પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ભારત-જાપાન આર્થિક મંચમાં ઉપસ્થિત રહ્યા

Posted On: 29 AUG 2025 2:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબાએ 29 ઓગસ્ટ 2025ના રોજ ટોક્યોમાં ભારતીય ઉદ્યોગ સંઘ અને કીદાનરેન [જાપાન બિઝનેસ ફેડરેશન] દ્વારા આયોજિત ભારત-જાપાન આર્થિક મંચમાં ભાગ લીધો હતો. ભારત-જાપાન બિઝનેસ લીડરશીપ ફોરમના સીઈઓ સહિત ભારત અને જાપાનના અગ્રણી ઉદ્યોગ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશીપની સફળતા, ખાસ કરીને રોકાણ, ઉત્પાદન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. જાપાની કંપનીઓને ભારતમાં તેમની હાજરીને વધુ વિસ્તૃત કરવા આમંત્રણ આપતાં, તેમણે કહ્યું કે ભારતીય વિકાસ ગાથા તેમના માટે પ્રોત્સાહક તકો રજૂ કરે છે. તેમણે કહ્યું કે વર્તમાન અશાંત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં વિશ્વસનીય મિત્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારી ખાસ કરીને સુસંગત છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે રાજકીય સ્થિરતા, નીતિગત આગાહી, સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા અને વ્યવસાય કરવાની સરળતા માટેના પ્રયાસોએ ભારતીય બજારમાં રોકાણકારોમાં નવો વિશ્વાસ આપ્યો છે, જે વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતના નવીનતમ ક્રેડિટ રેટિંગના અપગ્રેડમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

ભારત અને જાપાન વચ્ચે અત્યાધુનિક ટેકનોલોજી, ઉત્પાદન, રોકાણ અને માનવ સંસાધન આદાનપ્રદાનમાં સહયોગની નોંધપાત્ર સંભાવના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે ભારત વૈશ્વિક વિકાસમાં લગભગ 18% યોગદાન આપી રહ્યું છે અને થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. બંને અર્થતંત્રોની પૂરકતાને ધ્યાનમાં રાખીને, તેમણે મેક ઇન ઇન્ડિયા અને અન્ય પહેલ તરફ જાપાન અને ભારત વચ્ચે વધુ વ્યાપારિક સહયોગ માટે પાંચ મુખ્ય ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો,. જેમાં: i] ઉત્પાદન - બેટરી, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, શિપબિલ્ડિંગ અને પરમાણુ ઊર્જાના ક્ષેત્રોમાં; ii] ટેકનોલોજી અને નવીનતામાં સહયોગ, જેમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, અવકાશ અને બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે; iii] ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન; iv] ગતિશીલતા, હાઇ-સ્પીડ રેલ અને લોજિસ્ટિક્સ સહિત આગામી પેઢીના માળખાગત સુવિધાઓ; અને iv] કૌશલ્ય વિકાસ અને લોકોથી લોકોના સંબંધો સામેલ છે.

પ્રધાનમંત્રી ઇશિબાએ પોતાના સંબોધનમાં ભારતીય પ્રતિભા અને જાપાની ટેકનોલોજી વચ્ચે ભાગીદારી સ્થાપવામાં જાપાની કંપનીઓના રસની નોંધ લીધી. જેથી સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવી શકાય. તેમણે ભારત અને જાપાન વચ્ચે ત્રણ પ્રાથમિકતાઓ જેમકે, P2P ભાગીદારીને મજબૂત બનાવવી, ટેકનોલોજી એકીકરણ, ગ્રીન પહેલ અને બજારો, અને ઉચ્ચ અને ઉભરતી ટેકનોલોજી, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ પર ભાર મૂક્યો હતો.

12મા ભારત-જાપાન બિઝનેસ લીડર્સ ફોરમ (IJBLF)નો અહેવાલ IJBLF સહ-અધ્યક્ષો દ્વારા બંને નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. ભારતીય અને જાપાની ઉદ્યોગ વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડતા, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO)ના પ્રમુખ અને CEO શ્રી નોરિહિકો ઇશિગુરોએ સ્ટીલ, કૃત્રિમ બુદ્ધિ, અવકાશ, શિક્ષણ અને કૌશલ્ય, સ્વચ્છ ઉર્જા અને માનવ સંસાધન વિનિમય જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતીય અને જાપાની કંપનીઓ વચ્ચે હસ્તાક્ષર કરાયેલા વિવિધ B2B એમઓયુની જાહેરાત કરી હતી.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2161813) Visitor Counter : 39