નાણા મંત્રાલય
IT સેવાઓ માટે સેફ હાર્બર મેળવવાની મર્યાદા (થ્રેશોલ્ડ) ₹300 કરોડથી વધારીને ₹2000 કરોડ કરવામાં આવી
IT સેવાઓ માટેના સેફ હાર્બરને ઓટોમેટેડ રૂલ-ડ્રિવન પ્રક્રિયા દ્વારા મંજૂર કરવામાં આવશે
प्रविष्टि तिथि:
01 FEB 2026 12:57PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-2027 રજૂ કર્યું હતું.
બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ કહ્યું કે ભારત સોફ્ટવેર ડેવલપમેન્ટ સેવાઓ, IT સક્ષમ સેવાઓ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ સેવાઓ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સંબંધિત કોન્ટ્રાક્ટ R&D સેવાઓમાં વૈશ્વિક અગ્રણી છે. આ બિઝનેસ સેગમેન્ટ્સ એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છે. આ તમામ સેવાઓને એક જ કેટેગરી 'ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ' હેઠળ સામેલ કરવાની દરખાસ્ત છે, જેમાં તમામ માટે 15.5 ટકાનો સમાન 'સેફ હાર્બર માર્જિન' લાગુ થશે. કેન્દ્રીય બજેટ 2026-27માં IT સેવાઓ માટે સેફ હાર્બર મેળવવાની મર્યાદા ₹300 કરોડથી નોંધપાત્ર રીતે વધારીને ₹2,000 કરોડ કરવામાં આવી છે.

નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે IT સેવાઓ માટેના સેફ હાર્બરને ઓટોમેટેડ રૂલ-ડ્રિવન પ્રક્રિયા દ્વારા મંજૂર કરવામાં આવશે, જેમાં ટેક્સ ઓફિસર દ્વારા અરજીની તપાસ અને સ્વીકાર કરવાની કોઈ જરૂર રહેશે નહીં. એકવાર IT સેવા કંપની દ્વારા અરજી કર્યા પછી, તે જ સેફ હાર્બર તેની પસંદગી મુજબ સતત 5 વર્ષના સમયગાળા માટે ચાલુ રાખી શકાય છે.
જે IT સેવા કંપનીઓ એડવાન્સ પ્રાઇસિંગ એગ્રીમેન્ટ (APA) પૂર્ણ કરવા માંગે છે, તેમના માટે નાણા મંત્રીએ IT સેવાઓ માટે ફાસ્ટ ટ્રેક યુનિલેટરલ (એકપક્ષીય) APA પ્રક્રિયાની જાહેરાત કરી અને તેને 2 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાની વાત કહી. કરદાતાની વિનંતી પર 2 વર્ષના સમયગાળાને વધુ 6 મહિના માટે લંબાવી શકાય છે. APAમાં પ્રવેશતી સંસ્થા માટે તેની સંકળાયેલી સંસ્થાઓ માટે ઉપલબ્ધ મોડિફાઇડ રિટર્નની સુવિધાને પણ લંબાવવામાં આવી છે.
SM/GP/DK/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2221478)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam