iffi banner

ડૉ. લોગનાથન મુરુગને કલા એકેડેમી, ગોવા ખાતે IFFI 2025 માટે માસ્ટરક્લાસનું ઉદ્ઘાટન કર્યું; પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓ અને વૈશ્વિક સહભાગીઓ વિવિધ જ્ઞાન સત્રોમાં ભાગ લેશે


શ્રી લોગનાથન મુરુગને કલા એકેડેમી ખાતે IFFI 2025 માસ્ટરક્લાસ શ્રેણીનું ઉદ્ઘાટન કર્યું; વૈશ્વિક ફિલ્મ નિષ્ણાતો સત્રોનું સંચાલન કરશે

IFFI 2025 માસ્ટરક્લાસની શરૂઆત સામાન્ય લોકોની હાજરીમાં ઉદ્ઘાટન સાથે થઈ; જેમાં AI, ટકાઉપણું અને મહિલા પ્રધાન સિનેમા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

IFFI 2025 ખાતે માસ્ટરક્લાસ સત્રો શરૂ થયા; શ્રી લોગનાથન મુરુગને 200 ફિલ્મો અને 50 મહિલા દિગ્દર્શકો દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોનું પ્રદર્શન કરવાની જાહેરાત કરી

માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી લોગનાથન મુરુગને આજે ગોવામાં કલા એકેડેમી ખાતે આયોજિત 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI 2025) ખાતે માસ્ટરક્લાસ શ્રેણીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુ, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. અજય નાગભૂષણ, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્રી મુઝફ્ફર અલી, ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓ, રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મગદુમ અને નિર્માતા શ્રી રબિ કોટ્ટારકારા અને અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, આ વર્ષના માસ્ટરક્લાસનું ઉદ્ઘાટન પ્રથમ વખત સામાન્ય લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જે ફેસ્ટિવલની સુલભતા અને વ્યાપક ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

તેમના ઉદ્ઘાટન સંબોધનમાં, શ્રી લોગનાથન મુરુગને ભાર મૂક્યો હતો કે IFFI 2025માં 200 થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જે વિશ્વભરમાં ભારતના વધતા સિનેમેટિક પ્રભાવનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ વિકસિત ભારત તરફ દેશની સફર સાથે જોડાયેલો છે અને વૈશ્વિક સ્તરે તેની સર્જનાત્મક હાજરીને વિસ્તૃત કરવાની ભારતની મહત્વાકાંક્ષાને પુનરાવર્તિત કરે છે. મંત્રીએ મહિલા ફિલ્મ નિર્માતાઓની ભાગીદારી અને યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો અને માહિતી આપી કે આ વર્ષે મહિલાઓ દ્વારા નિર્દેશિત 50 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે - જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત 'નારી શક્તિ' અને મહિલા સશક્તિકરણ પ્રત્યે ભારત સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

 

IFFI 2025ના માસ્ટરક્લાસ વિભાગમાં પેનલ ચર્ચાઓ, વર્કશોપ, રાઉન્ડ ટેબલ, ઇન્ટરવ્યુ સત્રો, ફાયરસાઇડ ચેટ્સ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ સહિત જ્ઞાન-આદાન-પ્રદાન ફોર્મેટની વિશાળ શ્રેણીનો સમાવેશ થશે. વિધુ વિનોદ ચોપરા, અનુપમ ખેર, મુઝફ્ફર અલી, શાદ અલી, શેખર કપૂર, રાજકુમાર હિરાણી, આમિર ખાન, વિશાલ ભારદ્વાજ અને સુહાસિની મણિ રત્નમ જેવા પ્રખ્યાત સિનેમા હસ્તીઓ સમગ્ર મહોત્સવ દરમિયાન વિવિધ સત્રોનું સંચાલન કરશે.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્રી મુઝફ્ફર અલીએ માસ્ટરક્લાસ શ્રેણીના પ્રથમ સત્રનું નેતૃત્વ કર્યું, જે આગામી દિવસો માટે વાતાવરણ ઊભું કર્યુ છે.

આ વર્ષના માસ્ટરક્લાસમાં સમકાલીન અને ભવિષ્યવાદી વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને ટકાઉપણું પર વિશેષ સત્રો અને સિનેમેટોગ્રાફી, VFX અને SFX પર કેન્દ્રિત તકનીકી વર્કશોપનો સમાવેશ થાય છે. વધુમાં, ટોચના ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા થિયેટર અભિનય પરના માસ્ટરક્લાસ શીખવાના અનુભવને વધુ ગાઢ બનાવશે.

IFFI 2025 એ ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની અને કેનેડાના સહભાગીઓને આકર્ષ્યા છે, જે સિનેમેટિક સહયોગ અને પ્રતિભા વિનિમય માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

IFFIની વાર્ષિક પરંપરાના ભાગ રૂપે ભારતના સ્વર કોકિલા લતા મંગેશકર અને ગુરુ દત્ત જેવા સિનેમાના દિગ્ગજ કલાકારોને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાનનું સન્માન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

વધુ માહિતી માટે, ક્લિક કરો:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191742

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381

IFFI વેબસાઇટ: https://www.iffigoa.org/

PIB ની IFFI માઇક્રોસાઇટ: https://www.pib.gov.in/iffi/56new/

PIB IFFIwood બ્રોડકાસ્ટ ચેનલ: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F

X હેન્ડલ્સ: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2025, #AnythingForFilms and #FilmsKeLiyeKuchBhi. Tag us @pib_goa on Instagram, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Release ID: 2192502   |   Visitor Counter: 13