|
નાણા મંત્રાલય
કેન્દ્રીય બજેટ 2026-27ની મુખ્ય બાબતો
પોસ્ટેડ ઓન:
01 FEB 2026 1:08PM by PIB Ahmedabad
ભાગ-એ
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું. બજેટના મુખ્ય અંશ નીચે મુજબ છે:
કર્તવ્ય ભવનમાં તૈયાર કરવામાં આવેલું આ પ્રથમ બજેટ, 3 કર્તવ્યોથી પ્રેરિત છે:
- પ્રથમ કર્તવ્ય: ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારીને અને અસ્થિર વૈશ્વિક ગતિશીલતા સામે સ્થિતિસ્થાપકતા કેળવીને આર્થિક વૃદ્ધિને વેગ આપવો અને તેને જાળવી રાખવી.
- બીજું કર્તવ્ય: લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવું, તેમને ભારતના સમૃદ્ધિના માર્ગમાં મજબૂત ભાગીદાર બનાવવા.
- ત્રીજું કર્તવ્ય: 'સબકા સાથ, સબકા વિકાસ'નાં વિઝન સાથે સુસંગત દરેક પરિવાર, સમુદાય, પ્રદેશ અને ક્ષેત્રને અર્થપૂર્ણ ભાગીદારી માટે સંસાધનો, સુવિધાઓ અને તકો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવી.
બજેટ અંદાજો
- બિન-દેવા પ્રાપ્તિ અને કુલ ખર્ચ અનુક્રમે ₹ 36.5 લાખ કરોડ અને ₹ 53.5 લાખ કરોડ અંદાજવામાં આવ્યા છે. કેન્દ્રની ચોખ્ખી કર પ્રાપ્તિ ₹ 28.7 લાખ કરોડ અંદાજવામાં આવી છે.
- કુલ બજાર ઉધાર ₹ 17.2 લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે અને તારીખવાળી જામીનગીરી-ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા ચોખ્ખું બજાર ઉધાર ₹ 11.7 લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે.
- બિન-દેવા પ્રાપ્તિના સુધારેલા અંદાજ ₹ 34 લાખ કરોડ છે, જેમાંથી કેન્દ્રની ચોખ્ખી કર પ્રાપ્તિ ₹ 26.7 લાખ કરોડ છે.
- કુલ ખર્ચનો સુધારેલો અંદાજ ₹ 49.6 લાખ કરોડ છે, જેમાંથી મૂડી ખર્ચ આશરે ₹ 11 લાખ કરોડ છે.
- 2026-27ના બજેટ અંદાજમાં નાણાકીય ખાધ જીડીપીના 4.3 ટકા રહેવાનો અંદાજ છે.
- 2025-26ના સુધારેલા અંદાજમાં, નાણાકીય ખાધ 2025-26ના બજેટ અંદાજ મુજબ જીડીપીના 4.4 ટકા જેટલી અંદાજવામાં આવી છે.
- ઋણ-થી-જીડીપી ગુણોત્તર 2025-26ના સુધારેલા અંદાજમાં જીડીપીના 56.1 ટકાની સરખામણીમાં 2026-27ના બજેટ અંદાજમાં જીડીપીના 55.6 ટકા રહેવાનો અંદાજ છે.
|
વિગત
|
2024-25(વાસ્તવિક)
|
2025-26 (બજેટ અંદાજ)
|
2025-26 (સુધારેલા અંદાજ)
|
2026-27 (બજેટ અંદાજ)
|
|
મહેસૂલી પ્રાપ્તિ
|
3,03,6619
|
34,20,409
|
33,42,323
|
35,33,150
|
|
મૂડી પ્રાપ્તિ
|
16,16,249
|
16,44,936
|
16,22,519
|
18,14,165
|
|
કુલ પ્રાપ્તિ
|
46,52,867
|
50,65,345
|
49,64,842
|
53,47,315
|
|
કુલ ખર્ચ
|
46,52,867
|
50,65,345
|
49,64,842
|
53,47,315
|
|
અસરકારક મૂડી ખર્ચ
|
13,24,609
|
15,48,282
|
14,03,906
|
17,14,523
|
|
મહેસૂલી ખાધ
|
5,64,296
|
5,23,846
|
5,26,764
|
5,92,344
|
|
અસરકારક મહેસૂલી ખાધ
|
2,91,640
|
96,654
|
21,8,613
|
99,642
|
|
નાણાકીય ખાધ
|
15,74,431
|
15,68,936
|
15,58,492
|
16,95,768
|
|
પ્રાથમિક ખાધ
|
4,58,856
|
2,92,598
|
28,4154
|
2,91,796
|
- પ્રથમ કર્તવ્ય આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને તેને જાળવી રાખવા માટેનું છે, જેમાં નીચેના 6 હસ્તક્ષેપો સૂચવવામાં આવ્યા છે:
1. 7 વ્યૂહાત્મક અને અદ્યતન ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગનું વિસ્તરણ
- બાયોફાર્મા શક્તિ (Strategy for Healthcare Advancement through Knowledge, Technology and Innovation-જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા દ્વારા આરોગ્ય સંભાળ પ્રગતિ માટેની વ્યૂહરચના) ની જાહેરાત કરવામાં આવી છે. ભારતને વૈશ્વિક બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા માટે આગામી 5 વર્ષમાં ₹ 10,000 કરોડના ખર્ચનું આયોજન છે.
- 3 નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(NIPER)ની સ્થાપના અને હાલની 7 સંસ્થાઓને અપગ્રેડ કરીને બાયોફાર્મા-કેન્દ્રિત નેટવર્ક બનાવવામાં આવશે.
- 1000થી વધુ માન્યતા પ્રાપ્ત ઇન્ડિયા ક્લિનિકલ ટ્રાયલ્સ (India Clinical Trials) સાઇટ્સનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે.
- ભારત સેમિકન્ડક્ટર મિશન (ISM) 2.0 લોન્ચ કરવામાં આવશે, જેનો હેતુ ઉપકરણો અને સામગ્રીનું ઉત્પાદન કરવું, ફુલ-સ્ટેક ઇન્ડિયન IP ડિઝાઇન કરવી અને ટેકનોલોજી તથા કુશળ વર્કફોર્સ વિકસાવવા માટે ઉદ્યોગ-આધારિત સંશોધન અને તાલીમ કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરી સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો છે.
- ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટેનું આયોજન વધારીને ₹ 40,000 કરોડ કરવામાં આવ્યું છે.
- ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ જેવા ખનિજ-સમૃદ્ધ રાજ્યોમાં ખાણકામ, પ્રોસેસિંગ, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 'ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર્સ' સ્થાપિત કરવામાં આવશે.
- ક્લસ્ટર-આધારિત પ્લગ-એન્ડ-પ્લે મોડેલ પર, ચેલેન્જ રૂટ દ્વારા 3 સમર્પિત કેમિકલ પાર્ક્સ સ્થાપવામાં રાજ્યોને મદદ કરવા માટે સરકાર એક યોજના શરૂ કરશે.
- કેપિટલ ગુડ્સ ક્ષમતાનું સદ્રઢીકરણ
- સીપીએસઈ દ્વારા 2 સ્થળોએ હાઈ ટેક ટૂલ રૂમ્સ સ્થાપિત કરવામાં આવશે, જે ડિજિટલી સક્ષમ ઓટોમેટેડ સર્વિસ બ્યુરો તરીકે કાર્ય કરશે અને સ્થાનિક સ્તરે હાઈ-પ્રિસિઝન કમ્પોનન્ટ્સનું મોટા પાયે અને ઓછા ખર્ચે ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદન કરશે.
- બાંધકામ અને માળખાગત ઉપકરણો (CIE)માં વૃદ્ધિ માટેની એક યોજના રજૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ-મૂલ્ય અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન CIEના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો છે.
- કન્ટેનર ઉત્પાદન માટેની યોજના જાહેર કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવાનો છે, જેના માટે 5 વર્ષના સમયગાળામાં ₹ 10,000 કરોડથી વધુની બજેટ ફાળવણી કરવામાં આવી છે.
- ટેક્સટાઈલ ક્ષેત્ર માટે ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે:
- રેશમ, ઊન અને શણ જેવા કુદરતી ફાઈબર્સ, માનવસર્જિત (મેન મેડ) ફાઈબર્સ અને નવા યુગના ફાઈબર્સમાં આત્મનિર્ભરતા માટે નેશનલ ફાઈબર સ્કીમ શરૂ કરવામાં આવશે.
- મશીનરી માટે મૂડી સહાય, ટેકનોલોજી અપગ્રેડેશન અને કોમન ટેસ્ટિંગ તથા સર્ટિફિકેશન સેન્ટર્સ દ્વારા પરંપરાગત ક્લસ્ટરોને આધુનિક બનાવવા માટે ટેક્સટાઈલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ અમલમાં મુકાશે.
- ટેકનિકલ ટેક્સટાઈલ્સમાં મૂલ્ય સંવર્ધન-વેલ્યુ એડિશન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ચેલેન્જ મોડમાં મેગા ટેક્સ્ટાઈલ પાર્ક્સ સ્થાપિત કરવામાં આવશે.
- ખાદી, હેન્ડલૂમ અને હસ્તકલાને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ પહેલની જાહેરાત કરવામાં આવી છે.
- વૈશ્વિક બજાર જોડાણ અને બ્રાન્ડિંગમાં મદદ કરવા માટેની પહેલ, જે તાલીમ, કૌશલ્ય વર્ધન, પ્રક્રિયાની ગુણવત્તા અને ઉત્પાદનને સુવ્યવસ્થિત કરશે અને ટેકો આપશે.
2. પરંપરાગત ઔદ્યોગિક ક્ષેત્રોનો કાયાકલ્પ
- 200 પરંપરાગત ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવા માટેની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા તેમની ખર્ચ સ્પર્ધાત્મકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે.
3. “ચેમ્પિયન એસએમઈ” બનાવવા અને સૂક્ષ્મ સાહસોને સહાય પૂરી પાડવી:
- ભવિષ્યના ચેમ્પિયન બનાવવા માટે પસંદ કરેલા માપદંડોના આધારે સાહસોને પ્રોત્સાહિત કરવા માટે ₹ 10,000 કરોડનું સમર્પિત એસએમઈ ગ્રોથ ફંડ રજૂ કરવામાં આવશે.
- સૂક્ષ્મ સાહસોને સહાય ચાલુ રાખવા અને જોખમ મૂડી સુધી તેમની પહોંચ જાળવી રાખવા માટે આત્મનિર્ભર ભારત ભંડોળમાં વધારાના ₹ 2,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.
- સરકાર ICAI, ICSI, ICMAI જેવી વ્યાવસાયિક સંસ્થાઓને ખાસ કરીને ટાયર-II અને ટાયર-III શહેરોમાં 'કોર્પોરેટ મિત્ર'ની કેડર વિકસાવવા માટે ટૂંકા ગાળાના, મોડ્યુલર કોર્સ અને વ્યવહારુ સાધનો તૈયાર કરવા માટે સુવિધા આપશે.
4. ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ)ને શક્તિશાળી વેગ આપવો:
- નાણાકીય વર્ષ 2026-27માં જાહેર મૂડી ખર્ચ વધારીને ₹ 12.2 લાખ કરોડ કરવામાં આવશે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન તબક્કા દરમિયાનનાં જોખમો અંગે ખાનગી ડેવલપર્સના આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ ની સ્થાપના કરશે.
- સમર્પિત REITsની સ્થાપના દ્વારા સરકાર CPSEsની નોંધપાત્ર રિયલ એસ્ટેટ અસ્કયામતોના રિસાયક્લિંગને વેગ આપશે.
- પર્યાવરણીય રીતે ટકાઉ કાર્ગો હેરફેરને પ્રોત્સાહન આપવા માટે નીચેનાં પગલાં સૂચવવામાં આવ્યાં છે:
- પૂર્વમાં દાનકુનીથી પશ્ચિમમાં સુરતને જોડતા નવા સમર્પિત માલવહન કોરિડોર સ્થાપિત કરવામાં આવશે.
- આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશામાં NW-5થી થશે જે તાલ્ચર અને અંગુલ જેવા ખનિજ સમૃદ્ધ વિસ્તારો અને કલિંગ નગર જેવા ઔદ્યોગિક કેન્દ્રોને પારાદીપ અને ધામરા બંદરો સાથે જોડશે.
-
- જરૂરી માનવશક્તિના વિકાસ માટે તાલીમ સંસ્થાઓને પ્રાદેશિક સેન્ટર્સ ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવશે.
- વધુમાં, વારાણસી અને પટના ખાતે ઇનલેન્ડ વોટરવેઝ માટે સેવા પૂરી પાડતી શિપ રિપેર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
- રેલ અને રોડ પરથી પરિવહનને મોડલ શિફ્ટ કરવા માટે પ્રોત્સાહન આપવા કોસ્ટલ કાર્ગો પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવશે, જેથી 2047 સુધીમાં ઇનલેન્ડ વોટરવેઝ અને કોસ્ટલ શિપિંગનો હિસ્સો 6% થી વધારીને 12% કરી શકાય.
- સીપ્લેનનાં ઉત્પાદનનું સ્વદેશીકરણ કરવા, છેવાડાના અને અંતરિયાળ કનેક્ટિવિટી વધારવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે.
- કામગીરી માટે સહાય પૂરી પાડવા માટે સીપ્લેન વી.જી.એફ. યોજના શરૂ કરવામાં આવશે
5. લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવી:
- કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS) ટેકનોલોજી માટે આગામી 5 વર્ષમાં ₹ 20,000 કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે.
6. સિટી ઇકોનોમિક રિજન્સ વિકસાવવા:
- સિટી ઇકોનોમિક રિજન્સ (CER) માટે આગામી 5 વર્ષમાં પ્રતિ ઐજન ₹ 5000 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે, જે 'ચેલેન્જ મોડ' દ્વારા રિફોર્મ-કમ-રિઝલ્ટ્સ (સુધારા-સાથે-પરિણામ) આધારિત ફાઇનાન્સિંગ મિકેનિઝમ હેઠળ તેમની યોજનાઓ લાગુ કરવા માટે આપવામાં આવશે.
- પર્યાવરણીય રીતે ટકાઉ પેસેન્જર સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર શહેરો વચ્ચે 'ગ્રોથ કનેક્ટર્સ' તરીકે સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવશે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- મુંબઈ-પુણે
- પુણે-હૈદરાબાદ
- હૈદરાબાદ-બેંગલુરુ
- હૈદરાબાદ-ચેન્નાઈ
- ચેન્નાઈ-બેંગલુરુ
- દિલ્હી-વારાણસી
- વારાણસી-સિલીગુડી
- સરકાર દ્વારા સેક્ટરની વ્યાપક સમીક્ષા કરવા અને નાણાકીય સ્થિરતા, સમાવેશ અને ગ્રાહક સુરક્ષાને સુરક્ષિત રાખીને તેને ભારતના વિકાસના આગામી તબક્કા સાથે સુસંગત બનાવવા માટે “વિકસિત ભારત માટે બેંકિંગ પર ઉચ્ચ સ્તરીય સમિતિ”ની સ્થાપના કરવામાં આવશે..
- જાહેર ક્ષેત્રની NBFCsમાં વ્યાપ હાંસલ કરવા અને કાર્યક્ષમતા સુધારવા માટે સરકાર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને ગ્રામીણ વિદ્યુતીકરણ કોર્પોરેશનનું પુનર્ગઠન કરશે.
- ભારતની વિકસતી આર્થિક પ્રાથમિકતાઓ સાથે સુસંગત, વિદેશી રોકાણ માટે વધુ સમકાલીન, વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ માળખું બનાવવા માટે વિદેશી વિનિમય વ્યવસ્થાપન (બિન-ઋણ સાધનો) નિયમોની વ્યાપક સમીક્ષાની દરખાસ્ત કરવામાં આવી છે.
મ્યુનિસિપલ બોન્ડ્સ
- મોટા શહેરો દ્વારા વધુ મૂલ્યના મ્યુનિસિપલ બોન્ડ જારી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે 1000 કરોડ રૂપિયાથી વધુના સિંગલ બોન્ડ જારી કરવા માટે 100 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને ક્ષમતા નિર્માણ કરવાનું છે
- સરકાર વિકસિત ભારતના મુખ્ય ચાલક તરીકે સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતા પગલાંની ભલામણ કરવા માટે ઉચ્ચ સત્તા ધરાવતી 'રોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટે શિક્ષણ' સ્થાયી સમિતિની રચના કરશે.
વિકસિત ભારત માટે વ્યાવસાયિકોનું નિર્માણ
- સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો (એ.એચ.પી.) માટે હાલની સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં નવી એ.એચ.પી. સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે
- આગામી 5 વર્ષમાં 1,00,000 સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો ઉમેરવામાં આવશે
- ભારતને તબીબી પ્રવાસન સેવાઓના કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા માટે પાંચ પ્રાદેશિક તબીબી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.
આયુષ
- 3 નવી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.
પશુપાલન
- સરકાર પશુ ચિકિત્સા વ્યાવસાયિકોની ઉપલબ્ધતામાં 20,000થી વધુનો વધારો કરશે
- ખાનગી ક્ષેત્રમાં પશુચિકિત્સા અને અર્ધ વેટ કોલેજો, પશુચિકિત્સા હોસ્પિટલો, નિદાન પ્રયોગશાળાઓ અને સંવર્ધન સુવિધાઓની સ્થાપના માટે લોન-લિંક્ડ કેપિટલ સબસિડી સપોર્ટ સ્કીમ શરૂ કરવામાં આવશે.
ઓરેબ્જ અર્થતંત્ર
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ, મુંબઈને 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ એન્ડ કૉમિક્સ (AVGC) કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં સહાય પૂરી પાડવામાં આવશે.
શિક્ષણ
- ચેલેન્જ રૂટ દ્વારા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની નજીકમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવામાં આવશે.
- વી.જી.એફ./કેપિટલ સપોર્ટ દ્વારા દરેક જિલ્લામાં 1 કન્યા છાત્રાલયની સ્થાપના કરવામાં આવશે
પર્યટન
- નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોસ્પિટાલિટીમાં અપગ્રેડ કરવામાં આવશે
- 20 પ્રવાસન સ્થળોમાં 10,000 માર્ગદર્શકોની કુશળતા વધારવા માટે પાયલોટ યોજનાની જાહેરાત આઈ.આઈ.એમ.ના સહયોગથી હાઇબ્રિડ મોડમાં પ્રમાણિત, ઉચ્ચ ગુણવત્તાવાળા 12 સપ્તાહના તાલીમ અભ્યાસક્રમ દ્વારા કરવામાં આવી છે.
- સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વારસો જેવા મહત્વના તમામ સ્થળોનું ડિજિટલ દસ્તાવેજીકરણ કરવા માટે રાષ્ટ્રીય ગંતવ્ય ડિજિટલ નોલેજ ગ્રીડની સ્થાપના કરવામાં આવશે.
વારસો અને સંસ્કૃતિ પ્રવાસન
- લોથલ, ધોળાવીરા, રાખીગઢી, આદિચનલ્લુર, સારનાથ, હસ્તિનાપુર અને લેહ પેલેસ સહિત 15 પુરાતત્વીય સ્થળોને જીવંત, પ્રાયોગિક સાંસ્કૃતિક સ્થળોમાં વિકસાવવામાં આવશે
રમતગમત
- આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવામાં આવશે
ત્રીજું કર્તવ્ય 'સબકા સાથ, સબકા વિકાસ'નાં વિઝન સાથે સુસંગત છે અને તેમાં નીચેનાં ચાર ક્ષેત્રોમાં લક્ષિત પ્રયત્નો જરૂરી છે:
1. ખેડૂતોની આવકમાં વધારો કરવો
- નિમ્ન માટે હાથ ધરવામાં આવનારી નવી પહેલ
- 500 જળાશયો અને અમૃત સરોવરોનો સંકલિત વિકાસ
ઉચ્ચ મૂલ્યની ખેતીઃ
- સરકાર ઉચ્ચ મૂલ્યના પાકોને ટેકો આપશે જેવા કેઃ
- દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર, ચંદન, કોકો અને કાજુ
- ઉત્પાદન વધારવા અને ઉત્પાદકતા વધારવા માટે નાળિયેર પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવશે.
ભારત-વિસ્તાર (કૃષિ સંસાધનોની પહોંચ માટે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ)
- સરકાર એગ્રીસ્ટેક પોર્ટલ અને કૃષિ પદ્ધતિઓ પર ICAR પેકેજને AI પ્રણાલીઓ સાથે સંકલિત કરવા માટે એક બહુભાષી AI ટૂલ ભારત-વિસ્તાર શરૂ કરશે.
2. દિવ્યાંગજનોનું સશક્તિકરણ
- આઇટી, એવીજીસી ક્ષેત્રો, આતિથ્ય અને ખાદ્ય અને પીણા ક્ષેત્રોમાં કાર્યલક્ષી અને પ્રક્રિયા સંચાલિત ભૂમિકાઓ પ્રદાન કરવા દિવ્યાંગજનો માટે દિવ્યાંગજન કૌશલ યોજના
3. માનસિક સ્વાસ્થ્ય અને આઘાત સંભાળ માટે પ્રતિબદ્ધતા
- સરકાર ઉત્તર ભારતમાં નિમહાન્સ-2ની સ્થાપના કરશે.
- સરકાર રાંચી અને તેજપુરમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓને પ્રાદેશિક સર્વોચ્ચ સંસ્થાઓ તરીકે અપગ્રેડ કરશે.
4. પૂર્વોદય રાજ્યો અને પૂર્વોત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત
- સરકાર દુર્ગાપુર ખાતે સારી રીતે જોડાયેલા નોડ સાથે સંકલિત ઇસ્ટ કોસ્ટ ઔદ્યોગિક કોરિડોર વિકસાવશે, 5 પૂર્વોદય રાજ્યોમાં 5 પ્રવાસન સ્થળોનું નિર્માણ કરશે અને 4,000 ઇ-બસોની જોગવાઈ કરશે.
- અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટના વિકાસ માટે એક યોજના શરૂ કરવામાં આવશે.
16મું નાણાં પંચ
- સરકારે 16મા નાણાં પંચની ભલામણ મુજબ નાણાં પંચ અનુદાન તરીકે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને ₹1.4 લાખ કરોડ પૂરા પાડ્યા હતા.
ભાગ - B
સીધા કરવેરા

નવો આવકવેરા અધિનિયમ
· નવો આવકવેરાનો કાયદો 2025, એપ્રિલ 2026થી લાગુ થશે.
· આવકવેરાના સરળ નિયમો અને ફોર્મ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સામાન્ય નાગરિકોના સરળ પાલન માટે ફોર્મને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઈઝ ઑફ લિવિંગ
- મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા કોઈ વ્યક્તિને આપવામાં આવતા વ્યાજને ઇન્કમ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવશે, અને આ પેટે થતું કોઈપણ ટીડીએસ દૂર કરવામાં આવશે
- ટીસીએસનું તર્કસંગતકરણ
- વિદેશી પ્રવાસના પ્રોગ્રામ પેકેજના વેચાણ પર TCS નો દર વર્તમાન 2-20%થી ઘટાડીને 2% કરવામાં આવશે.
- લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશમાં શિક્ષણ અને તબીબી માટે મોકલવામાં આવતી રકમ પર TCS દર હાલના 5%થી ઘટાડીને 2% કરવાની દરખાસ્ત છે.
- માનવબળ પુરવઠા માટે સરળીકૃત ટી.ડી.એસ. જોગવાઈઓથી શ્રમ સઘન બિઝનેસીસને લાભ થશે.
- નાના કરદાતાઓ માટેની યોજના જેમાં આકારણીકાર પાસે અરજી દાખલ કરવાને બદલે ઓછી અથવા શૂન્ય કપાત પ્રમાણપત્ર મેળવવા માટે નિયમ આધારિત સ્વચાલિત પ્રક્રિયા હોય.
- ડિવિડન્ડ, વ્યાજ વગેરે પરના TDS માટે Form 15G અથવા 15H માટે ડિપોઝિટરીઝ સાથે સિંગલ વિન્ડો ફાઇલિંગ
- રિટર્ન રિવાઇઝ કરવા માટે ઉપલબ્ધ સમય મર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને નજીવી ફીની ચુકવણી સાથે 31 માર્ચ સુધી લંબાવવામાં આવશે.
- ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયરેખાને તબક્કાવાર કરવામાં આવશે.
- એનઆરઆઈ સાથે સંકળાયેલા મિલકતના વ્યવહારો માટે TANને બદલે હવે નિવાસી ખરીદદારો માટે પાન આધારિત ચલણ.
-
- નાના કરદાતાઓ માટે તેમની વિદેશી આવક અથવા સંપત્તિ જાહેર કરવા માટે એક વખતની 6 મહિનાની વિદેશી સંપત્તિ જાહેર કરવાની યોજના.
દંડ અને કાર્યવાહીને તર્કસંગત બનાવવી
- આઇટી આકારણી અને દંડની કાર્યવાહી બંને માટે સામાન્ય હુકમ દ્વારા સંકલિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
- લિટીગેશન્સ ઘટાડવા માટે, રીએસેસમેન્ટની કાર્યવાહી શરૂ થયા પછી પણ કરદાતાઓને તેમના રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવશે, જે સંબંધિત વર્ષ માટે લાગુ પડતા ટેક્સ રેટ ઉપરાંત વધારાના 10% ટેક્સ રેટ પર રહેશે.
- આવકની ખોટી જાણ કરવા બદલ દંડ પણ વધારાના આવકવેરાની ચુકવણી સાથે મુક્તિ માટે પાત્ર છે.
- ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળના પ્રોઝિક્યુશન ફ્રેમવર્કને તર્કસંગત કરવામાં આવશે.
- હિસાબી ચોપડા અને દસ્તાવેજો રજૂ ન કરવા, તેમજ જ્યાં ચુકવણી વસ્તુના સ્વરૂપમાં કરવામાં આવી હોય ત્યાં TDS ચુકવણીની જરૂરિયાતને ગુનામુક્ત કરવામાં આવશે.
- ₹ 20 લાખથી ઓછી કુલ કિંમતની બિન-સ્થાવર વિદેશી અસ્કયામતો જાહેર ન કરવા બદલ 1.10.2024થી પશ્ચાદવર્તી અસર સાથે ખટલાની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.
સહકારી
- દૂધ, તેલીબિયાં, ફળો અથવા શાકભાજીના સપ્લાય માટે મળતી ઇન્કમ ટેક્સની કપાતનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હવે તેના સભ્યો દ્વારા ઉત્પાદિત પશુ આહાર અને કપાસિયાના સપ્લાય પર પણ આ કપાતનો લાભ મળશે.
- નવી ટેક્સ પ્રણાલી હેઠળ, એક સહકારી મંડળીને બીજી સહકારી મંડળી પાસેથી મળેલ ડિવિડન્ડની આવક પર કપાતની મંજૂરી આપવામાં આવશે, જો તે રકમ આગળ તેના સભ્યોમાં વહેંચવામાં આવે.
