પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિક શૂફની ભારત મુલાકાત
પોસ્ટેડ ઓન:
19 FEB 2026 8:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2026 ના રોજ નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિક શૂફ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી શૂફ AI ઇમ્પેક્ટ સમિટમાં નેધરલેન્ડના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ સમિટમાં હાજરી આપવા બદલ પ્રધાનમંત્રી શૂફનો આભાર માન્યો હતો અને આર્થિક વૃદ્ધિ અને સામાજિક કલ્યાણ માટે AI પરના કાર્યકારી જૂથના સહ-અધ્યક્ષ તરીકે નેધરલેન્ડના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શૂફે સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમિટનું જાહેરનામું (Summit Declaration) ભાવિ નીતિ વિષયક ચર્ચાઓને માર્ગદર્શન આપશે. AI નું આગમન તકનીકી ઉત્ક્રાંતિમાં એક નિર્ણાયક ક્ષણ છે અને સમાજ માટે નોંધપાત્ર તકો ધરાવે છે તે વાત સ્વીકારતા, બંને નેતાઓએ સામાજિક પરિવર્તન હાંસલ કરવા માટે AI ની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા ભારત અને નેધરલેન્ડે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં, નેતાઓએ AI, ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર્સ સહિતની ઉભરતી ટેકનોલોજીમાં બંને દેશો વચ્ચે સહકાર મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.
દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરતા, બંને નેતાઓએ ભારત-નેધરલેન્ડ ભાગીદારીમાં સ્થિર પ્રગતિને આવકારી હતી અને WAH (વોટર, એગ્રિકલ્ચર, હેલ્થ - પાણી, કૃષિ, આરોગ્ય), સ્વચ્છ ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓ સંમત થયા હતા કે સીમાચિહ્નરૂપ ભારત-EU મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટોનું નિષ્કર્ષ બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારીમાં સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવાની ઐતિહાસિક તક પૂરી પાડે છે.
નેતાઓએ મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે બહુપક્ષીય પ્લેટફોર્મ પર સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ભારતનું વલણ દોહરાવ્યું હતું અને તેનો વહેલી તકે અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ભારત-નેધરલેન્ડ ભાગીદારી વેપાર અને રોકાણના પરંપરાગત ક્ષેત્રો, WAH (પાણી, કૃષિ, આરોગ્ય) ક્ષેત્રો, લોકો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર રીતે ગાઢ બની છે અને તાજેતરમાં ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઊર્જા, શિક્ષણ અને દરિયાઈ ક્ષેત્રના વ્યૂહાત્મક વિસ્તારોમાં વિસ્તરી છે.
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2230491)
મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam