પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાત ખાતે ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ગતિની સમીક્ષા કરી
પીએમએ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીમ સાથે વાર્તાલાપ કર્યો હતો
પ્રધાનમંત્રીએ બુલેટ ટ્રેનના અમલમાંથી મેળવેલા અનુભવોને દસ્તાવેજીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો
પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે દેશ માટે કામ કરવાની અને કંઈક નવું યોગદાન આપવાની લાગણી ઉભી થાય છે, ત્યારે તે પ્રચંડ પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે
Posted On:
16 NOV 2025 3:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત, ગુજરાત ખાતે ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીમ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. અને પ્રોજેક્ટની પ્રગતિ વિશે પૂછપરછ કરી, જેમાં ઝડપ અને સમયપત્રકના લક્ષ્યાંકોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે જાણ્યું હતું. કામદારોએ તેમને ખાતરી આપી કે પ્રોજેક્ટ કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી આગળ વધી રહ્યો છે.
કેરળના એક ઇજનેરે નવસારી, ગુજરાતમાં આવેલી નોઇઝ બેરિયર ફેક્ટરીમાં કામ કરવાના તેમના અનુભવ વિશે જણાવ્યું હતું, જ્યાં રીબાર (સળિયા)ના પાંજરાઓને વેલ્ડિંગ કરવા માટે રોબોટિક એકમો તૈનાત કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ તેમને પૂછ્યું હતું કે તેઓ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન બનાવવાનો અનુભવ વ્યક્તિગત રીતે કેવી રીતે જુએ છે, અને આ ઐતિહાસિક સિદ્ધિ વિશે તેઓ તેમના પરિવારો સાથે શું વહેંચે છે. તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેનમાં યોગદાન આપવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો., અને તેને "ડ્રીમ પ્રોજેક્ટ" અને તેમના પરિવાર માટે "ગૌરવની ક્ષણ" ગણાવી હતી.
રાષ્ટ્રીય સેવાના ભાવ પર વિચાર કરીને, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે દેશ માટે કામ કરવાની અને કંઈક નવું યોગદાન આપવાની લાગણી ઉભી થાય છે, ત્યારે તે પ્રચંડ પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. તેમણે ભારતની અવકાશ યાત્રા સાથે સરખામણી કરી, યાદ અપાવ્યું હતું કે દેશનો પ્રથમ ઉપગ્રહ છોડનારા વૈજ્ઞાનિકોને કેવું લાગ્યું હશે, અને આજે સેંકડો ઉપગ્રહો છોડવામાં આવી રહ્યા છે.
અન્ય એક કર્મચારી, બેંગલુરુની શ્રુતિ, જે લીડ એન્જિનિયરિંગ મેનેજર તરીકે સેવા આપી રહી છે, તેણે કઠિન ડિઝાઇન અને એન્જિનિયરિંગ કંટ્રોલ પ્રક્રિયાઓ સમજાવી. તેણીએ પ્રકાશિત કર્યું હતું કે અમલના દરેક તબક્કે, તેમની ટીમ ભૂલ વિનાનું અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરે છે, ઉકેલો ઓળખે છે અને વિકલ્પોની શોધ કરે છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે જો અહીં મેળવેલા અનુભવો રેકોર્ડ કરવામાં આવે અને બ્લુ બુકની જેમ સંકલિત કરવામાં આવે, તો દેશ બુલેટ ટ્રેનોના મોટા પાયે અમલની દિશામાં નિર્ણાયક રીતે આગળ વધી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે પુનરાવર્તિત પ્રયોગો ટાળવા જોઈએ અને તેના બદલે હાલના મોડેલોમાંથી શીખેલા અનુભવોની નકલ કરવી જોઈએ. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે નકલ માત્ર ત્યારે જ અર્થપૂર્ણ બનશે જો અમુક પગલાં શા માટે લેવામાં આવ્યા તેની સ્પષ્ટ સમજ હોય. નહીંતર, તેમણે ચેતવણી આપી, નકલ હેતુ વિના અથવા દિશા વિના થઈ શકે છે. તેમણે સૂચવ્યું કે આવા રેકોર્ડ્સ જાળવવાથી ભવિષ્યના વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકાય છે. "અમે અહીં અમારું જીવન સમર્પિત કરીશું અને દેશ માટે કંઈક મૂલ્યવાન છોડીને જઈશું," પ્રધાનમંત્રીએ નિશ્ચયપૂર્વક જણાવ્યું હતું.
એક કર્મચારીએ કવિતા દ્વારા પોતાની પ્રતિબદ્ધતાના હૃદયસ્પર્શી શબ્દો વ્યક્ત કર્યા, જેને પ્રધાનમંત્રીએ તેમની નિષ્ઠાની પ્રશંસા કરીને સન્માન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા.
SM/NP/GP/JD
(Release ID: 2190554)
Visitor Counter : 38