- સૂચિત નેશનલ કોઓપરેટિવ ફેડરેશન દ્વારા 31.1.2026 સુધી કંપનીઓમાં કરવામાં આવેલા રોકાણ પર મળતા ડિવિડન્ડ માટે 3 વર્ષ ના સમયગાળા માટે મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ ત્યારે જ મળશે જ્યારે આ ડિવિડન્ડ આગળ તેની સભ્ય સહકારી મંડળીઓને વહેંચવામાં આવે.
ભારતના વિકાસના એન્જિન તરીકે આઇટી ક્ષેત્રને ટેકો આપવો
- સોફ્ટવેર ડેવલપમેન્ટ સર્વિસીસ, આઈટી એનેબલ્ડ સર્વિસીસ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ સર્વિસીસ અને સોફ્ટવેર ડેવલપમેન્ટને લગતી કોન્ટ્રાક્ટ આર એન્ડ ડી સર્વિસીસને Information Technology Servicesની એક જ શ્રેણી હેઠળ ગ્રુપ કરવામાં આવશે, જેમાં 15.5%નો કોમન સેફ હાર્બર માર્જિન રહેશે.
- આઈટી સર્વિસીસ માટે સેફ હાર્બરનો લાભ લેવાની મર્યાદા ₹ 300 કરોડથી વધારીને ₹ 2,000 કરોડ કરવામાં આવશે.
- આઈટી સર્વિસીસ માટે સેફ હાર્બરને ઓટોમેટેડ રૂલ-ડ્રિવન પ્રક્રિયા દ્વારા મંજૂર કરવામાં આવશે, જે સતત 5 વર્ષના સમયગાળા માટે ચાલુ રાખી શકાય છે.
- IT સર્વિસીસ માટે યુનિલેટરલ એડવાન્સ્ડ પ્રાઈસિંગ એગ્રીમેન્ટ (APA) પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે, જેમાં તેને 2 વર્ષ ના સમયગાળામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જે કરદાતાની વિનંતી પર 6 મહિના સુધી લંબાવી શકાય છે.
- APAમાં પ્રવેશતી એન્ટિટી માટે ઉપલબ્ધ મોડિફાઇડ રિટર્ન્સની સુવિધા તેની સંકળાયેલી એન્ટિટીઝ માટે પણ લંબાવવામાં આવશે.
વૈશ્વિક વેપાર અને રોકાણને આકર્ષવું
- ભારતમાંથી ડેટા સેન્ટર સેવાઓનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે ક્લાઉડ સેવાઓ પૂરી પાડતી કોઈપણ વિદેશી કંપનીને વર્ષ 2047 સુધી ટેક્સ હોલિડે (કર મુક્તિ) આપવામાં આવશે.
- જો ભારતમાંથી ડેટા સેન્ટર સેવા પૂરી પાડતી કંપની 'રિલેટેડ એન્ટિટી' (સંબંધિત એકમ) હોય, તો તેના ખર્ચ પર 15% નો સેફ હાર્બર આપવામાં આવશે.
- બોન્ડેડ વેરહાઉસમાં કમ્પોનન્ટ વેરહાઉસિંગ માટે બિન-નિવાસીઓને ઇન્વોઇસ વેલ્યુના 2% પ્રોફિટ માર્જિન પર સેફ હાર્બર આપવામાં આવશે. આનાથી પરિણામી ટેક્સ લગભગ 0.7% જેટલો રહેશે, જે અન્ય સ્પર્ધાત્મક દેશો કરતા ઘણો ઓછો છે.
- બોન્ડેડ ઝોનમાં કોઈપણ ટોલ મેન્યુફેક્ચરરને કેપિટલ ગુડ્સ, સાધનો અથવા ટૂલિંગ પૂરા પાડતા કોઈપણ બિન-નિવાસીને 5 વર્ષ માટે ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે.
- સૂચિત યોજનાઓ હેઠળ ભારત આવતા બિન-નિવાસી નિષ્ણાતોની વૈશ્વિક (ભારત બહારની) આવકને 5 વર્ષના રોકાણના સમયગાળા માટે મુક્તિ આપવામાં આવશે.
- પ્રિઝમ્પટિવ બેઝિસ-અંદાજિત આવક પર ટેક્સ ચૂકવતા તમામ બિન-નિવાસીઓને લઘુતમ વૈકલ્પિક કર (MAT) માંથી મુક્તિ આપવામાં આવશે.
કરવેરાનું સંચાલન
- કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે, જે ઇન્કમ કોમ્પ્યુટેશન એન્ડ ડિસ્ક્લોઝર સ્ટાન્ડર્ડ્સ (ICDS)ની જરૂરિયાતોને ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (IndAS)માં જ સામેલ કરશે. ટેક્સ વર્ષ 2027-28થી ICDS પર આધારિત અલગ એકાઉન્ટિંગની જરૂરિયાત દૂર કરવામાં આવશે.
- સેફ હાર્બર રૂલ્સના હેતુ માટે એકાઉન્ટન્ટની વ્યાખ્યાને તર્કસંગત કરવામાં આવશે.
કરવેરાની અન્ય દરખાસ્તો
- લઘુમતી શેરધારકોના હિતમાં, હવે તમામ પ્રકારના શેરધારકો માટે બાયબેકમાંથી મળતી રકમને મૂડી નફો તરીકે ગણવામાં આવશે. આનાથી રોકાણકારોને માત્ર નફા પર જ ટેક્સ ચૂકવવો પડશે. જો કે, પ્રમોટરો દ્વારા ટેક્સ આર્બિટ્રેજના દુરુપયોગને રોકવા માટે, તેમણે વધારાનો બાયબેક ટેક્સ ચૂકવવો પડશે. આનાથી કોર્પોરેટ પ્રમોટરો માટે અસરકારક ટેક્સ રેટ 22% અને નોન-કોર્પોરેટ પ્રમોટરો માટે 30% થશે.
- ચોક્કસ વસ્તુઓના વેચાણ પર TCSના દરો તર્કસંગત બનાવવામાં આવ્યા છે:
દારૂ, સ્ક્રેપ અને ખનિજોના વેચાણ પર TCS દર 2% કરવામાં આવશે.
ટીમરુના પાન પરનો TCS દર 5%થી ઘટાડીને 2% કરવામાં આવશે.
- ડેરિવેટિવ્ઝ (F&O) સેક્ટરમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ ઘટાડવા માટે એસટીટીમાં વધારો કરવામાં આવ્યો છે:
ફ્યુચર્સ પર STT 0.02% વધારીને 0.05% કરવામાં આવશે.
ઓપ્શન્સના પ્રીમિયમ પર STT 0.1%થી વધારીને 0.15% અને ઓપ્શન્સના એક્સરસાઇઝ પર 0.125%થી વધારીને 0.15% કરવામાં આવશે.
- કંપનીઓને કંપનીઓને નવી કર પ્રણાલી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવા માટે,જૂની ટેક્સ પ્રણાલીમાંથી લાવવામાં આવેલી MAT ક્રેડિટનો લાભ હવે માત્ર નવી ટેક્સ પ્રણાલીમાં જ મળશે. આ ક્રેડિટનો ઉપયોગ નવી વ્યવસ્થા હેઠળની ટેક્સ લાયબિલિટીના 1/4 (ચોથા ભાગ) સુધી જ કરી શકાશે.
- 1 એપ્રિલ 2026 થી હવે કોઈ નવી ટેક્સ ક્રેડિટ એકત્રિત (accumulation) કરવામાં આવશે નહીં. ફાઈનલ ટેક્સનો દર વર્તમાન 15%થી ઘટાડીને 14% કરવામાં આવશે. કરદાતાઓની 31 માર્ચ 2026 સુધી આગળ લાવેલી MAT ક્રેડિટ, અગાઉ જણાવ્યા મુજબ સેટ-ઓફ માટે ઉપલબ્ધ રહેશે.
પરોક્ષ કરવેરા:
ટેરિફ સરળીકરણ
દરિયાઈ, ચામડા અને કાપડ ઉત્પાદનોઃ
- નિકાસ માટે સીફૂડ પ્રોડક્ટ્સના પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા ચોક્કસ ઇનપુટ્સની ડ્યુટી-ફ્રી આયાતની મર્યાદા વર્તમાન 1% થી વધારીને FOB વેલ્યુના 3% કરવામાં આવશે.
- ચામડા અથવા સિન્થેટિક ફૂટવેરની નિકાસ માટે હાલમાં ઉપલબ્ધ ચોક્કસ ઇનપુટ્સની ડ્યુટી-ફ્રી આયાતની સુવિધા ચાલુ રાખવામાં આવશે.
ઊર્જા સંક્રાંતિ અને સલામતી:
- બેટરી માટે લિથિયમ-આયન સેલ્સના ઉત્પાદનમાં વપરાતા કેપિટલ ગુડ્સ (મશીનરી અને સાધનો) પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી મુક્તિ લંબાવવામાં આવી છે.
- સોલર ગ્લાસના ઉત્પાદનમાં ઉપયોગ માટે સોડિયમ એન્ટિમોનેટની આયાત પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
અણુ ઊર્જા:
- ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ્સ માટે જરૂરી સામાનની આયાત પર હાલની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી મુક્તિ વર્ષ 2035 સુધી લંબાવવામાં આવશે.
મહત્વપૂર્ણ ખનીજ:
- મહત્વપૂર્ણ ખનિજોની પ્રક્રિયા માટે જરૂરી કેપિટલ ગૂડ્ઝની આયાત પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
બાયોગેસ મિશ્રિત સીએનજીઃ
- બાયોગેસ મિશ્રિત સીએનજી પર ચૂકવવાપાત્ર કેન્દ્રીય આબકારી જકાતની ગણતરી કરતી વખતે બાયોગેસના સંપૂર્ણ મૂલ્યને બાકાત રાખવામાં આવશે.
નાગરિક અને સંરક્ષણ ઉડ્ડયનઃ
- નાગરિક, તાલીમ અને અન્ય એરક્રાફ્ટ્સના ઉત્પાદન માટે જરૂરી કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
- સંરક્ષણ ક્ષેત્રના યુનિટ્સ દ્વારા મેન્ટેનન્સ, રિપેર અથવા ઓવરહોલ (MRO) જરૂરિયાતોમાં ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટના પાર્ટ્સના ઉત્પાદન માટે આયાત કરવામાં આવતા કાચા માલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ:
- માઇક્રોવેવ ઓવનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ચોક્કસ ભાગો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
વિશેષ આર્થિક ક્ષેત્ર:
- સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થિત પાત્ર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ દ્વારા ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA)માં રાહત દરે વેચાણની સુવિધા માટે એક વિશેષ એક વખતનાં પગલું પ્રસ્તાવિત છે. આવા વેચાણનો જથ્થો તેમની નિકાસના નિર્ધારિત પ્રમાણ સુધી મર્યાદિત રહેશે
ઈઝ ઑફ લિવિંગ:
- અંગત વપરાશ માટે આયાત કરવામાં આવતા તમામ ડ્યુટીપાત્ર સામાન પરનો ટેરિફ દર 20%થી ઘટાડીને 10% કરવામાં આવશે.
