ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન અને રોશન સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તેમના બલિદાનથી કાકોરી ટ્રેન કાર્યવાહી દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ઉર્જાનો સંચાર થયો અને બ્રિટિશ શાસનના પાયા હચમચી ગયા
આ સ્વાતંત્ર્ય સેનાનીઓએ એ સંકલ્પને સાકાર કર્યો કે દેશના સંસાધનો અને તેના મહેનતુ લોકો દ્વારા ઉત્પાદિત માલ ખરેખર લોકોના છે
તેઓ અન્ય ક્રાંતિકારીઓ માટે હિંમત અને બહાદુરી માટે પ્રેરણાસ્ત્રોત પણ બન્યા
રાષ્ટ્ર આ શહીદોને ક્યારેય ભૂલશે નહીં
प्रविष्टि तिथि:
19 DEC 2025 11:55AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન અને રોશન સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તેમના બલિદાનનું સન્માન કર્યું જેણે કાકોરી ટ્રેન કાર્યવાહી દ્વારા સ્વતંત્રતા સંગ્રામને ઉર્જા આપી અને બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા હતા.
'X' પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન અને રોશન સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ, તેમના બલિદાનનું સન્માન જેણે 'કાકોરી ટ્રેન એક્શન' દ્વારા સ્વતંત્રતા સંગ્રામને ફરીથી જીવંત બનાવ્યો અને બ્રિટિશ શાસનના પાયાને હચમચાવી દીધો. તેમણે કહ્યું કે આ સ્વતંત્રતા સેનાનીઓએ માત્ર એ સંકલ્પને સમજ્યો નહીં કે દેશના સંસાધનો અને તેના મહેનતુ લોકોના શ્રમથી બનેલી વસ્તુઓ પર અહીંના લોકોનો જ હક છે, આ સંકલ્પને આ સેનાનીઓએ સાકાર કર્યો પરંતુ અન્ય ક્રાંતિકારીઓ માટે હિંમત અને બહાદુરી માટે પ્રેરણા સ્ત્રોત પણ બન્યા. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર આ શહીદોને ક્યારેય ભૂલશે નહીં."
SM/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2206422)
आगंतुक पटल : 13