પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ઉજવવામાં આવેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પ્રશંસા કરી


પ્રધાનમંત્રીએ કર્તવ્ય પથ પર ભવ્ય પ્રજાસત્તાક દિવસની પરેડની ઝલક શેર કરી

આપણી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરવી એ ભારત માટે સૌભાગ્યની વાત છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પ્રદર્શિત કરાયેલ પ્રચંડ સુરક્ષા પ્રણાલીની પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતાના જીવંત પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો

प्रविष्टि तिथि: 26 JAN 2026 4:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ખૂબ ઉત્સાહ અને ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે ભારતની લોકશાહીની તાકાત, તેના વારસાની સમૃદ્ધિ અને રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉજવણીની ઝલક શેર કરતા તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરીને ગૌરવ અનુભવે છે. તેમણે નોંધ્યું કે તેમની હાજરી ભારત-યુરોપિયન યુનિયન ભાગીદારીની વધતી જતી તાકાત અને સમાન મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને યુરોપ વચ્ચે ગાઢ બનતા જોડાણ અને સહકારને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની પ્રચંડ સુરક્ષા પ્રણાલીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રની સજ્જતા, તકનીકી ક્ષમતા અને તેના નાગરિકોની સુરક્ષા માટેની અટલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

શ્રી મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડે ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓની ઝલક આપી છે. તેમણે કહ્યું કે ભારતના સુરક્ષા દળો ખરેખર રાષ્ટ્રનું ગૌરવ છે, અને પરેડ દરમિયાન તેમની પ્રભાવશાળી હાજરી દર્શાવતી ઝલક શેર કરી હતી.

તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પર ભારતની સાંસ્કૃતિક વિવિધતા (cultural mosaic) નું જીવંત પ્રદર્શન જોવા મળ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે પરેડમાં જીવંત પ્રદર્શન અને ઝાંખીઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવામાં આવી હતી, જે રાષ્ટ્રના સમૃદ્ધ અને વિવિધ વારસાને પ્રતિબિંબિત કરે છે.

X પોસ્ટની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

ભારતે ખૂબ ઉત્સાહ અને ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે આપણી લોકશાહીની તાકાત, આપણા વારસાની સમૃદ્ધિ અને આપણા રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું.

અહીં કેટલીક ઝલક છે...”

 

 

 

આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ત્યારે કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો.

અહીં કેટલીક વધુ ઝલક છે...”

 

આપણી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરવી ભારત માટે સૌભાગ્યની વાત છે.

તેમની હાજરી ભારત-યુરોપિયન યુનિયન ભાગીદારીની વધતી જતી મજબૂતી અને વહેંચાયેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને યુરોપ વચ્ચે ગાઢ બનતા જોડાણ અને સહકારને વેગ આપશે.

@antoniocostapm

@vonderleyen

@EUCouncil

@EU_Commission”

 

 

 

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની પ્રચંડ સુરક્ષા પ્રણાલી પ્રદર્શિત કરવામાં આવી હતી, જે રાષ્ટ્રની સજ્જતા, તકનીકી ક્ષમતા અને તેના નાગરિકોની સુરક્ષા માટેની અટલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

 

 

 

પ્રજાસત્તાક દિવસની પરેડે ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓની ઝલક આપી છે. આપણા દળો ખરેખર આપણું ગૌરવ છે!

અહીં કેટલીક વધુ ઝલક છે.”

 

 

 

આજે વહેલી સવારે કર્તવ્ય પથ પર ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું. પ્રજાસત્તાક દિવસની પરેડમાં જીવંત પ્રદર્શન અને ઝાંખીઓ સાથે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવામાં આવી હતી.”

 

 

 

SM/DK/GP/J


(रिलीज़ आईडी: 2218821) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Odia , Tamil , Telugu , Kannada , Malayalam