- જીવનરક્ષક એવી 17 દવાઓ/મેડિસિન્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે.
- વધુ 7 દુર્લભ રોગો માટેની દવાઓની વ્યક્તિગત આયાતને ડ્યુટી-ફ્રી કરવામાં આવશે.
કસ્ટમ્સ પ્રક્રિયાને સરળ બનાવવી
- માલસામાનની સરળ અને ઝડપી અવરજવર માટે કસ્ટમ પ્રક્રિયાઓમાં ન્યૂનતમ હસ્તક્ષેપ હોવો જોઈએ.
વિશ્વાસ આધારિત પ્રણાલીઓ
- ટિયર 2 અને ટિયર 3 ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર્સ, જે AEOs તરીકે ઓળખાય છે, તેમના માટે ડ્યુટી ડિફરલ પીરિયડ 15 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવશે. આ સુવિધા પાત્ર મેન્યુફેક્ચરર-ઈમ્પોર્ટર્સ માટે પણ લંબાવવામાં આવશે.
- એડવાન્સ રુલિંગ, જે કસ્ટમ્સ માટે બંધનકર્તા છે, તેની માન્યતા અવધિ વર્તમાન 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવશે.
- સરકારી એજન્સીઓને તેમના કાર્ગોના ક્લિયરન્સમાં પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ માટે AEO માન્યતાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
- ટ્રસ્ટેડ ઈમ્પોર્ટર દ્વારા બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવશે અને માલના આગમન સાથે જ કસ્ટમ્સને તેમની ક્લિયરન્સ ફોર્મિલિટીઝ પૂર્ણ કરવા માટે ઓટોમેટિકલી જાણ કરવામાં આવશે (એવા માલની આયાત માટે જેમાં કોઈ અનુપાલનની જરૂર નથી).
- કસ્ટમ્સ વેરહાઉસિંગ ફ્રેમવર્કને સેલ્ફ-ડિક્લેરેશન, ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ અને રિસ્ક-બેઝ્ડ ઓડિટ સાથે 'વેરહાઉસ ઓપરેટર-સેન્ટ્રિક સિસ્ટમ'માં પરિવર્તિત કરવામાં આવશે.
ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ
- વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી મળતા કાર્ગો ક્લિયરન્સ એપ્રુવલ્સને નાણાકીય વર્ષના અંત સુધીમાં એક જ અને પરસ્પર જોડાયેલી ડિજિટલ વિન્ડો દ્વારા સીમલેસ રીતે પ્રોસેસ કરવામાં આવશે.
- ખોરાક, દવાઓ, છોડ, પ્રાણી અને વન્યજીવ ઉત્પાદનોના ક્લિયરન્સમાં સામેલ પ્રક્રિયાઓ, જે અવરોધિત કાર્ગોના લગભગ 70% હિસ્સો ધરાવે છે, તેને એપ્રિલ 2026 સુધીમાં જ આ સિસ્ટમ પર કાર્યરત કરવામાં આવશે.
- જે સામાન માટે કોઈ અનુપાલનની જરૂરિયાત નથી, તેનું ક્લિયરન્સ આયાતકાર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી તરત જ કસ્ટમ્સ દ્વારા કરવામાં આવશે.
- તમામ કસ્ટમ્સ પ્રક્રિયાઓ માટે એક સિંગલ, ઇન્ટિગ્રેટેડ અને સ્કેલેબલ પ્લેટફોર્મ તરીકે Customs Integrated System (CIS)ને 2 વર્ષમાં શરૂ કરવામાં આવશે.
- રિસ્ક એસેસમેન્ટ માટે એડવાન્સ્ડ ઇમેજિંગ અને AI ટેકનોલોજી સાથેના નોન-ઇન્ટ્રુસિવ સ્કેનિંગનો ઉપયોગ તબક્કાવાર રીતે વિસ્તારવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય તમામ મુખ્ય બંદરો પરના દરેક કન્ટેનરને સ્કેન કરવાનો છે.
નિકાસની નવી તકો
ભારતીય માછીમારી જહાજ દ્વારા એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) અથવા હાઈ સીઝમાં પકડવામાં આવેલી માછલીઓને ડ્યુટી-ફ્રી (કર મુક્ત) કરવામાં આવશે. વિદેશી બંદર પર આવી માછલીઓના લેન્ડિંગ (ઉતરાણ)ને માલની નિકાસ તરીકે ગણવામાં આવશે.
- કુરિયર નિકાસ પર હાલની પ્રતિ કન્સાઇનમેન્ટ ₹ 10 લાખ ની વેલ્યુ કેપ (મર્યાદા)ને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ નિર્ણય ભારતના નાના વ્યવસાયો, કારીગરો અને સ્ટાર્ટ-અપ્સની ઇ-કોમર્સ દ્વારા વૈશ્વિક બજારો સુધી પહોંચવાની આકાંક્ષાઓને ટેકો આપશે.
ઈઝ ઑફ લિવિંગ
· આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન બેગેજ ક્લિયરન્સને સંચાલિત કરતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે. આ સુધારેલા નિયમો વર્તમાન સમયની પ્રવાસની વાસ્તવિકતાઓને અનુરૂપ ડ્યુટી-ફ્રી એલાઉન્સમાં વધારો કરશે.
પ્રામાણિક કરદાતાઓ, જેઓ વિવાદોનો નિકાલ કરવા ઈચ્છે છે, તેઓ પેનલ્ટીના બદલે વધારાની રકમ ચૂકવીને કેસ બંધ કરી શકશે.
SM/GP/JD
(રીલીઝ આઈડી: 2221675)
|