાન, કોંગ્રેસના જે સાથી પક્ષો છે ને તેમને થઈ રહ્યું છે, હવે તેઓ સમજી ગયા છે. હમણાં દિલ્હીમાં જે તેમણે નગ્નતા બતાવી, તેમના તમામ સાથી પક્ષો ચોંકી ગયા છે, સૌએ કિનારો કરી લીધો, અને હું નમ્રતા પૂર્વક દેશના મીડિયાને પણ એક વિનંતી કરવા માંગુ છું, તેમ તો મીડિયાને દરેક પ્રકારે સહન માટે ઈશ્વર મને શક્તિ આપે, પ્રાર્થના કરતો રહું છું. પરંતુ આજે હું તેમને પ્રાર્થના કરી રહ્યો છું કે કૃપા કરીને અમે જ્યારે પ્રકારની હરકતોની આલોચના કરીએ, તો તમે હેડલાઇન બનાવો, કે મોદીએ વિપક્ષને ધોઈ નાખ્યો, તમે કોંગ્રેસને બચાવવાની ચાલાકીઓ બંધ કરો. વિપક્ષ-વિપક્ષ કરીને તમે કોંગ્રેસને બચાવી રહ્યા છો અને વિપક્ષમાં જે અન્ય સાથીઓ બેઠા છે, તેઓ પણ સમજી ગયા છે કે પાપ કોંગ્રેસ કરે છે અને ભોગવવું તેમને પડે છે, અને કોંગ્રેસની ઇકોસિસ્ટમ દર વખતે બચીને નીકળવાની રમત રમે છે, કે પાપ કોંગ્રેસ કરે, આલોચના કોંગ્રેસની હોય, ગુસ્સો કોંગ્રેસ પર હોય, પરંતુ મીડિયામાં કોંગ્રેસ નથી દેખાતી, વિપક્ષ શબ્દ દેખાય છે, કેમ ભાઈ, કેમ કોંગ્રેસને બચાવી રહ્યા છો. એવું કરવાથી તમે કોંગ્રેસને બચાવી શકો છો, કોંગ્રેસને સુધરવા માટે મજબૂર કરો છો. જો તમે એકવાર છાપવાનું શરૂ કરી દેશો, બોલવાનું શરૂ કરી દેશો, જનરલ વિપક્ષનો દોષ નથી, અને જુઓ દિલ્હીમાં જે થયું, શું તેમાં કોઈ ટીએમસીના લોકોએ પાપ કર્યું છે, નથી કર્યું, ડીએમકેના લોકોએ પાપ કર્યું છે, નથી કર્યું, બસપાના લોકોએ પાપ કર્યું છે, નથી કર્યું, ફારૂખ અબ્દુલ્લા જીની પાર્ટીએ પાપ કર્યું છે, નથી કર્યું, ફક્ત અને ફક્ત, માથાફરેલા નેતા, કોંગ્રેસના બેલગામ નેતા, દેશને તબાહ કરવા પર ઉતરેલા છે. જો તમારે પ્રધાનમંત્રીની ખુરશી પર બેસવું હોય, તો પહેલા તમારે જનતાના દિલ જીતવા પડશે. મહિલા સાંસદોને મોકલીને સીટ પર કબજો કરવાથી તમે પ્રધાનમંત્રી નથી બની શકતા, અને માતાઓ-બહેનોને પ્રકારે આગળ કરવાની શું મજબૂરી છે તમારી, શું આટલા પોલા થઈ ગયા છો તમે લોકો.

સાથીઓ,

કોંગ્રેસ દેશ માટે બોજ બની ગઈ છે, અને મને વાતનો સંતોષ છે કે દિલ્હીમાં જે ઘટના ઘટી, કોંગ્રેસના તમામ સાથી પક્ષોએ, કોંગ્રેસની ભરપૂર આલોચના કરવાની હિંમત બતાવી છે. હું વિપક્ષના સાથીઓનો સચ્ચાઈ સાથે અને દેશના ગૌરવ સાથે ઊભા રહેવા માટે, તેમનો હું સાર્વજનિક રૂપે આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ,

ભાજપ સરકાર માટે દેશનો વિકાસ, યુપીનો વિકાસ સર્વોપરી છે. પરંતુ તમે યાદ કરો, 10 વર્ષ પહેલા સુધી, યુપીની ચર્ચા કઈ વાતો માટે થતી હતી? દરેક કોઈને, મેરઠના રમખાણો, પશ્ચિમ યુપીમાં ક્રિમિનલોની ગેંગ, ખરાબ રસ્તાઓ, વીજળી કાપ અને પછાતપણાની પરિસ્થિતિઓ, કંઈક ચર્ચામાં રહેતું હતું. પશ્ચિમી યુપીના અપરાધ પર ફિલ્મો બનતી હતી, ફિલ્મો. સપા સરકારે યુપીનું હાલ કરીને રાખ્યું હતું. પરંતુ આજે યુપીને વિકાસ માટે ઓળખવામાં આવી રહ્યું છે. આજે આપણા યુપીને, બ્રહ્મોસ માટે, મોબાઇલ ફોન બનાવવા અને એરપોર્ટ માટે, પ્રવાસીઓની સતત વધતી સંખ્યાની સુવિધા માટે ઓળખવામાં આવે છે. યુપી, સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમમાં પણ પોતાની ઓળખ વધારી રહ્યું છે. મેરઠમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કામ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

સપા રાજમાં જે અપરાધીઓ બેખોફ ફરતા હતા, તેઓ આજે યોગી જીની સરકારમાં જેલોમાં દિવસો વિતાવી રહ્યા છે. આજે કોઈની હિંમત નથી, કે કોલેજથી ભણીને નીકળી રહેલી આપણી કોઈ દીકરીનું અપમાન કરી શકે.

સાથીઓ,

જ્યારે કાયદો વ્યવસ્થા સુધરે છે, ત્યારે વ્યાપાર-કારોબાર અને દુકાનદારી માટે પણ માહોલ બને છે. તેથી આજે યુપીની અર્થવ્યવસ્થામાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. યોગી જીના નેતૃત્વમાં યુપી દેશનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. ગઈકાલે મને યુપીની પહેલી સેમીકન્ડક્ટર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરવાનો અવસર મળ્યો છે. સેમી-કન્ડક્ટર ફેક્ટરી બનવાથી યુપીનું સામર્થ્ય વધુ વધી જશે. આનાથી અહીં નવા રોકાણ, નવા રોજગાર માટે અદ્ભુત સંભાવનાઓ બનશે. હું તમને વિશ્વાસ અપાવું છું, ભાજપની ડબલ એન્જિન સરકાર, આવી રીતે યુપીને દેશની સૌથી મોટી ઇકોનોમી બનાવવા માટે કામ કરતી રહેશે. યુપી વિકસિત થશે, તો ભારત વિકસિત થશે. એકવાર ફરી આપ સૌને નમો ભારત ટ્રેન અને મેટ્રો પ્રોજેક્ટ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. વંદે માતરમના 150 વર્ષ મનાવી રહ્યા છે. મારી સાથે બોલો-

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

વંદે માતરમ્ !

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2231539) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Manipuri , Assamese