નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય બજેટ 2026-27 સેવા ક્ષેત્ર પરના પગલાંની ભલામણ કરવા માટે ઉચ્ચ સ્તરીય ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ’ (શિક્ષણથી રોજગાર અને સાહસ) સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્ત કરે છે


પૂર્વી ભારતના ક્ષેત્રમાં 'ચેલેન્જ રૂટ' દ્વારા નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) સ્થાપવામાં આવશે

મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની આસપાસ 5 યુનિવર્સિટી ટાઉનશિપની રચના

VGF/કેપિટલ સપોર્ટ (મૂડી સહાય) દ્વારા દરેક જિલ્લામાં 1 ગર્લ્સ હોસ્ટેલ (કન્યા છાત્રાલય) સ્થાપવામાં આવશે

એસ્ટ્રોફિઝિક્સ (ખગોળ ભૌતિક વિજ્ઞાન) અને એસ્ટ્રોનોમી (ખગોળશાસ્ત્ર) ને પ્રોત્સાહન આપવા માટે 4 ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપવામાં આવશે અથવા અપગ્રેડ કરવામાં આવશે

प्रविष्टि तिथि: 01 FEB 2026 12:48PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં વિકસિત ભારતના મુખ્ય ચાલક બળ તરીકે સેવા ક્ષેત્ર (Services Sector) પર ધ્યાન કેન્દ્રિત કરતા પગલાંની ભલામણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ’ સ્ટેન્ડિંગ કમિટીની સ્થાપના કરવાની દરખાસ્ત છે. આ ભારતને સેવાઓમાં વૈશ્વિક અગ્રણી બનાવશે, જેનો 2047 સુધીમાં વૈશ્વિક હિસ્સો 10% હશે. સમિતિ વૃદ્ધિ, રોજગાર અને નિકાસની ક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટેના ક્ષેત્રોને અગ્રતા આપશે. તેઓ નોકરીઓ અને કૌશલ્યની જરૂરિયાતો પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સહિતની ઉભરતી ટેકનોલોજીની અસરનું પણ મૂલ્યાંકન કરશે અને તે મુજબના પગલાં સૂચવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016072.jpg

ભારતીય ડિઝાઇન ઉદ્યોગ ઝડપથી વિસ્તરી રહ્યો છે અને તેમ છતાં ભારતીય ડિઝાઇનરોની અછત છે. કેન્દ્રીય બજેટમાં ભારતના પૂર્વી ક્ષેત્રમાં ડિઝાઇન શિક્ષણ અને વિકાસને વેગ આપવા માટે 'ચેલેન્જ રૂટ' દ્વારા નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સ્થાપવાની દરખાસ્ત છે.

સરકાર 'ચેલેન્જ રૂટ' દ્વારા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની આસપાસ 5 યુનિવર્સિટી ટાઉનશિપ બનાવવા માટે રાજ્યોને ટેકો આપશે. આ આયોજિત શૈક્ષણિક ઝોન બહુવિધ યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ, કૌશલ્ય કેન્દ્રો અને રહેણાંક સંકુલ ધરાવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OMZA.jpg

ઉચ્ચ શિક્ષણની STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) સંસ્થાઓમાં, અભ્યાસ અને પ્રયોગશાળાના કામના લાંબા કલાકો કન્યા વિદ્યાર્થીઓ માટે કેટલાક પડકારો ઉભા કરે છે. કેન્દ્રીય બજેટમાં VGF/કેપિટલ સપોર્ટ દ્વારા દરેક જિલ્લામાં 1 ગર્લ્સ હોસ્ટેલ સ્થાપવાની દરખાસ્ત છે.

ઇમર્સિવ અનુભવો (immersive experiences) દ્વારા એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપવા માટે, નેશનલ લાર્જ સોલર ટેલિસ્કોપ, નેશનલ લાર્જ ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ, હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ અને કોસ્મોસ 2 (COSMOS 2) પ્લેનેટોરિયમ – એમ 4 ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપવામાં આવશે અથવા અપગ્રેડ કરવામાં આવશે.

SM/IJ/GP/DK/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2221456) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam