રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 1 થી 3 સપ્ટેમ્બર સુધી કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે

Posted On: 31 AUG 2025 5:36PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 1 થી 3 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે.

1 સપ્ટેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ કર્ણાટકના મૈસુર ખાતે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH)ના ડાયમંડ જ્યુબિલી સમારોહમાં હાજરી આપશે.

2 સપ્ટેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ચેન્નાઈ, તમિલનાડુ ખાતે સિટી યુનિયન બેંકના 120મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે.

3 સપ્ટેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ તિરુવરુર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તમિલનાડુના 10મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

SM/IJ/GP/JD


(Release ID: 2162491) Visitor Counter : 2